આજે મારે રમવું છે !
આજે મારે રમવું છે !
સંદીપની ધિરજ ખૂટી ગઈ. આજે મન મક્કમ હતું. સંદીપ સોલંકી ઘરેથી નિર્ધાર કરીને આવ્યો હતો. કોઈ પણ હિસાબે આજે કોચના મુખેથી ના સાંભળવાની તેની તૈયારી ન હતી.
‘કોચ, હું છેલ્લા બે અઠવાડિયાથી રમાતી ક્રિકેટની મેચમાં ‘એકસ્ટ્રા’ તરિકે હોવાથી રમ્યો નથી. આજે જીવ સટોસટની રમત છે. તમારે મને રમવા મોકલવો પડશે!'
એક મિનિટ તો કોચ અને એમ્પાયર સ્તબ્ધ થઈ ગયા. 'આજે આ મગને પગ ક્યાંથી આવ્યા?' સંદીપ ક્યારેય આગ્રહ ન રાખતો. રમવામાં કુશળ હતો, છતાં કોને ખબર કેમ કોચ તેની અવગણના કરતો.
‘અરે, પણ તું છેલ્લી દસ ગેમમાં રમ્યો નથી”.
‘તો શું થયું?' આવા સખત જવાબની અપેક્ષા ન હતી.
align-justify">તેના મનની મક્કમતા જોઈને કોચે તેને રમવાની હા પાડી.
આજની ગેમમાં સંદીપે છેલ્લી ઓવરમાં બધા છક્કા માર્યા. છેલ્લો છક્કો તો તેમની ઘણા રનથી જીત અપાવી ગયો.
કોચે કૂતુહલતા શમાવવા પૂછ્યું, ‘સંદીપ આજે ખાસ શું હતું.'
‘આજે મારા પિતાજી નથી આવ્યાને એટલે’.
‘કેમ આજે નથી આવ્યા?’
“તેમનો દેહાંત થયો.”
કોચ સર, તેઓ દર વખતે મને સાથ આપવા આવતા હતા. ગયા શુક્રવારે ગુજરી ગયા. આજે સોમવારે તેઓ મારી મેચ નિહાળી રહ્યા છે.
તેમણે છેલ્લા દસ વર્ષથી અકસ્માતને કારણે આંખો ગુમાવી હતી.!