એકરાર
એકરાર
બેકરારીથી એકરાર કરવા મુંઝાયેલી સુધા આંગણે આવી. “હવે મને લાગે છે, હું જાત સાથે કેટલો દગો કરું છું. આ ઉમરે પણ જો મારે પેંતરા કરવા પડે તો ક્યારે હું મારી જાતને ઓળખીશ ? સત્ય કહેતાં અચાકાવું શાને ? કાઢ્યા એટલાં કાઢવાના નથી એ સત્ય છે. દુનિયા શું કહેશે ? દુનિયા તને સમજે કે ન સમજે શું ફરક પડવાનૉ છે. દુનિયામાં તું બધાને ગમે એ નામુમકીન છે. દુનિયા, દુનિયા, દુનિયા, અરે, દુનિયા એ કયા જાનવરનું નામ છે. આપણા જેવી, તમારા અને મારા જેવી વ્યક્તિઓથી બનેલી છે.”
પેલી મારી નાનપણની સખી આવીને દિલ ઠાલવી રહી. મને વળગીને રડ્યાં જ કરે. તેના ડુસકાં ઠંડા પાડવા, આગ્રહ કરીને પાણી પિવડાવ્યું. બે નાની દીકરીઓ મૂકીને તેના પતિએ ગામતરું કર્યું હતું. કહેવત હતી કે, દીકરીની મા રાણી, ઘડપણમાં ભરે પાણી.’ નસિબ સારા હતાં કે પૈસે ટકે તેને કોઈ તકલિફ પડવાની ન હતી. માત્ર માથા પરથી મોભ ખસી ગયો.
હું, સુધાને સાંત્વના આપી રહી. પણ તે એકની બે ન થઈ. ‘ચાલ આપણે ગાડીમાં ફરવા નિકળીએ, બહાર જમીશું અને આઈસ્ક્રિમ ખાઈને પાછાં આવીશું’.
‘ના, મને કશું મન નથી.’
સુધા રડવાનું અને બોલવાનું બન્ને ચાલુ રાખી રહી. ‘લોકોને મોઢે સાંભળી, સાંભળીને થાકી ગઈ. “જમાનો બદલાયો છે”. શામાટે બકવાસ કરો છે.
“માનવીની વિચાર શૈલી બદલાઈ છે. મોંઘવારીના નામે સ્વાર્થી બની ગયો છે.”
આજની ૨૧મી સદીમાં એટલે તો એ કહેવત ખોટી દીસે છે. આજે આમ મનાય છે. ‘દીકરીની મા રાણી, ઘડપણમાં મહારાણી.’ દીકરીઓ પરણે એટલે મા અને પિતાના ભાવ અને માન આસમાને જાય.’ પણ આ અભાગણીના જીવનમાં સુખનો સૂરજ ન ઉગ્યો. દીકરીઓ પરણીને ગઈ. બન્ને જમાઈઓનો ડોળો માના આલિશાન ફ્લેટ પર હતો. ફ્લેટ હતો પણ પેડર રોડ પર.' સુધા ખૂબ હોંશિયાર હતી. બન્ને દીકરીઓને સરખું ભણાવી પરણાવી. તેને થયું હાશ હવે મારે બહુ ખર્ચો નથી, જે મૂડી રહી છે તેમાં શાંતિથી જીવીશ. બન્ને દીકરીઓ પરણીને સુખી ઘરે ગઈ હતી.
મોટીના સસરાને ધંધામાં ખોટ ગઈ. સરસ મજાનો ફ્લેટ વેચી બધા કાંદીવલી ગયા. તેના વરને ધંધો કરવા પૈસા સુધાએ આપ્યા. દીકરી સંસ્કારી હતી. મા પાસેથી લેતાં શરમાતી.
‘બેટા હું નહિ હોંઉ પછી આ બધું તમે બન્ને બહેનોનું તો છે.' સમય એવો આવ્યો તેથી તું ઓછું ન લાવીશ. નીલા અને શીલા બન્નેને માની ખૂબ લાગણી. નીલાના વરનું માંડ માંડ થાળે પડ્યું ત્યાં શીલાના સાસુ ગુજરી ગયા. સસરા તો પહેલેથી ન હતાં. શીલાના જેઠ જુદા થયા. મિલકતમાં માંડ જગ્યા લેવાય તેટલા પૈસા મળ્યા. આખું ઘર વસાવવાનું. સુધા તેને પણ વણ કહ્યે બધું વસાવી આપ્યું. જેથી દીકરી, જમાઈ સુખી રહે. આમ સઘળું થાળે પડ્યું એમ નિરમીને લાગ્યું.
નિરમી અને સુધા બાળપણથી સાથે મોટાં થયા હતાં. આજે ૬૦ વટાવી ચીકેલા, એકબીજા પાસે દિલની વાત સંકોચ વગર કરતાં. હવે શું કામ જીવ બાળે છે.’ મારાથી તેને કહ્યા વગર ન રહેવાયું. તારી શક્તિ પ્રમાણે, તારાથી બનતું બધું કરે છે. તેનું રડવાનું બંધ થતું ન હતું. ખૂબ સ્વતંત્ર મિજાજની અને મન ધાર્યું કરવાની હવે તેને ફુરસદ મળી હતી. દીકરીઓ માને પ્રોત્સાહન આપવાને બદલે તેને વારતા.
