Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sangita Dattani

Tragedy Action Inspirational

4.5  

Sangita Dattani

Tragedy Action Inspirational

જીવનદાતા

જીવનદાતા

2 mins
335


મમ્મી ઓ મમ્મી ક્યાં છો તમે ? પપ્પા તો ૮ વાગ્યામાં જ સૂઈ જતા હતા એટલે અભય મમ્મીના નામની બૂમો પાડતો હતો. 

કોઈ જવાબ ન મળતા અભય જોવા લાગ્યો કે આગ ક્યાં લાગી છે ? કંઈ પણ વિચાર્યા વગર ફાયર બ્રિગેડને ફોન કર્યો અને ફક્ત પાંચ જ મિનિટમાં ફાયર બ્રિગેડ આવી પહોંચી. 

દરવાજો ખુલ્લો જ હતો તેથી અગ્નિશામક ટીમનો ઘણો સમય બચી ગયો. એક માણસ તરત જ ઉપર દોડ્યો અને અભયના મમ્મી પપ્પાને ઉઠાડવાની કોશિશ કરી. મધ્યરાત્રીની પહેલી નીંદરમાંથી સુહાની જાગી તો ગઈ પણ પગ જમીન પર પગ મંડાતા ન હતા. "અરે આ શું થઈ ગયું છે, મને કંઈ જ દેખાતું નથી !"

વધારે કંઈ વિચારે તે પહેલા એક માણસ તેનો હાથ પકડીને બહાર લઈ આવ્યો હતો. શિવલાલભાઈને પગે પોલિયો હોવાથી એક ટીમ મેમ્બરે લગભગ તેડી જ લઈને નીચે ઉતાર્યા અને બહાર એમ્બ્યુલન્સમાં બેસાડી દીધા હતા. 

આ જોઈને અભય પણ જરા હચમચી ગયો. યુનિવર્સિટીના છેલ્લા વર્ષમાં હોવાથી ખાવા પીવા વાંચવાનું વગેરે યુનિવર્સિટીના કેમ્પસમાં જ કરતો હતો. મોટેભાગે સવારે ચાર વાગે ઘરે આવીને નાહી ધોઈને સૂઈ જતો. ફરી પાછો ૮ વાગે ઊઠીને નાસ્તો કરીને યુનિવર્સિટી જતો રહેતો. 

એ દિવસે અભય જરા વહેલો આવ્યો હતો. કદાચ કુદરતનો સંકેત હશે ! બીજી ચાર ફાયર બ્રિગેડ શેરીમાં આવીને ઊભી રહી ગઈ. રાતના બે વાગ્યાનો સમય હતો. પચાસ ઘરની શેરીમાં લગભગ બધાં ઘરોમાં લાઈટ ઓન થઈ ગઈ હતી અને બધાં બહાર નીકળી આવ્યાં હતાં. પોતાનું ઘર તો સલામત છે ને ! એમ વિચાર કરીને આગળ પાછળ નજર પણ ફેરવી લેતાં હતાં.

પૂરા પાંચ કલાક પછી ફાયર બ્રિગેડ ઈલેક્ટ્રિસિટી, ગેસ અને પાણી બંધ કરીને ચાલી ગઈ. ઘરમાં કોઈને પણ ન રહેવાનો આદેશ પણ આપ્યો હતો. પણ અભયને ફાઈનલ પરીક્ષા હોવાથી તે હવે ઘરે જ રિવાઈઝ કરતો હતો. તેને પોતાનું જન્મસ્થાન છોડીને ક્યાંય જવું ન હતું. શિવલાલ અને સુહાની મને-કમને ઇન્સ્યોરન્સ કંપનીએ આપેલ હોટલનાં રૂમમાં જતાં રહ્યાં. સુહાનીએ તો ચાર પાંચ દિવસો જેમ તેમ કરીને કાઢી નાખ્યા પણ શિવલાલ ભાઈને તો રાત્રે નીંદર જ ન હતી આવતી. કારણ કે આ ઘર તેમની માતાએ તેમને ભેટમાં આપેલું હતું. 

બરાબર છઠ્ઠે દિવસે શિવલાલભાઈ અને સુહાનીએ ઘરમાં પ્રવેશ કર્યો. શિવલાલભાઈ આમ તેમ જોવા લાગ્યા. અભય આરતીની થાળી લઈને ઊભો હતો અને મમ્મી પપ્પાને આરતી ઉતારી રહ્યા પછી કહ્યું, "વેલકમ હોમ મમ્મી પપ્પા."

ઘરમાં પ્રવેશ કરતા સુહાની બોલી ઊઠી, "અભય, આ આપણું જ ઘર છે ને ?"

"હા, મમ્મી આપણું જ ઘર છે. ઇન્સ્યોરન્સ કંપનીએ તાત્કાલિક રીનોએટ કરાવી દીધું છે."

 તે રાત્રે સુહાની સૂઈ ન શકી તે વિચારી રહી કે, મેં અભયને જન્મ આપ્યો છે કે અભય મને ! તેના પપ્પાને યોગ્ય સમયે આવીને પુનર્જન્મ આપ્યો છે.

તે મનોમન ફાયરબ્રિગેડ, એમ્બ્યુલ્સ, હોસ્પિટલ, સ્ટાફ હોટલમાં સેવા આપતા બધા જ લોકોને પણ વંદી રહી. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy