Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mrugtrushna Tarang

Classics Fantasy

4  

Mrugtrushna Tarang

Classics Fantasy

દિવ્ય દૃષ્ટિધારી

દિવ્ય દૃષ્ટિધારી

11 mins
247


"હે ઈશ્વર ! આ ત્રિગણધારીની સઘળી મનોકામના પૂરી કરજો બાપ્પા !"

"સાવ સાચી વાત કહી હોં ગોર બાપ્પા !" કહી મંછા ડોશીએ બે હાથ જોડી નતમસ્તક સ્વયંભૂને સાષ્ટાંગ પ્રણામ કરવાનો પ્રયાસ કર્યો. ત્યાં એ ત્રિગણધારીએ ષષ્ટિ હસ્તે એમને બેઠાં કર્યા.

"અને, અને, આમ જ એમની દિવ્ય શક્તિ (સુપર પાવર)થી અમારાં સહુનું ભલું કરજો ભોળા ભવાની, શિવશંભો !"

"ભોળાનાથે તમારી અને મારી બંન્નેવની લાજ રાખી. નારેશ્વર મૃત્યુને હાથતાળી દઈ પાછો આવ્યો એ તમારી ને ફક્ત તમારી જ કૃપાથી શક્ય બન્યું છે નહિંતર ન થવાનું થઈ જાત અને હું મંછા ડોશી, નારેશ્વરનાં માઇ બાપને ઉપર જઈ હું શું મ્હોં દેખાડત !"

ભોળા ભાવે આખો ય સંવાદ સાંભળી રહેલાં ગજબિશન ઉર્ફ ગૅબી, જયકિશન ઉર્ફ જેકી અને રાસમિશન ઉર્ફ રેમીને કંઈક અંશે ગૂઢ રહસ્ય જેવું ભાસ્યું. પણ, એ રહસ્ય શું કે પછી કોઈ ભ્રમ એ જાણવા માટે તેઓએ અક્કલકોટમાં નિવાસ કરવાનો વિચાર માંડી વાળ્યો. અને એક ફર્લાંગ દૂર આવેલ ટેકરી પાસેનાં સ્વયંભૂ શિવજીનાં મંદિરની તળેટીમાં તેઓ રહેવા જતાં રહ્યાં.

તે દિવસે થોડો ઘણો આરામ કરી એ ત્રિગણધારી સાંજ કોરે ગામમાં ફરવા નીકળ્યાં. અને ત્યાં, કેટલાંક ભરવાડોને ઘટિત ઘટના બાબતે ચર્ચા કરતાં સાંભળ્યાં. એ ભરવાડોની ભાષા સમજવામાં થોડી ઘણી તકલીફ પડવા લાગી એટલે એમને છોડી તેઓ આગળ વધ્યાં. ગામને ચોતરે કેટલાંક લોકો આ અક્કલકોટ વિશેનો ઇતિહાસ બાળકોને સમજાવી રહ્યાં હતાં.

ત્રિગણધારીમાંથી ગજબિશન અને રાસમિશન ઉત્કંઠાવશ તે બંને વડની વડવાઈઓ વચ્ચે ઝુલા ઝૂલતાં ઇતિહાસ સાંભળવા બેઠાં. જયકિશનને ઇતિહાસમાં ઓછો રસ એવું નહીં પણ, અત્યારે એને ગઈકાલે શું ઘટિત થયું એ જાણવાની ઇંતેજારી વધુ હતી. પણ, બહુમતી નિર્ણય સામે એણે હાર માનવી પડી અને એ સિવાય બીજો કોઈ વિકલ્પ પણ તો નહોતો. ત્રણેવ ત્રિગણધારી હતાં. એને શ્રાપ સમજવો કે વરદાન એ તો આવનાર દિવસો જ જણાવશે. આપણાં રામગઢનાં અક્કલકોટમાં ડેલા પાસે એક કુટુંબનાં પાંચેક ઘર હતાં. બાકીનાં ઘરોમાં અનાજનાં કોઠાર હતાં.

પાંચેય કુટુંબીઓ વચ્ચે સાતેક પેઢીથી સારો એવો સંબંધ કેળવાયેલો હતો. તેમ આજનાં યુગમાં પણ ઠીક ઠીક કરતાં પણ સારો કહી શકાય એવો આવનજાવનનો ઘરોબો તો જળવાયેલો જ હતો. આ પાંચેય કુટુંબો વચ્ચેનો સંપ કદાચ ઈશ્વર પણ જાળવવા કે પછી પરીક્ષા લેવા માંગતા હોય એમ પાંચેય ઘર વચ્ચે એક જ નારેશ્વર હતો, અને બાકીનાંઓને ત્યાં મળીને સાત દેવી (કન્યા)ઓ હતી. સહુનો લાડકો નારેશ્વર સાતેય બહેનોને અતિ વ્હાલો અને નારેશ્વર માટે પણ એની બહેનો વિશેષરૂપે પ્રિય. રામગઢ ગામને પાદરે એક પ્રાથમિક શાળા હતી. નારેશ્વરની ત્રણ નાની બહેનો એ પ્રાથમિક શાળામાં ભણતી હતી. અને એ પોતે તેમજ એની ચારેય બહેન માધ્યમિક તથા બાકીનાં નવયુવાઓ ઉચ્ચ માધ્યમિક શાળામાં ભણતાં હતાં. અને એ માટે એમને બીજે ગામમાં આવેલ ઉચ્ચ માધ્યમિક શાળામાં નદી પાર કરી જવાનું રહેતું.

ગામનાં સર્વ બાળકો એકસાથે જ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાએ જતાં ને આવતાં પણ. જો કોઈ એકાદને કંઈ કારણસર મોડું થવાનું હોય તો એ એક માટે સહુ કોઈ રોકાતાં, ગમે તેટલું મોડું થાય પણ, સહુ સાથે જ આવતાં. જાણે એક નિયમ જ પડી ગયો હોય ! શ્રાવણ મહિનામાં એક વરસાદી સાંજે માધ્યમિક શાળામાંથી પાછા ફરતી વખતે ગાંડીતુર થયેલી નદી પોતાનો કાંઠો તોડી આડેધડ બસ વહે જતી હતી. બાળકોને તો મજાહ પડી ગઈ ઝરમર વરસતા વરસાદમાં ન્હાવાની. પણ, યુવકોને ફિકર થવા લાગી. નદી પાર કરી પોતાને ગામ કેવીરીતે પહોંચશું? આસપાસ નૌકાઓ તો ઘણી હતી. પણ, કોઈ નાવિક નદી પાર કરી આપવા તૈયાર નહોતાં, નદીમાં ઘોડાપૂર પાણી પણ તો ઉછળી ઉછળીને વહેતુ હતું.

એવામાં નારેશ્વરની ચારેય બહેનોએ થોડીવાર એજ ગામમાં થોભી જવાનું સૂચન કર્યું. નારેશ્વરને ય ઘરે જવાની કોઈ તાલાવેલી નહોતી, પણ, કોઈ અજ્ઞાત સંકેત મળતો હોય એમ એને વારે ઘડિયે આસમાનમાં તો ઠીક પણ ભૂમિ પર તથા હવામાં ય તરંગીત એવાં મેઘધનુષ દેખાઈ રહ્યા હતાં. શરૂઆતમાં એને ભ્રમ થયો હશે એવું લાગ્યું. પણ, પછી એ મેઘધનુષી રંગો નાચતા હોય એવો ભાસ થવા લાગ્યો. એટલે એણે પોતાની બહેનોને એ બાબતે વાત કરી. ચારેય બહેનો સિવાયનાં યુવકો તથા અને યુવતીઓને એ વાત સાંભળી હસવું આવ્યું. અને તેઓ ખડખડાટ હસી પડ્યાં.

એ જ હાસ્ય બિહામણું થઈ એમની સામે અટ્ટહાસ્ય કરવા લાગ્યું. મેઘધનુષી રંગો નારેશ્વર તથા એની બહેનોના ભીનાં વસ્ત્રો પર પોતાનાં રંગો વિખેરી એને કોરાકટ કરી બાકી સહુ સામે ભયજનક આકારોમાં તાંડવ નૃત્ય કરવા લાગ્યાં. સહુ ડરના માર્યા નારેશ્વર સામે જોઈ વિનંતી કરવા લાગ્યાં, "નારેશ્વર, અમને માફ કરી દે. અમે તારી ઠેકડી ઉડાડી. બસ, તું અમને માફ કરી દે, એટલે, આ ભયાવહ અટ્ટહાસ્ય અને તાંડવ નૃત્ય કરી રહેલા મેઘધનુષી રંગો અમારો જીવ જોખમમાં ન નાંખે."

યકાયક વીજળી ચમકી. વાદળોના ગડગડાટથી કે પછી કોઈ આકાશી પુંજ નારેશ્વરનાં મસ્તિષ્ક પર આવી ત્રાટક્યો અને કુલદિપ પોતાની શુધબુધ ખોઈ બેઠો અને કેટલીક ક્ષણોમાં એ ધરાશાહી થઈ ગયો. ધડામ દઈને અવાજ આવતાં સહુ ગભરાયા. શું કરવું, શું ન કરવું, બધું જ સમજણની બહારની ઘટના હતી. બાર તેર જણાનાં સમૂહમાં નારેશ્વર બાદ યજ્ઞ જ મોટો હતો. બાકી બધાં ઉંમરમાં નાના હતાં. અને, નારેશ્વરની બહેનો લગભગ એકસરખી ઉંમરની હતી. બે ચાર મહિના આગળપાછળ ઘણો સમય થયો હશે કે નારેશ્વર પર પડેલી બીજી વીજળી સાથે એક ચમકારો થયો, અને, કુલદિપ સફાળો બેઠો થઈ ગયો. વરસાદનું જોર પણ ઓછું થવા લાગ્યું હતું. એટલે સહુ કોઈએ વિચાર્યું કે નાવિકોને વિનંતી કરીશું તો કદાચ માની જશે.

નારેશ્વરને પહેલા તો કંઈ સમજાયું નહીં કે, મારાં માફીનો સવાલ જ ક્યાં ઉદ્દભવે છે ! મેં તો એમને દોષી માન્યા જ નથી. તો પછી, આ બધું શું છે? તેમ છતાં એની બહેનોના કહેવાથી એણે હવામાં બે હાથ ઊંચા કરી શિવશંભુ ભોલેનાથનું આહ્વાન કર્યું. અને વિનંતી કરી,

"હે શિવશંભુ, ભોલેનાથ ! બાળ સહજ સ્વભાવમાં મારાં મિત્રો થકી આપની લીલાનું અપમાન થયું હોય એવું આપને લાગ્યું એ બદ્દલ અમને સહુને ક્ષમા કરો પ્રભુ !"

નદીની ગતિ ધીમી પડવા લાગી. ડૂબી ગયેલા કાંઠા દેખાવા લાગ્યાં. નાવિકો ય બે હાથ જોડી આસમાનમાં આભાર વ્યક્ત કરવા લાગ્યાં. સહુ મિત્રો તથા સહપાઠીઓ નારેશ્વર પાસે આવી બે હાથ જોડી ક્ષમા માંગવાની મુદ્રામાં એની આસપાસ ગોળાકારમાં બેસી ગયાં. અને ત્યાં યકાયક નારેશ્વરને પોતાની નજરમાં એક કાળો લાંબો મગર દેખાયો. જે એમની તરફ જ જોઈ રહ્યો હતો. કદાચ, આક્રમણ કરવાનાં હેતુથી જ સ્તો ઉછાળા મારી રહેલી નદીનો તટ ઓસરવા લાગ્યો હતો. એવામાં આ મગર પોતાનો માર્ગ ભૂલ્યો હોય એમ નદીમાં તરવાને બદલે કિનારો છોડી ધીમી પણ મક્કમ ગતિએ એમની તરફ ગતિમાન થયો. અને, નારેશ્વરે ફરી બે હાથ જોડી શિવશંભુ બાદ ખોડિયાર માઁની સ્તુતિ આરંભી અને સાક્ષાત ખોડિયાર માઁ પ્રગટ્યા.

"વત્સ, મારાં વાહનથી ગભરાયા વગર તે મારું સ્મરણ કર્યું. તેમ, તે બાળકોને તેમજ નાવિકોને એ બાબતે જાણ ન કરતાં મારાં પર વિશ્વાસ દાખવ્યો એટલે તને એક વરદાન આપું છું જે તું તારાં સંકટકાળે ઉપયોગમાં લઈ શકીશ. પરંતુ, એ તારી સ્મૃતિમાં ત્યારે જ ઉજાગર થશે કે જ્યારે તારાં થકી લોકોનું ભલું થતું રહેશે. અને યોગ્ય સમયે ત્રિગણધારી તારી મદદે આવશે. તથાસ્તુઃ !"