સુધાને થતું, 'દીકરીઓને ખૂબ લાડ લડાવ્યા હતાં. એકલે હાથે બધી જાતની અનુકૂળતા તેમને આપી હતી. મારી ઈચ્છાઓને કદી સળવળવા દીધી ન હતી. હવે મને થોડી જીંદગી જીવવાનો અધિકાર ખરો કે નહી ?'
નિરમીથી કહ્યા વગર ન રહેવાયું, ’હવે તને કોણ રોકનાર છે ?’
સુધા હરી ફરીને એક જ વાત કરતી હતી. જે તેને અંદરથી કોરી ખાતી હતી. ’મારી બન્ને દીકરીઓ પોતાની બુદ્ધિ દોડાવ્યા વગર જમાઈઓની ચડાવી ચડી જાય છે. મને કહે છે ખોટા ખર્ચા શું કામ કરે છે. આવી મોંઘી ટ્રિપમાં અમેરિકા અને રશિયા ફરવા ન જવાય.'
‘નિરમી, તું કહે હું એમની પાસે પૈસા મગવા જતી નથી. મેં ઘરમાં એક બહેન રાખી લીધાં છે. રસોઈ અને ઘરનું બીજું પરચુરણ કામ કરે છે. છુટ્ટો રામો કપડાં, વાસણ અને ઝાડુ પોતા કરી જાય છે. સાવિત્રી બહેન મારું ધ્યાન રાખે છે. અમને બન્નેને એક બીજાની હવે આદત પડી ગઈ છે.’
‘સાંભળ આમ રડીને દુખી નહી થવાનું.” નિરમી સુધાને રડતી જોઈ શકતી ન હતી.
‘જો સાંભળ કાગડા બધે કાળા હોય છે. આજના સમયમાં દીકરીઓ કે વહુઓ ખૂબ સ્વતંત્ર મિજાજની હોય. આપણી ઈજ્જત સાચવે એટલે બસ. બાકી બોલીને વાતનું વતેસર થાય. ફરિયાદ કરવી તો કોને અને કોની ? વિચારજે. બસ સાનમાં સમજી જા.' નિરમીએ ડહાપણ ભર્યા શબ્દોમાં સુધાને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો.
‘જ્યારે આપણો સમય આવશે ત્યારે ચાલવા માંડવાનું. તારું મન હળવું કર અને આજે અહીંજ રાત રોકાઈજા.’
નિરમીને રોકાવા માટે જરાય વાંધો ન હોય. અમે બન્ને વાતે વળગ્યા. તેના મગજમાંથી વિચારો ખસતા ન હતાં. રાતના મારા રૂમમાં આવી કહે, 'તને દિલની વાત કહું. આજે, કેમ હું ખૂબ નારાજ હતી.’
નિરમીએ વહાલથી કહ્યું. ‘તારા દિલની વાત જાણવા તો તે રોકાવાનો આગ્રહ કર્યો ને મેં હા, પાડી હતી.’
સુધા પાછી રડી પડી, ‘મોટો જમાઈ વહાલથી કહે છે, તમે અમારી સાથે રહેવા આવી જાવ. તમે ઘરમાં સાથે હશો તો અમને ગમશે.’
‘નિરમી તેમનો ઈરાદો બદ છે. મારો ફ્લેટ વેચું જેના કરોડો રૂપિયા આવે છે. તેમના પર બન્ને દીકરી અને જમાઈનો ડોળો છે. તું કહે હું શું કરું ? આ દ્વિધા મને સતાવે છે.’
નિરમી ચમકી ગઈ. તેને થયું,' સારું છે, મારે બાળકો નથી !’
જુવાનીમાં ઘણા પ્રયત્નો કર્યા. નાકામયાબ રહ્યા. હવે આ ઉમરે બાળકો પોત પોતાની જીંદગીમાં સ્થિર થયા હોય એવા મિત્રો પણ એકલાં જ રહે છે ને ? શામાટે અફસોસ કરવો. એકલા આવ્યા હતાં એકલા જવાના. જો ને સુધા પણ એકલી છે ! બે દીકરીઓ હોવા છતાં પણ !
સુધાને સમજાવવામાં નિરમી કામયાબ રહી. ખૂબ આનાકાની કરી પણ અંતે સુધાને નિરમીની વાત વ્યાજબી લાગી. સુધાના પતિની હયાતી વાળો આલિશાન ફ્લેટ વેચીને બે બેડરૂમનો ફ્લેટ લેવાનું વિચાર્યું. પેડર રોડ પર જ બીજો ફ્લેટ લીધો. તો પણ લગભગ ૧૦ કરોડ રૂપિયા બચતા હતાં.
સુધાને સહેલી પાસે એકરાર કર્યાના ખૂબ આનંદ થયો.