Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

"Komal" Deriya

Romance

4  

"Komal" Deriya

Romance

સફર પ્રેમની - ૪

સફર પ્રેમની - ૪

3 mins
179


બીજાં દિવસે કોલેજ પહોંચીને મારી શોધખોળ ફરી શરૂ થઈ ગઈ. હું એને શોધતો શોધતો આખી કોલેજ ફરી વળ્યો પણ એ ક્યાંય મળી નહીં છેવટે હું મારા ક્લાસરૂમ તરફ અકળાતો અને નિસાસા નાખતો જતો હતો ત્યાં પાછળથી કોઈએ મને બૂમ પાડી. હું ઉભો રહ્યો અને તરત જ ખુશ થઈ ગયો. જાણે ભાવતું ભાણું વૈદ કહે એમ મનેય જેની શોધ હતી એ સામે આવી ને ઊભી રહી ગઈ. હું તો નિઃશબ્દ બની ગયો હતો બસ એને ટગર ટગર જોઈ રહયો હતો એ મને ગઇકાલે એને છેક ઘેર મૂકવા ગયો એ બદલ આભાર વ્યક્ત કરવા આવી હતી. 'Thank you'બોલીને એ જતી રહી પણ હું હજુય એને જ સાંભળી રહ્યો હતો. 

આ પછી તો એને રોજ સવાર થી સાંજ આખો દિવસ શોધવી અને મળે એટલે ટગર ટગર તાકી રહેવું. જો ક્યારેક કોલેજમાં ના આવે તો મારુ મન ક્યાંય ના લાગે. એના કારણે હું ભણતાંય શિખ્યો કેમકે એને હું ભણવા માટેના કામ માટે જ તો મળી શકતો. હું આરતીનો બાળપણનો મિત્ર એટલે આખો દિવસ એની સાથે જ રહું અને ભૂમિ પણ આરતી સાથે જ હોય. હું કેટલુય કરુ તો ય એ કંઈ બોલે જ ના પણ હું કંઈક ને કંઈક વાત કરવાનો પ્રયાસ કરતો જ રહેતો. ધીમે ધીમે અમારી વચ્ચે વાતચીત વધી અને દોસ્ત પણ બની ગયા. અમારી ત્રણની મિત્રતા ખુબ ગાઢ થઇ ગઇ. એકસાથે રહેવુ, ભણવું અને ફરવું મસ્તી કરવી. પરીક્ષા હોય કે પ્રવાસ અમે તો સાથે જ મળીએ. 

મારા મનમાં ઘણીવાર થતું કે ભૂમિને કહું કે હું તને પ્રેમ કરુ છું પણ પછી એમ થાય કે કદાચ આ દોસ્તી ખોઈ બેસીએ એના કરતાં ચૂપ રહેવુ સારુ!  એ મારું ખુબ ધ્યાન રાખતી, નાની વાતો પણ આવીને કહેતી, ક્યારેક મને ટકોરતી અને કયારેક વખાણ પણ કરતી. અમે સાથે ખુબ રહ્યાં પણ પાક્કા મિત્રો બનીને. 

આરતીને તો ખબર હતી કે હું ભૂમિને પ્રેમ કરું છું પણ એને એ નહોતી ખબર કે આ વાતથી ભૂમિ સાવ અજાણ છે. અને એને તો હજુય નથી ખબર કે મેં ભૂમિને કહ્યું જ નથી કે હું એને પ્રેમ કરુ છું. 

આરતી: તો એ દિવસે તમે બંને કેમ એકબીજાને આખી જિંદગી સાથે રહેવાનુ કહેતા હતાં. એટલા ખુશ પણ હતાં અને તને જોઈને લાગતું હતું કે તું તો હવે સીધો મંડપમાં જ લઇ જવા આવ્યો છે. જ્યારે આપણે છેલ્લી વાર મળ્યા ત્યારે..

હેમંત: છેલ્લી વાર એટલે એના પછી તમે ક્યારેય મળ્યા જ નથી??? 

આરતી: અરે એ દિવસે અમારી કોલેજનો છેલ્લો દિવસ હતો. બધા છેલ્લે બેસીને વાતો કરી રહ્યા હતા અને એ જ સમયે સાગર અને ભૂમિ ત્યાંથી જતા રહ્યાં. મેં એમને સાથે જતાં પણ જોયા હતાં. એ દિવસે હું ખરેખર ખુશ હતી કેમકે મને થયું કે આ બંને હંમેશા હવે આમ જ સાથે રહેશે!

સાગર: અરે! એ દિવસે અમે મજાક કરતાં હતાં એવું કંઈ હતું જ નહીં. અમે વાતો કરતાં હતાં અને પછી એ જ સમયે એને કોઈકનો ફોન આવ્યો અને હું એને લઈને બસ સ્ટેન્ડ ગયો. એને બસમાં બેસાડી હું પાછો ફર્યો. જતાં જતાં એ કહેતી ગઈ હતી કે જલદી પાછી આવશે.

પછી એ થોડા દિવસ પછી આવી હતી મારા ઘરે પણ હું હાજર નહતો. અઠવાડીયા પછી જ્યારે હું પાછો આવ્યો ત્યારે મારા પિતાએ મને એક સરનામું આપ્યું અને કહ્યું તને મળવા આવવાનું કહ્યું છે. એના બે દિવસ પછી હું ત્યાં ગયો... 

ક્રમશ:


Rate this content
Log in

More gujarati story from "Komal" Deriya

Similar gujarati story from Romance