Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Romance Others

5.0  

Bharat Thacker

Romance Others

કલ્પનાની ઉડાન

કલ્પનાની ઉડાન

2 mins
809


દાઝેલા હાથની ઇમેજ જોઇને મારા મનમા શું લખવું, તેના પર કઇ રીતે લખવું તેની મથામણ ચાલતી હતી. એકાએક જ મારા માનસપટ પર, મે વર્ષો પહેલા વાંચેલી એક વાત યાદ આવી ગઇ. મને દાઝેલા હાથના સંદર્ભમાં એ વાત યથાર્થ લાગી એટલે રજુ કરુ છુંઃ

જુના જમાનાની વાત છે. રાજાનો દરબાર ભરાયો હતો. અલકમલક્ની વાતો ચાલતી હતી. ત્યારે રાજાને શું સુઝ્યુ કે તેમણે એવી જાહેરાત કરી કે હું સહુને એક પ્રશ્ન પુછુ છું. અને જેનો જવાબ દશ દિવસમા આપવાનો રહેશે. જેનો જવાબ સૌથી સારો હશે તેનું રાજકીય સન્માન કરી ને ઇનામ આપવા મા આવશે.

રાજાએ પુછ્યું કે ‘એક સુંદરીનો હાથ કેમ દાઝ્યા ? તેના પર સહુ પોતપોતાના જવાબ રજુ કરે.

રાજ દરબારથી સવાલ હતો અને રાજાનો પામવો વહાલ હતો. એટલે સૌ પોતપોતાના કલ્પનના પતંગો ચગાવવા મંડયા. સહુએ પોતપોતાના જવાબ, પોતપોતાની કૃતિઓ રજુ કરી. કોઇએ લખ્યું કે સુંદરીના હાથ રસોઇ બનાવતા બનાવતા દાઝી ગયા. કોઇએ લખીયું કે સુંદરીની સાસુ જલ્લાદ જેવી હતી, તેણે વહુના હાથને બાળ્યા. કોઇકે વળી પ્રણય ત્રીકોણની એવી વાર્તા રજુ કરી કે જેમાં નિષ્ફળ રહેનારી એ, બદલાની અને અદેખાઇની ભાવનાથી સુંદરીના હાથને બાળી નાખ્યા. કોઇકે વળી એવી વાર્તા પણ આપી કે તેણીનો પતિ ખુબ જ શંકાશીલ સ્વભાવ વારો હતો અને શંકાની આગમા જે તેણે પોતાની પત્ની – સુંદરીના હાથને બાળી નાખ્યા.

પણ બધી વાર્તા / જવાબમાંથી રાજાને જે ગમી, જે ઇનામને પાત્ર ઠરી તે ખુબ જ સરસ, રોચક અને નિતાંત સુંદર હતી. તમારી વાત, તમારી વાર્તા તમારી સોચ, તમારા વિચારને રજુ કરતી હોય છે. વાર્તાની રજુઆત કાંઇક આવી હતીઃ

એક સરસ મઝાની રુપાળી ૧૬ વર્ષની સુંદરીના લગ્ન ખુબ જ સરસ રીતે રંગેચંગે થયા. લગ્નની પહેલી રાત હતી. રુમ ખુબ જ આહલાદક રીતે શણગારેલ હતો. મંદમંદ સમીર સરસ મઝાની ખુશ્બુ ફેલાવતો હતો. વાતાવરણ ખુબ જ માદક હતું.

શરમના શેરડા સાથે લાલ લાલ થઇ ગયેલ નવોઢા એ ઘુંઘટ સાથે રુમમા પ્રવેશ કર્યો. મનમા સંકોચ, શરમ અને પ્રથમ મિલનનો સ્ત્રી સહજ ગભરાટ હતો. નવોઢાનો પતિ તેના પલંગ પર તેની બાજુમા બેસી ગયો અને ધીમે ધીમે વાત ચાલુ કરીને સુંદરીને રીઝવવાનો પ્રયત્ન ચાલુ કર્યા. આસ્તેથી તેણે, સુંદરીનો ઘુંઘટ હટાવ્યો અને ચાંદ જેવી સુંદરીને જોઇને તેની વધુ નજીક સરક્યો. ગભરાયેલી સુંદરીએ તેનાથી દુર સરકવાની કોશીષ કરી. બન્નેમાં થોડી ખેંચાખેંચી અને છીના ઝપટી ચાલુ થઇ અને તેમાં સુંદરીનો પલ્લુ સરકી ગયો. શરમની મારી સુંદરી એ ગભરાટમાં, રુમમા પ્રકાશ પાથરતા દીવા પર પોતાના હાથ મુકી દીધા.

આ કારણે સુંદરીના હાથ દાઝ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Romance