STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

આ દિલને સુકુન મળે

આ દિલને સુકુન મળે

1 min
159

મારા સ્મિત પાછળ રહેલા દર્દને,

કોઈ ઓળખી શકે એવું મળી જાય તો,

આ દિલને સુકુંન મળે,


હું ચાલતી રહુ એકલી જીવનની ડગર પર,

પણ કોઈ સાચો હમસફર મળે તો,

આ દિલને સુકુન મળે,


અંદર ને અંદર મરતી રહી છું,

મારા અસ્તિત્વનું દર્પણ ફૂટી રહ્યું છે,


મારા અસ્તિત્વને જીવિત રાખનાર કોઈ મળે તો,

આ દિલને સુકુન મળે,


સુખ કરતા દુઃખ ઝાઝું છે,

દુઃખનું ઝેર એકલી જ પીધા કરું છું,

સુખ બમણું કરનાર કોઈ મળે તો,

આ દિલને સૂકુન મળે,


ઈચ્છાઓની કતલ કરી હૈયાના કબ્રસ્તાનમાં દફનાવી રહી છું,

ઈચ્છા પૂર્તિ કરનાર કોઈ મળે તો,

આ દિલને સુકુન મળે,


દિશાવિહીન જીવન જીવી રહી છું,

હોકાયંત્ર જેવી દિશા સૂચન કરનાર કોઈ મળે તો,આ દિલને સુકુન મળે,


ગમતું બધુજ છૂટી ગયું મારું,

આ ગમતા ને શોધી આપનાર કોઈ મળે તો,

આ દિલને સુકુન મળે,


જિંદગીના દિવસો જેમ તેમ પસાર કરી રહી છું,

મારી જિંદગીને કોઈ અર્થસભર બનાવનાર મળે તો,

આ દિલને સુકુન મળે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy