Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

kiranben sharma

Tragedy Crime Inspirational

4.3  

kiranben sharma

Tragedy Crime Inspirational

મનનું દર્પણ

મનનું દર્પણ

2 mins
216


     ૨૫ વર્ષનો દર્પણ માતા-પિતાનો એકનો એક વહાલસોયો દીકરો. નામ તેવા ગુણ. દર્પણ એટલે આઈનો જ જોઈ લો, તમે એની સામે જાવ એટલે તમારા મનના ભાવોને તરત પારખી જાય, કે શું વિચારતા હશો ? મનમાં કેવું દ્વંદ યુદ્ધ ચાલી રહ્યું છે. માતા-પિતાએ રાખેલ નામ સાર્થક હતું.

      રેલવે ક્રોસિંગ આમ તો સમસાન રહેતું. હા ! એકલદોકલ સવારી ત્યાંથી જાય, છતાં ત્યાં ફાટક રાખવામાં આવી હતી. ટ્રેન આવવાની તૈયારી હતી. દર્પણ ગાડી રોકી ફાટક પાસે ગયો, જોયું તો ૨૨ વર્ષની યુવતી ત્યાં ડરેલીને મક્કમ મને કંઈ ખોટું કાર્ય કરવાનાં વિચારથી ઊભી હતી. તેણે અછડતી નજરે જોયુંને તે ટ્રેન આવવાની રાહ જોવા લાગ્યો. યુવતી ફાટક નીચેથી નીકળી રેલવેનાં પાટા ઉપર ચાલવા લાગી, તેણે જોયું સામેથી ટ્રેન આવતીને લાલબત્તી બતાવતી હતી, યુવતી મક્કમ ચાલે ટ્રેનની સામે જતી હતી. દર્પણે યુવતીને બૂમો પાડી," ઓ છોકરી ! ઓ છોકરી ! બાજુમાં ખસ.." પણ યુવતી પર બૂમોની કોઈ અસર થઈ નહીં, અચાનક દર્પણ દોડ્યોને ઝડપથી યુવતીને પોતાની તરફ ખેંચી લીધી. યુવતી બેશુદ્ધ હાલતમાં દર્પણના હાથમાં ઝીલાઈ ગઈને ટ્રેન ઝડપથી પસાર થઈ ગઈ.

     દર્પણ યુવતીને ઊંચકીને ગાડી પાસે લાવ્યો, સીટ પર સુવડાવી, પાણી છાંટયું. હાથ પગ ઘસી ભાનમાં લાવવા પ્રયત્ન કરવા લાગ્યો, થોડીવારે યુવતી ભાનમાં આવી, રડવા લાગી. દર્પણ તેના મનની વાત સમજી ગયો. તેણે કહ્યું:" જિંદગી ભગવાને આપી છે. તારી જિંદગીમાં જે પણ ખરાબ બનાવ બન્યો તે માટે તારી જાતને દોષી ના માન, ફરીથી નવું જીવન જીવવાની કોશિશ કર. માતા-પિતા તારી રાહ જોતા હશે. ચાલ તને મૂકી જાવ, અને હા ! સમાજમાં જો તારો હાથ કોઈ ના ઝાલે, તો મને કહેજે, હું તારી સાથે લગ્ન કરીશ. આ મારુ કાર્ડ, તેમાં મારો નંબર છે, ગમે તેવી પરિસ્થિતિ આવે, હિંમત રાખી જીવજે, અને જરૂર પડે મને યાદ કરજે." યુવતી અપલક નયને દર્પણને અને કાર્ડને જોતી રહી, તે હાલ કશું બોલી શકે તેવી પરિસ્થિતિમાં ન હતી. દર્પણ બધું સમજી ગયો તેની નવાઈ લાગી. દ્રઢ નિશ્ચયથી ઘરે આવી માતા-પિતાને દર્પણ વિશે જણાવી, દર્પણનો નંબર લગાડી તેની સાથે લગ્નની સંમતિ આપી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy