Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Tirth Shah

Drama Action Thriller

4.5  

Tirth Shah

Drama Action Thriller

માતાનું હેત

માતાનું હેત

5 mins
288


" માં તે માં બીજા બધા વગડા ના વા "

" જનની ની જોડ સખી નહિ જડે રે લોલ "

" એક માં સો શિક્ષકની ગરજ સારે "

ગાંડી ગીરની ધરા છે. ગીરનારના જંગલ પ્રદેશમાં એક અંતરિયાળ ગામ આવેલું છે. સોરઠની ભૂમિ છે. સાધુ સંતોની જગા છે ને ભવનાથની તળેટી છે. દામોદર કુંડ આવેલો છે.

એક નાનું અમથું ઝૂંપડું છે જેની નજીક જ ગીરની ટેકરી દેખાય છે. ચારેકોર સિંહોની ગર્જનાના નાદ આવે છે. ભર વનરાજીના જંગલ છે. માલધારીના ઘરે ભાથું બને છે અને છાસની ઝહેફત ઊઠી છે.

  " સુઓ મારા બાળ, જોજે પાછળ ના આવે પેલો કેસરી જો એ કેસરી આવે તો રાડ નાંખી દોડતા કરજો."

        એક મા તેના નવજાત ઘોડિયામાં સૂતાં બાળક ને જન્મથી જ બહાદૂર કરે છે. ગીરના ઘેલા સિંહ જોડે જ રમજે એમ કહી ને તેને બાળપણથી જ બહાદૂર બનાવે છે.

" જોયું, કાલે રાત્રે ફરી ગીરનો સિંહ આવી ચડ્યો અને પેલી એકલી રહેતી એંસી વર્ષની બાઈ ને ખાઈ ગયો " મને તો હવે ડર લાગે છે : આ સિંહડો રોજ આવી ને ગામ ને તબાહ ના કરી મૂકે....મારા લાલ ને મેં એવો જ તૈયાર કર્યો છે જે સિંહની સામે ટક્કર મારી શકે અને ગામ ને બચાવી શકે.....એમ એક સ્ત્રી બીજી સ્ત્રી ને કહે છે.

થયું એવા માં..,

" એ ભાગો......... પેલી સિંહણ પાદરથી એક નાના બાળક ને લઈને ભાગી છે. ને, વન પોલીસના કહ્યા મુજબ એ આપણે ગામ આવી રહી છે.... બધા પોતાના બાળકને સાચવી રાખજો ને ઘર બહાર ન જતાં !"

      મોટો એવો મરદ મુછાળો, પાઘડીવાળો પુરુષ પણ ઘર ભેગો થઈ ગયો. ગામ જોયું તો ખાલીખમ પણ એક સ્ત્રી તેની કેડે બાળક ને માથે ઘડો અને પાદરની જોડે કૂવે ગઈ પાણી ભરવા......ખબર હતી છતાંય.

વૃદ્ધ : કાં, સિંહણ આવી છે ને તું કેડે બાળક લઈ ને પાદરે ગઈ..ડર જેવું લાગતું નથી.

સ્ત્રી : ડર ના હોય !, બાળક ભૂખ્યું થોડી રખાય.. એ સિંહણ તો રોજે આવતી તો ' બાળક રોજે ભૂખ્યું થોડી રખાય... મારો પતિ તો ડરી ગયો પણ, હું એક માં છું. આ મારો લાલ હજુ માંડ નાનો છે ને હું એને કઈ રીતે ભૂખી રાખી શકું ?

વૃદ્ધ : પણ, સિંહણ......તને ને તારા ને ખાઈ જશે તો શું કરીશ ?, ભલી થા ને ઘરે જા.

સ્ત્રી : જોઉં હું.. સિંહણ પણ સ્ત્રી જાતિની છે કોની જીત થાય.....જોજો ભલા કાકા.

એ સ્ત્રી માથે માતાજી નો ટેકો લઈ ને ભાગી પાદરે પાણી ભરવા.....સીમનો માર્ગ શાંત, જોડે વહેતી નદી નો અવાજ ને ખેતરે વસતા નાના જીવનો અવાજ. સ્ત્રી ના ચાલવાનો અવાજ અને આકરા તાપે સેકાતો બાળકનો રડવાનો અવાજ, એવામાં સ્ત્રીને ફાળ પડે છે ને લાગે છે : સિંહણ આવી ચડી છે અથવા નજીક છે. તેના બાળક ને જોરથી પકડે છે ને ફટાફટ ચાલે છે.. 

" ખેતરે નજીક ના કૂવે પાણી ભરે છે અને એવામાં સળવળાટ જેવું લાગે છે. આકરા તાપે બાળક રડે છે ને સ્ત્રી ને ફરી ફાળ પડે છે " સળવળાટ ફરી થાય છે અને જોવે છે પાછળની દિશામાં કોઈ હોય તેમ લાગે છે..

        માથે પાણી ભરેલું માટલું છટકી જાય છે અને બાળક ને કસથી પકડી ભાગે છે. ' વનરાજીની કાંટાળી બાવળ પગે વાગે છે, પગમાંથી લોહી નીકળી જાય છે અને બાળકને કસથી પકડી ને ભાગે છે ' લંગડાતા પગે ભાગે છે, એક બાજુ ભૂખ્યું બાળક, રડતું બાળક અને જોડે સિંહણની ત્રાડ...

" સ્ત્રી ને ગરમીમાં મૂર્છા આવી જાય છે ", માથે ચક્કર આવે છે ને જોડે મદદે કોઈ નહીં !

     એક મોટી ત્રાડ આવે છે ને સિંહણ સ્ત્રીની સામે આવી જાય છે. એક લાંબી સિંહણ, મોઢે ટપકતી લાળ, મોટા તીક્ષ્ણ દાંત, ભારે શરીર અને ગુસ્સાદાર આંખો..

