આ છે ભારત દેશ
આ છે ભારત દેશ
ભાતભાતના લોકોને ભાતભાતનો પહેરવેશ
કોઈ પહેરેણ ને બંડી કોઈ પહેરે ધોતી
કોઈ પહેરે પેન્ટ શર્ટ ને કોઈ પહેરે શેરવાની
આ છે ભારત દેશ જયાં વસે અવનવી જાત
કોઈ પહેરે બ્લાઉઝ ચણીયો કોઈ પહેરે સાડી
કોઈ માથે ઓઢણી ઓઢે કોઈ પહેરે ડ્રેસ
આ છે ભારત દેશ જયાં વસે અવનવી જાત
જાતજાતના પહેરવેશને જાતભાતની બોલી
જાત-ભાતના લોકો જાણે પંખીડાનો માળો
ભારત માતાની હાકલ પડે તો સૌનો સહિયારો
ભારત દેશ માટે કામ પડે ત્યાં સૌ હોય તૈયાર
આ છે ભારત દેશ જયાં વસે અવનવી જાત