નૌકામાં બેસી નદી પાર કરવા સમયે નાવિક, બાળકો તથા નવયુવા વર્ગને પહેલીવાર પેલો મગરમચ્છ દેખાયો. સહુ ગભરામણમાં ચીસો પાડવા લાગ્યાં. નારેશ્વરની જાણ બહાર એક બાળકનું દફતર પાણીમાં પડી ગયું. પણ, મગરમચ્છનાં ભયથી એ બાળકે કોઈને કશી વાત ન કરી. નદી પાર કર્યા બાદ સહુ બાળકો તથા નવયુવા વર્ગ પોતપોતાના ઘરે જતાં રહ્યાં. મુશળધાર વરસાદને કારણે બે દિવસ શાળા બંધ રહી. ત્રીજે દિવસે જ્યારે શાળાએ જવાનો વારો આવ્યો પેલા બાળકનાં ઘરેથી રોકકળનો અવાજ સાંભળી નારેશ્વર અને બાકીનાઓ એને તેડવા ગયાં. ત્યારે દફતર ખોવાઈ જવાની બાતમી જાણી.

સહુ નદી કિનારે પહોંચ્યાં. એટલે નારેશ્વરે એ બાળકનાં બંને હાથની હથેળી પરની રેખાઓ પર પોતાનો હાથ ઘસવાનું શરૂ કર્યું કે ધીમે ધીમે બે દિવસ પહેલાં ક્યા સમયે અને કઈ પરિસ્થિતિમાં એ દફતર એનાં હાથમાંથી સરકીને નદીનાં પટમાં એક કાળી શિલા ઉપર દફતર જેમનું તેમ પડેલું દેખાયું. નારેશ્વરે ખોડિયારમાનું આહ્વાન કર્યું અને એક તરફથી શિલા ઉપર આવતી ગઈ ને બીજી તરફથી નારેશ્વરે પોતાનો હાથ પાણીમાં નાંખ્યો અને દફતર હાથમાં આવી ગયું.

બાળકો સહિતનાં સહુનાં મુખ પર અચરજભર્યા હાવભાવ સાથે આભારવિંત લાગણી પણ ઉમટી આવી.

ગામ આખામાં નારેશ્વરની જાદુઈ કરામત પ્રખ્યાત થઈ ગઈ. કૃષ્ણ જન્માષ્ટમીનાં દિવસે ગાય-ભેંસ ચરાવવા ગયેલાં ગોવાળોમાંથી એક ગોવાળ ગાય સાથે લાપતા થઈ ગયો. ઘરવાળા પરેશાન થઈ ગયાં. વર્ષોથી ગાયો ચરાવવા જવા બાદ પણ આજે કેમનો એ રસ્તો ભૂલી શકે ! આખી રાત શોધ્યો ન જડ્યો. બીજે દિવસે દહીં હંડીનો કાર્યક્રમ અને કૃષ્ણ બનતો એ બાળ ગોવાળ જ ગાયબ !

વાયરા વાયા ને નારેશ્વરને કાને વાત પહોંચી. નારેશ્વરે ગોવાળની કામળીને પોતાનાં બંને હાથમાં પકડીને વીંટાળી, ને એક ગાયનાં વાછરડાને ભેંટી આશ્વાસન આપવા જતામાં બાળ ગોવાળ જંગલમાં ક્યાં ફસાયો છે એ સ્થળ જડી ગયું. નારેશ્વરે પોતાનાં સહપાઠીઓ સાથે શિવાલય વાળી ટેકરીની પાછળની બાજુએ આવેલ નદીના વહેણની વિપરીત દિશામાં ચાલવાનું શરૂ કર્યું અને ધોધમાર વરસાદથી પડી ગયેલા ભેખડ નીચે દટાયેલ ગોવાળ અને એની ગાયો મળી આવ્યાં. ગામનાં લોકો માટે નારેશ્વર દેવદૂત બની ગયો. સહુનાં મુખે બસ એક જ વાત રમ્યા કરતી,

"દેવનો દીધેલ નારેશ્વર,

સહુનો સહારો નારેશ્વર.

દુઃખ દર્દ દૂર કરનાર નારેશ્વર

સુખ શાંતિ ધરનારો નારેશ્વર ! !

જુગ જુગ જીવે આપણો નારેશ્વર ! !"

કેટલાક દિવસો આમજ પસાર થઈ ગયાં. શારદીય નવરાત્રી ટાણે ત્રિગણધારી એક સાધુસંતોનાં સંઘ સાથે આ ગામમાં ઉતર્યા. એમનું રૂપ જોઈ સહુ અચંભિત થઈ ઊઠ્યાં. સાધુસંતોની સેવા માટે ઘર દીઠ ભોજનની વ્યવસ્થા નક્કી થઈ ગઈ. નવરાત્રિ દરમિયાન હવન વિધિ આરંભાઈ અને સહુ સાધુસંતોની વાણી સાંભળી મંત્રમુગ્ધ થવા લાગ્યાં. આસપાસનાં દસ બાર ગામમાં વાર તહેવારે મુખ્યત્વે એક જ વિષય ચર્ચાનો ગાજવા લાગ્યો હતો. નારેશ્વરની સેવાવૃત્તિ અને જાદુઈ કરામત.

સાધુસંતોનાં આગમન બાદ પણ એ રટણ ધીમું ધીમું ગણગણાટ કરતું, પણ, કરતું નક્કી ધીમો ધીમો ગણગણાટ સાંભળી ગુરૂજનોએ ગ્રામિણ જનતાને એ બાબતે સ્પષ્ટતા કરવા કહ્યું. ગ્રામ્ય વિસ્તારમાં લોકો નારેશ્વરનાં વખાણ કરતાં થાકતા નહોતાં. જાણે, કૃષ્ણ, રામ, શિવજી બાદ ચોથું પૂજનીય જો કોઈ હોય તો એ નારેશ્વર જ હતો ! રામનવમીને દિવસે રામરથ હાંકવા માટે નારેશ્વરની નિયુક્તિ કરવામાં આવી. કેટલાંક લોકોને નારેશ્વર પસંદ હોવા બાદ પણ એને આપવામાં આવેલું ઈશ્વરીય ઊંચું સ્થાન પસંદ ન પડ્યું. અને, એને નુકસાન પહોંચાડવાનો કીમિયો એ કેટલાક વિશેષ ગણાતા લોકોએ વિચારી લીધો.

અન રામનવમીની આગલી રાતે અષ્ટમીનો હવન પૂર્ણ થયાં બાદ નારેશ્વરની નાની બહેન સોનબાઇ ઘરે ઘરે આરતી તથા પ્રસાદી વહેંચવા ગયેલ તે પાછી જ નહોતી ફરી. પાંચેય ઘરનાં સહુ સદસ્યો હેરાન પરેશાન થઈ ગયાં. પાંચસોથી ય ઓછા ખોરડાંવાળું ગામ. એમાં એક આઠેક વર્ષની બાલિકા ખોવાઈ જાય, એ તો માછલીઓની આકાશમાં તરવા જેવી અશક્ય બાબ હતી. પણ, નારેશ્વરની એ બહેન ગામમાં નહોતી એ સત્ય ઘટના બની હતી. અને, નારેશ્વર એને શોધવા માટે આકાશ પાતાળ એક કરવાની તજવીજમાં લાગી ગયો. બાકી સહુની કોશિશો ય અસફળ થતી નજરે પડવા લાગી.

મંછા ડોશી, પોતાનાં એકનાં એક પૌત્ર નારેશ્વરને પૌત્રી સોનબાઇને એકલા શોધવા જવા માટે આનાકાની કરવા લાગ્યાં. પણ, નારેશ્વર સહુની સૂચનાઓ અવગણી સોનબાઈને શોધવા એકલો જ નીકળી પડ્યો.

આ તરફ મંછા ડોશીને પેલા ત્રિગણધારી મળ્યાં. ગામનાં લોકો પાસેથી ત્રિગણધારી વિશેની ઘણી બધી વાતો સાંભળી હતી. ત્રિદેવ સમ ગણાતા એમને બ્રહ્મા - વિષ્ણુ - મહેશ જેવાં દેવોનો અવતાર માની મંછા ડોશી રડતાં રડતાં પોતાની પૌત્રી સોનબાઈ અને પૌત્ર નારેશ્વર માટે કરગરવા લાગ્યાં. માનવ હૃદય બધાનું એક સરખું જ હોય ! સાધુસંતો પણ તો માનવાવતાર જ ખરાં ! ત્રિગણધારીએ નારેશ્વરની નાની બહેન સોનબાઈને શોધી લાવવાનું વચન આપ્યું અને નદીનાં વ્હેણની વિપરીત દિશામાં શોધખોળ શરૂ કરી. જ્યારે મવાસીઓએ નદીનાં વહેણની તરફેણમાં શોધ શરૂ કરીને બંને દિશાને પોતાને હસ્તક રાખી. યુવા વર્ગ નદી પાર કરીને બીજે ત્રીજે ગામે પણ શોધવા લાગ્યાં. રામ નવમીનો દિ' ઊગ્યો રથયાત્રા આરંભવાનો સમય થઈ આવ્યો. હજુ પણ કુલદિપ પાછો ફર્યો નહોતો. ગ્રામ પંચાયતના સદસ્યોના બહુમતે રથયાત્રા આરંભ કરવામાં આવી અને કાવતરું કરનારાઓનાં હૃદયમાં ટાઢક વળી કે એમને તથા એમનાં અનુજોને લાભ મળ્યો ખરો રથ ખેંચવાનો