સ્ત્રીની સામે સિંહણ, જોડે બાળક અને ભૂખી સિંહણ.

    સ્ત્રી તેની સામે ટગર ટગર જોવે છે, સ્ત્રી તેના બાળકના કાનમાં એ ધારદાર કવિતા સંભળાવે છે. બાળક રડતું બંધ થાય છે અને તેને જોડે નીચે મૂકી દે છે... સ્ત્રી સિંહણની સામે મોટી વાંસની લાકડી લે છે ને હવામાં ઉગામે છે. 

  " એ ભાગ સિંહણ, હવામાં ઊડી લાકડી,

તારી કાયા ને તોડી નાંખશે આ માવડી "

  " જો જોયું બાળ સામે, તૂટશે તારો હાથ,

ભૂખી દોડાઈસ તને, છૂટશે મારો વાર"

સ્ત્રી હવામાં ત્રાડ નાખી, લાકડી ફંગોળી ને સિંહણની આંખે ધરી.. સિંહણની આંખમાં ગોદો વાગ્યો ને આંખ તેની બંધ થઈ.. સ્ત્રી એ તકનો લાભ લઈ ફરી ગોદો માર્યો એજ આંખમાં, ફરી માર્યો, ફરી માર્યો, ફરી માર્યો.......આમ સિંહણની આંખ ફૂટી ગઈ અને ત્રાડ પાડી.

    સિંહણ તેના પર વાર કરવા ગઈ અને સ્ત્રી ના પેટે નહોર મારી દીધી, સ્ત્રી ફરી ઊભી થઈ ને લાકડી મારી, પથ્થર માર્યો ને છેવટે એવા લોહી વાળા શરીરે ભાગી..

  ' ભાગતા ભાગતા બાળક લઈ ને ગામની સીમમાં ગઈ ' 

અને ગામ ની તળેટી આગળ જ ઢળી પડી, આખું ગામ ભેગું થઈ ગયું ને સ્ત્રી ના હાથમાંથી બાળક લઈ ને ઘરે મૂકી દીધું....

     એ સિંહણ ત્રાડ નાખતી ગામમાં આવી ગઈ, ગામનાં માણસો પ્રાણીપ્રેમી ને છેવટે સિંહણને ભગાડી મૂકી.

એ સ્ત્રીની વાહવાહ થઈ, વૈદ્ય પાસે લઈ ગયા તેના શરીરમાંથી ઘણું લોહી વહી ગયું હતું. પણ, તેને મન બાળકની ભૂખ જ હતી. 

આ બાજુ બાળક પણ, માં વિહોણું રિસાયું ને રડયું.. તેના રડવાનો અવાજ કાને પડ્યો ને સ્ત્રી તેની પથારીમાંથી ઊભી..

" ત્રણ દિવસ બાદ સ્ત્રી એ તેના બાળક ને જોયું ને હેતથી છાતીએ લગાવ્યું... ને કુમળું બાળક તેની માતાની આંખોને જાણી ગયું ને હસવા લાગ્યું " માં તેના બાળકને છાતીએ લઈ ને ફરી, રમી, હસી, રડી, વાતો કરી, વ્હાલ કર્યું ને સુઈ ગઈ.

   બાળક ને જાણે નવ ચેતના આવી હોય તેમ, સ્ત્રી ની બહાદૂરી રાજ્યના માથે ગઈ અને તેને સન્માન મળ્યું. સ્ત્રીની વાહવાહી થઈ, બાળક મોટું થતું ગયું..

" જોતજોતા માં વૃદ્ધ બની તે સ્ત્રી અને તેના પુત્રની વહુના કારણે સ્ત્રી ને ઘરમાંથી કાઢી નાખી " 

  તે સ્ત્રી ની આંખે સિંહણ નું ચિત્ર યાદ આવ્યું.

" મારો જ પાક્યો કપૂત, 

મેં મારી સિંહણ ને.......

માફ કરજે ગીરની ધરા "

આ દિવસ માટે હું લડી, આ દિવસ જોવા માટે હું માંસાહારી પ્રાણી જોડે ઝગડી.....કારણ મારો દીકરો, પુત્ર, લાલ, બાળક, મારુ સ્વપ્ન, મારુ ઝરણું, મારો દિપક ને મારો સાથી................

આવનારી વહુ માટે મને કાઢી નાંખી... વાંધો નહીં.

કદાચ એ દિવસે સિંહણ જોડે તારો ભેટો થયો હોત તો ' આ દિવસ ના જોવો પડ્યો હોત '......

        પણ, હું એક માં છું.

" એ રાત્રે ગામ ની સિમમાં આ સ્ત્રી જે હવે વૃદ્ધ બની છે તે એક સિંહણના બચ્ચાનો શિકાર બની "

જેના માટે લડી એજ મોતનું કારણ બન્યો.

પુત્ર તેની વહુ ની સાથે હતો ને માં સિંહણના બચ્ચા સાથે બાથ ભીડતા ભીડતા મરી ગઈ.

એ રાતે તે મા તેનું ઋણ અદા કરી ગઈ પણ તેનો પુત્ર ઋણ ના ચૂકવી શક્યો.

" માં ની હેત વરસી ગઈ અને પુત્ર રાહ જોઈ બેઠો, 

સ્વર્ગ ગઈ મા ના લાડુ ખાધી પુત્ર માન ખોઈ બેઠો.."

મા બનવું સહેલું નથી, પુત્ર બનતા આવડવું જોઈએ.. બાકી ઘરડાધર ના ભાડા એમ જ નથી ચાલતા..હશે !


Rate this content
Log in

Similar gujarati story from Drama