બુકાની
બુકાની
મમ્મી, આજે આ માસ્ક પહેર્યા વગર જાંઉ તો ચાલશે? (બુકાની)
બેટા, તું ભલે નાની રહી ! કોરોના તને પૂછશે નહી કે તું નાની છે એટલે તને નહી વળગું ?
'મમ્મી, મને ગુંગળામણ થાય છે. જો એક માખી પણ બેસે તો આપણને ન ગમે તો આ માસ્ક ?
તારી મરજી, પછી કહેતી નહી મમ્મી તેં મને ચેતવી ન હતી !
પપ્પા, કાંઈ પણ કહેવા મોઢું ખોલે એ પહેલાં નિરાલી ઘરની બહાર કોલેજ જવા નિકળી ગઈ.
જાણે બે મહિનાથી જેલમાં ન હોય !