રથની આગળ તરફ કાવતરાખોરોનાં અનુજો હતાં જ્યારે પાછળ કોઈ છે કે નથી એનો લગીરે વિચાર સુધ્ધાં ન કર્યો. પણ, રથયાત્રા સફળતાપૂર્વક હંકાઈ રહી હતી અને ગામતરેથી સીમ ફરીને શિવાલયની આસપાસનાં વિસ્તારમાં ય ફરી વળી. પાછી ગામની મધ્યમાં આવેલ કાળારામ મંદિરનાં પ્રાંગણમાં એનાં નિયત સ્થાન પર આવવા પહેલા જ એ આપોઆપ સ્થિર થઈ ગઈ. તસુભાર પણ હલવા તૈયાર નહીં.બધી બાજુએથી પ્રયત્ન કરી જોયો પણ આગળ કે પાછળ ચોફેર ફરવા તૈયાર નહીં. જાણે જમીનમાં જ ધસી ગઈ હોય ! અત્યાર સુધી વ્યવસ્થિત ચાલેલી રથયાત્રામાં યકાયક શું થઈ ગયું ! કોઈ કરતા કોઈ સમજી શક્યું નહીં. રથ એનાં સ્થાને મૂકવો જરૂરી હતો. અને તો જ રથયાત્રા પૂર્ણ થઈ મનાતી. રથયાત્રા અપૂર્ણ ન રખાય ! હવે શું કરવું ! સાધુસંતો તેમજ ગુરૂજનોને બોલાવી એનો ઉપાય શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો. દરેકેદરેક ઉપાય વિફળ જવા લાગ્યાં. ત્યાં એક પાઘડીધારી નવયુવતીએ ઘેર લાલ રંગનો ગમછો પોતાનાં ગળામાં લપેટયો અને તત્પશ્ચાત એ ષડયંત્ર રચનારનાં કંઠે સામસામે બાંધ્યો કે તરત જ રથનાં પૈડાંઓની ખરીઓ વાંકીચૂકી થવા લાગી.

કાવતરું કરનારાઓનાં કંઠે ગલગોટાનાં ફૂલોનો હાર કસાવા લાગ્યો તેઓની ગભરામણ વધવા લાગી પણ, કોઈ કશું જ સમજી ન શક્યાં. અને યકાયક, એમની હથેળી પરની રેખાઓ દ્વારા એમણે કરેલા કુકર્મો એમનાં જ કપાળ પર અંકિત થવા લાગ્યાં. કે જે ત્યાં ઊભેલાં એકેયને ન ઉકેલાયા. શિવાલયની પછવાડે સોનબાઈને શોધી રહેલ નારેશ્વરને અચાનક એ સોનબાઈ સાથે બનેલ ભૂતકાળમાંની ઘટના ફિલ્મની રિલ સમાન આખેઆખી એકસામટી દૃશ્યમાન થઈ.

અને તુર્ત જ તે સોનબાઈને ભેખડ તરફ શોધવા નીકળ્યો. એજ ભેખડ કે જેના નીચે બાળ ગોવાળ અને એની ગાયો ફસાઈ ગઈ હતી. ષડયંત્ર કરનારા કેટલાક યુવકોએ સોનબાઈને એ ભેખડ પર હવામાં લટકતી બાંધી દીધી હતી. અને એમને પૂરેપૂરી ખાતરી હતી કે કુલદિપ એની બહેનને શોધવા માટે નક્કી જશે. એ રથયાત્રામાં સહભાગી થવા નહીં રોકાય. અને એ નિમિત્તે એમને તથા એમનાં સમગ્ર પરિવારને રથ ખેંચવાનો લાભ મળશે.

લગાતાર વરસતા વરસાદને કારણે ભેખડ નીચેની માટી ઓગળી રહી હતી. અને એટલે ભેખડ તથા તેનાં પર લટકતી સોનબાઈ પણ ભેખડ સાથે નીચે ખીણ તરફ સરકતી જઈ રહી હતી. મ્હોં પર અને આંખે પાટો બાંધેલો હોવાથી સોનબાઈ પોતાની કટોકટીભરી પરિસ્થિતિથી સંપૂર્ણપણે અજાણ હતી. તેમ છતાં ખુદને બચાવવા માટે હવામાં જ હવાતિયાં મારી રહી હતી. એને કારણે પણ ભેખડ એનું સ્થાન ત્યજી રહી હતી.

દિવ્ય દૃષ્ટિથી પ્રાપ્ત થયેલ માહિતીને અનુસરતો નારેશ્વર ભેખડ સુધી પહોંચ્યો તો ખરો પણ, સરકી જઈ રહેલી ભેખડોમાંથી કઈ ભેખડથી સોનબાઈ લટકાયેલી હાલતમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી એ એને દેખાયું નહીં.

નારેશ્વરે પોતાની બહેનને બચાવવા માટે શિવશંભો પાસે ગુહાર કરી. અને ત્રિકાળદર્શી હોય એમ ત્રિગણધારી ત્યાં ઉપસ્થિત થયાં અને એમણે નારેશ્વરને એની સોનબાઈને બચાવવામાં મદદ કરી. સોનબાઈને લઈ નારેશ્વર પોતાને ગામ રામગઢ પાછો ફર્યો. ત્યાં, રથને સ્થિર જોઈ એનું કારણ પૂછ્યું. ગામનાં વડીલો પાસેથી કારણ જાણ્યા બાદ નારેશ્વર તથા ત્રિગણધારીએ ભેગા મળી રથને ખેંચવાનો પ્રયાસ કર્યો અને સોનબાઈ થકી તે સમયથી સ્ત્રીઓને પણ રથ હંકારવાનો પરવાનો મળ્યો. રથ ગતિમાન થયો. નારેશ્વર તથા એની સાતેય બહેનોનો સહુએ જયજયકાર કર્યો. ષડયંત્રકારીઓએ અંતિમ દાવ ખેલવા નારેશ્વર પર તીરથી વાર કરવાનો પ્રયાસ કર્યો અને એને વિફળ કરવા ફરી એકવાર હાજરાજુર થયાં પાઘડીધારીના વેશમાં માઁ ખોડિયાર.

નારેશ્વરે કરેલું ખોડિયાર માઁનું આહવાન ફળ્યું અને આરોપીઓને સજા થઈ તેમ જ કુલદિપ તથા સાતેય બહેનોનું બહુમાન કરવામાં આવ્યું.

ત્રિગણધારીએ માઁ પાસે છુટા પડવાની વિનંતી કરી. નારેશ્વરને બબ્બે વાર મદદ કરવા બદલ માએ ત્રિગણને છૂટા પાડ્યા અને ગજબિશન ઉર્ફ ગૅબી, જયકિશન ઉર્ફ જેકી અને રાસમિશન ઉર્ફ રેમી હવે એક વ્યક્તિમાંથી ત્રણ વ્યક્તિ બન્યા હતાં. ગામમાં સહુ ત્રિદેવોને વિભક્ત થતાં જોઈ ખુશખુશાલ થઈ ગયાં.

મા ખોડિયારે નારેશ્વરમાં રહેલી દિવ્ય શક્તિ એની સાતેય બહેનો પ્રત્યેના એનાં સ્નેહભાવને પ્રતાપે છે જેનું માન નારેશ્વરે નિરંતર જાળવ્યું અને એટલે જ એ દુઃખ ભંજન બની શક્યો. જ્યાં સુધી આ દેશમાં નારી શક્તિનું માન જળવાતું રહેશે, દેશ પ્રગતિશીલ બનતો રહેશે. નર અને નારી બંને એકરૂપ થઈ કાર્યરત રહે તો જ પ્રગતિ નિશ્ચિત છે.

મા ખોડીયારે તથાસ્તુઃ કહી સહુને આશિષ આપ્યાં અને એ પશ્ચાત પોતે અંતર્ધ્યાન થઈ ગયાં.


Rate this content
Log in

Similar gujarati story from Classics