Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Action Fantasy

3  

Pravina Avinash

Action Fantasy

હાથમાં લીધું

હાથમાં લીધું

2 mins
7.5K


જ્વાલા આજે ખૂબ ખુશ હતી. કેમ ન હોય ? પહેલીવાર મા બનવાના સમાચાર ડોક્ટરે તપાસ દરમ્યાન આપ્યા હતા. જ્વલંતના મોટાભાઇને ત્યાં દસ વર્ષથી પારણું બંધાયું ન હતું. એમાંય જ્યારે ખબર પડી કે તેને જોડિયા બાળક છે ત્યારે જ્વાલાની ખુશી હતી તેના કરતાં બમણી થઈ. મનમાં કરેલો નિર્ણય પાકો કર્યો.

જતિન અને જલ્પા તો ખુશીના માર્યા પાગલ થઈ ગયા. જલ્પા ખૂબ કલાઓની જાણકાર હતી. સહુ પ્રથમ જ્વાલાના’ખોળો ભરવાની’ રસમની પાર્ટીની તૈયારીમાં લાગી ગઈ. લોકો મોંમાં આંગળા નાખતા રહી ગયા. દેરાણી અને જેઠાણીનો પ્યાર જોઈ ચકિત થયા. જલ્પા અને જ્વાલા એ આગ્રહ કરી આબુ પરના ‘દેરાણી જેઠાણી’ના ગોખલા જોવા જવા માટે ઘરના સહુને તૈયાર કર્યા.

જઈને આવ્યા પછી જ્વાલાથી બહુ કામ થતું નહી. બે બચ્ચાને કારણે તેને બહુ તકલિફ પડતી. જલ્પાએ તેને પથારીમાંથી ઉઠવા ન દીધી. ખૂબ પ્રેમ પૂર્વક માવજત કરી. જેથી બન્ને બાળક તંદુરસ્ત આવે. ચંદન બહેનને તો બોલવાનો મોકો જ ન મળતો. જલ્પા મોટી વહુ ઘરનો દોર સંભાળીને બેઠી હતી.

આજે રાતથી જ્વાલાને સુખ લાગતું ન હતું. પહેલીવાર હતું એટલે ચંદન બહેન જાણતા હતા ,બાળક આવવાને સમય તો લાગશે. તેમણે આધન મૂકીને સરસ મઝાનો કંસાર બનાવ્યો. જ્વાલા ખાવામાં ચીકણી હતી. પણ બાળકો માટે ક્યારેય રકઝક કરતી નહી. જ્વલંતના મમ્મા જે પણ આપે તે પ્રેમથી ખાતી. જ્વલંતના કુટુંબમાં પહેલી સુવાવડ સાસરે કરવાની હોય. સંયુક્ત કુટુંબ હોવાને કારણે આધુનિકતાનો વાયરો ઘરમાં કોઈને અડ્યો ન હતો. જ્વાલાએ કોઈ પણ જાતની ઝીઝક વગર માન્ય રાખ્યું.

રાતના બે વાગે જ્વલંતને ઉઠાડ્યો. ‘ઉઠ, મારે અત્યારે હોસ્પિટલ જવું પડશે’. મમ્મીએ પણ કહ્યું તું .જ્વાલાને લઈને હોસ્પિટલ જા. અમે સવારે આવીશું’.

સવારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે જ્વાલા થોડા વખતમાં સમાચાર આપશે એમ ડોક્ટરે કહ્યું. બધા બહાર બેઠા હતા . અચાનક અંદરથી રડવાનો અવાજ આવ્યો. બે સુંદર દીકરીઓનો જન્મ થયો. જ્વાલાનો નિરધાર મજબૂત બન્યો. કલાક પછી બન્ને દીકરીઓને સરસ મજાની ચાદરમાં લપેટી જ્વાલાની બન્ને બાજુ મૂકી. જ્વાલા ઘડીમાં ડાબી બાજુએ તો ઘડીમાં જમણી બાજુએ જુએ.

મનોમન કાંઇ નક્કી કર્યું. પહેલો જ્વલંત આવ્યો. બન્નેને વારાફરતી ઉંચકી વહાલ કર્યું. પછી મમ્માજીએ અંતરના આશિર્વાદ આપ્યા. હવે જતિન અને જલ્પા આવ્યા. બન્ને દીકરીઓને વારાફરતી જોઈ રહ્યા. કોને પહેલાં ઉચકી વહાલ કરીએ ?

જલ્પાએ જમણી બાજુ વાળીને જેવી હાથમાં લીધી કે જ્વાલા બોલી ઉઠી. “ભાઈ અને ભાભી એ તમારી”.

“જ્વલંત ઉદાહરણ” , જ્વલંત હસતે મુખે નિહાળી રહ્યો !



Rate this content
Log in

Similar gujarati story from Action