Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Drama Thriller

3  

Mariyam Dhupli

Drama Thriller

પ્રવેશ

પ્રવેશ

2 mins
3.7K


લોહીલુહાણ દીકરો આઈ સી યુ માં પડ્યો હતો,

"ડોક્ટર ક્યાં છે? ડોક્ટર ક્યાં છે?"

શહેરના પ્રખ્યાત નેતાનો કડક અવાજ હોસ્પિટલને ગુંજાવી, ધ્રુજાવી રહ્યો હતો.

સામે છેડેથી ડોક્ટર એની ટુકડી જોડે ધસી આવ્યો.

ડોક્ટરનો ચ્હેરો જોતાજ નેતાના ચ્હેરા પર પરસેવો બાઝી ગયો.

આઈ સી યુ ના દરવાજા આગળ ડોક્ટરનો રસ્તો અવરોધતા નેતાએ પોતાના મોબાઇલમાંથી એક જૂનો નંબર લગાવ્યો.

સામે છેડેથી કોલ રિસીવ થયો.

" યસ, ડોક્ટર શ્રીનીવાશ હિયર."

ડોક્ટર શ્રીનીવાશને પોતાનો પરિચય કરાવતા નેતાના શબ્દોમાં આજીજી ઉભરાઈ રહી.

" મારો દીકરો આઈ સી યુ માં છે. લોહી ખુબજ વહી ગયું છે. પ્લીઝ...."

" હું શીઘ્ર પહોંચું છું. કઈ હોસ્પિટલ? "

નેતાના અવાજનો ગ્રાફ તરત જ નીચે તરફ ઢળી પડ્યો.

" એ જ હોસ્પિટલ જ્યાં ....."

વાક્ય સમાપ્ત ન થઇ શક્યું. અધુરા જ વાક્યથી બધીજ માહિતી મળી ગઈ હોય એ રીતે યુવા ડોક્ટર શ્રીનીવાશ અતિ શીઘ્ર પોતાની ફરજ તરફ શહેરની જાણીતી હોસ્પિટલની દિશામાં દોટ મૂકી રહ્યા.

આઈ સી યુ સામે ઉભો નેતાના સંબંધીનો દીકરો ડોકટરના પરિવેશમાં મોઢું સીવી ઉભો હતો.

આજે એને આઈ સી યુ માં પ્રવેશવાની પરવાનગી એટલી સરળતાથી મળી શકે જ નહીં જેટલી સરળતાથી થોડા વર્ષો પહેલા આ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે પ્રવેશવાની મળી

હતી.

એ સમયે તો ડોક્ટર શ્રીનીવાશને પોતાની મેરીટ ફાઈલ થામી ચુપચાપ અહીંથી નીકળી જવું પડ્યું હતું.

સંબંધોની રાજનીતિ મેદાન મારી ગઈ હતી, આરક્ષણ ના હથિયાર થકી.

પરંતુ આજે આઈ સી યુનો પ્રવેશ સંપૂર્ણ પણે મેરીટ પર જ આધારિત હતો.


Rate this content
Log in

Similar gujarati story from Drama