Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hetshri Keyur

Tragedy Classics

4  

Hetshri Keyur

Tragedy Classics

તાપણું

તાપણું

4 mins
197



મારા દીકરાને ઘેર પુત્રીનો જન્મ થતાં અમારા ઘરમાં ખુબજ આનંદનું વાતાવરણ હતું, એક બાજુ આ ફેસબુક અને વોટ્સએપમાં સમાચાર મૂકવાને કારણે બધાજ સબંધીના સતત હરખના ફોન ચાલુ હતા તો બીજી બાજુ અંદરથી થતું જટ દીકરો ઓફિસથી ઘેર આવે તો અમે મારી પૌત્રી જોવા માટે સુરત જવાકળીએ.

એવામાં મારા પત્નીના ફોનમાં ફોન અવ્યો. અમારા વેવાઈનો ઝટ કરો ઢીંગલીની તબિયત બગડે છે એટલે ડોકટરે કહ્યું છે તબિયત સારી નથી બીજી હોસ્પિટલમાં દાખલ કરવી પડશેે. મારી પત્નીના હાથમાંથી ફોન પડી ગયો કહે છે સાંભળો છો! કોમલના પપ્પા !આ આપણી પૌત્રીને દાખલ કરે છે બીજી હોસ્પિટલમાં કહી મારા પત્ની સોફા પર બેસી પડ્યાંને ખુબજ રડવા લાગ્યા. બોલ્યા બોલાવો કોમલના પપ્પા મારા હિમાંશુને બોલાવો ચાલો સાંજે નહિ અત્યારેજ જવું છે. વેવાઈને કહો અમે જામનગર રાખશું અમારી પૌત્રીને કહી ખુબજ ચિંતામાં મારો હાથ પકડી ખેચવા લાગ્યાને હાથ પર માથું રાખી રોવા લાગ્યા.

મે એની પાસે બેસી કહ્યું, "કોમલના મમ્મી રાડોમાં હમણાં હિમાંશુ આવશે ત્રણ કલાક તો વાર છે કશું નઈ થાય આપણી ઢીંગલીને." કહી મે એમને શાંત રાખવા પ્રયત્ન કર્યો. પરંતુ બેબાકળા બની ગયેલ મારા પત્ની ઊભા થયા બધોજ સમાન બહાર મૂકવા લાગ્યા. કહ્યું "તમે બોલાવો છો હિમાંશુને કે હું એકલી જાઉં ?" થોડા ગુસ્સામાંને રડતા અવાજે મને એમને પૂછ્યુંં.

હું એમની પાસે ગયો "હિમાંશુને ફોન કરું છું તમે બેસો." કહી એમને બેસાડ્યા. પાણી પાયું પછી મારા હિમાંશુને ઓફિસથી વેલો બોલાવી અને અમે સુરત જવા રવાના થયા, આખા રસ્તામાં મારા પત્ની રડતા રહ્યા અમે સુરત હોસ્પિટલ પોચતા સાથેજ મારા પત્ની ગાડીમાંથી જાણે આભ ફાટ્યું હોય એમ ઉતરીને દોડી ગયા. સીધા મારા વહુના રૂમમાં, જોયું તો પરાનામાં ઢીંગલી સૂતી હતી. ફૂલ જેવી કુમળી નાની નાની એની આંગળી એના મોઢા પર ફેરવી અમારી સામે તાકીને જોઈ રહી હતી.

મારા પત્ની એ સિધીજ એને ઉઠાવી લીધીને બોલ્યા, "વેવાણ અમે અમારી વહુનેને અમારી ઢીંગલીને જામનગર લઈ જઈએ છીએ હોને." કહી પરવાનગી માગતી હોય એવી નજરે અમારા વેવાઈ અને વેવાણ સામે જોઈ બોલી. બધાજ અવાચક થઈ ગયા. વેવાણ બોલ્યા "અરે ઊર્મિલા બહેન એવું કેમ કહો છો અમે ધ્યાન પૂરતું રાખ્યું છે. ખાલી કમળાની થોડી અસર છે દીકરીને કઈજ નથી બીજી તકલીફ." કહી રડતી આંખે પૂછ્યું.

વળતા જવાબમાં મારા પત્ની બોલ્યાના તમારી માટે સવાલ નથી કઈજ એવું ન થવું જોઈએ કે જેથી આપણે બાળકને ખોઈ દઈએ. એમ બોલતાં સાથેજ વેવાઈ અને વેવાણ એક ડગલુ ખસી ગયા અને વેવાઈ ખુરશીમાં બેસી પડ્યા. રડતા અવાજે હાથ જોડી વેવાઈ બોલ્યા, "અરે ઉત્સર્ગ ભાઈ ! અમારાથી શું કમી રહી ગઈ ?" કરી મારી સામે હાથ જોડી રડવા લાગ્યા.

હુ બધુજ સમજી ગયો. મે વેવાઈ અને વેવાણને અને મારા દીકરાને કહ્યું "બહાર વાત કરીએ અહી વહુને આરામ થાયને મારા પત્નીને કહ્યું ઊર્મિલા તમે અહી ઢીંગલીનું ધ્યાન રાખો જો ઢીંગલી રડે છે." કહી બધાને બહાર લઈ ગયો. સદનસીબે મારા વહુ સૂતા હતા તો એમને કઈજ ખ્યાલ નો'તો. બધાને બાર લઈ જઈ કહ્યું "આપણે ચાલો અહી બાકડે બેસી થોડી વાતો કરીએ, મારે કાંઇક કેહવુ છે તમને બધાને." કહી બધાને મારી પાસે બેસાડ્યાને હુંચું માથું કરી રડવા લાગ્યો. હિમાંશુ મારી પાસે આવી બેઠો મારા હાથ પકડી કહ્યું "પાપા રડોમાં બોલો શું કેહવુ છે ?"

મે મારા ઘરડા હાથે હાથ જોડી, "માફ કરી દ્યો." કહ્યું મારા વેવાઈ, વેવાણ અને દીકરાને અને કહ્યું ઊર્મિલા વતી મને માફ કરો. હું ઊર્મિલા મનોદશા જાણી કહું છું. એનો વાક નથી એની જગ્યા ઍ કોઇ પણમાં હોય આવુજ કરે બોલે. કહી મે તમને કહ્યું "હિમાંશુ મે અને તારી મમ્મી એ તને કહ્યું છે ને કે તારી મોટી બેન કોમલ દય હુમલાથી ઈશ્વર શરણ થઈ છે ! "હિમાંશુ બોલ્યો "હા પાપા પણ એને અને આ વાતને શું સબંધ ! "અમારી વાત મારા વેવાઈ અને વેવાણ સાંભળી રહ્યા હતા.

મે કહ્યુ, "બેટા આપણી આર્થિક પરિસ્થિતિ ખુબજ ખરાબ હતી. તારા જન્મ પેલા આપણે આ બે ઓરડાવાળાં ઘરમાં નહિ પરંતુ ઝૂપડામાં રહેતા હતા. હું મજૂરી કામ કરવા જતો, તારી બેન કોમલ માત્ર ત્રણ દિવસની હતી ત્યારની વાત છે બેટા." હિમાંશુ બોલ્યો "હા પાપા બોલો શું ? "હું અટકી ગયોને રડવા લાગ્યો મારા વેવાઈ મારી બાજુમાં બેઠા અને વેવાણ હિમાંશુ પાસે આવીને બેઠા. બધા એ કહ્યું, "તમે રડો મા." કહી મને સાંત્વન આપવા પ્રયત્ન કર્યો. મે હિંમત કરી એકત્ર અને કહ્યું "હિમાંશુ તો વાત છે તારી બેન ત્રણ દિવસની હતી ત્યારની શિયાળા કડકડતી ઠંડી હતી, પગ હાથ થીજી જાય એવી ઠંડીમાં નાના ઝૂપડામાં હું મજૂરી કામ અર્થેથી અવ્યો ના હતો. ખુબજ ઠંડીમાં તારા મમ્મીને તારી બેન ઠરતા બેઠા હતા. એવામાં તારી બેનને ખુબજ તાવ ચડ્યો અને હોઠ એના રંગ બદલવા લાગ્યા."

વાત કરતાંકરતાં મને એ કારમો દિવસ દેખાતો હતો નજરમાં ભય અને આસુ હતા. મે વાત આગળ વધારતા કહ્યું "તારા મમ્મી કોમલને લઇ રસ્તા પર ગયા જે મળે એને કેહતા "એ ભાઈ ! એ બહેન પાચ રૂપિયા આપોને મારે તાપણું કરી મારી દીકરીને ગરમી આપવી છે, હાથ જોડી જોડી કહ્યું એક પણ ગાડીવાળા એ પાચ રૂપિયા તો શું પાચ પૈસા પણ ન આપ્યા. એવામાં ઊર્મિલા ઝૂપડાંમાં આવી તો તો તો અમે કોમલ ખોઈ દીધી હતી !" કહી હું તૂટી ગયો અને બોલ્યો કે "મજૂરી અર્થે મને પચાસ રૂપિયા વધુ આપવાના હતા તો એક આઘી જગ્યા એ હું ગયો, અવ્યો તો પાચના પચાસ રૂપિયા હતા પણ તાપણાં માટે એ કામ ન આવ્યા. અમે ખુબજ પરિશ્રમ કર્યો, તને ભણાવ્યો બધુજ એકઠું કર્યું, પૈસા જમાં કર્યા, પરંતુ ક્યાંકને ક્યાંક ઊર્મિલાના હદયના ખૂણે તાપણું હજી છે તાપણું હજી છે."

કહી હું રડવા લાગ્યો અને વેવાઈ વેવાણ અને દીકરા માફી માગી. હાથ જોડીને વેવાઈ અને વેવાણ બોલ્યા, "અરે વેવાઈ તમે હાથ જોડો મા" કહી મને ઊભો કર્યો અને દીકરો મારા પગે પડી ગયો અને બોલ્યો "પપ્પા હું અને તમારી વહુ થઈ મમ્મીના મગજમાંથી હદયમાંથી કાઢીશ તાપણું હું કાઢીશ તાપણું.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy