Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Drama Crime Thriller

5.0  

Kalpesh Patel

Drama Crime Thriller

ઋણ - ધબકતા દિલનો પોકાર

ઋણ - ધબકતા દિલનો પોકાર

13 mins
2.6K


મહાનગરી મુંબઈના પરાવિસ્તારમાં રહેતો ‘ભીમો ભરાડી’ ગરીબાઈ સાથે ઝઝૂમતા, તેના ભાઈ ‘સોનૂ’ સાથે બહુજ મુશ્કેલીમાં દિવસો વિતાવતો હતો. હકીકતમાં વાત એમ હતી કે, આ અનાથ ભાઈઓ આજથી પાંચ વરસ પહેલા મોસાળમાં મામીના રોજ બરોજના ત્રાસથી ભાગી અહીં મુંબઈ આવ્યા હતા. ‘ભીમો’ મોટો અભણ પરંતુ સમજુ એટલે તેણે મનોમન થામી લીધેલ કે મારે ‘રઈસ’ જીવન જીવવાનું છે ! આ ભીષણ અવસ્થામાં, અત્યારે બંને સાથે ભણી ગણીને પગભર થઈ શકે તેમ નથી, પણ તે તેના નાનાભાઈ ‘સોનૂ’ને તો ભણાવી શકશે,તે આશાએ તેને પરા વિસ્તારની શાળા નંબર-૩૨૪માં ભણવા મૂક્યો હતો. “સોનૂ” પણ ફાજલ સમયમાં શેરી- કે રોડ ઉપરના કચરામાંથી ભંગાર શોધી વીણી લાવી ‘ભીમા’ને બનતી મદદ કરતો. આમ આ નિરાધારભાઈઓનુ જીવન વિતતું જતું હતું.

‘ભીમો’ મોટા સ્વપના જોવાવારો તથા શરીરે પણ કદાવર,તે આ ભીષણ ગરીબાઈથી બહાર નીકળવાના પ્રયાસમાં એક દિવસ તેના જેવાજ ‘ચમન’ના સંસર્ગમાં આવી જુગાર રમાડતા અને ખિસ્સા કાતરનાર ટોળકીના હાથે ચડી જાય છે. ‘જયચંદ’એ ટોળીનો કાબેલ સૂત્રધાર હતો તે મોટોભાગે ગરીબાઈમાં સબડતા ‘ભીમા’-‘ચમન’ જેવાને શોધી, તેઓને રહેવાનો ઓટલો અને બે ટંક ખાવા અને કપડાં આપી, તે ધીમીપણ મક્કમ ગતિએ તેનું સામ્રાજ્ય આગળ ધપાવતો વતો હતો. આમ હવે ફૂટપાથ ઉપર રહેતા ભાઈઓને નાનીશી એક રૂમની ખોલકી મળી. ‘જયચંદ’થી બેખબર “સોનૂ”નો અભ્યાસ સરકારી સ્કૂલ નંબર ૩૨૪માં ચાલતો અને હવે ‘ભીમો’, તેનો ભાઈ ‘સોનૂ’ અને તેનો સાથીદાર ‘ચમન’હવે એક સાથે રહેવા લાગ્યા.

સમયના અવિરત ચાલતા ચક્રે, ‘ભીમો’ તો ‘જયચંદ’ના ચીધ્યા કામમાં વ્યસ્ત રહેતો અને “સોનૂ’ને પાસે રહેતા ‘સમીર’નો સાથ મળ્યો, ‘સમીર’, તેની માતા અને બહેન ‘સાધના’ સાથે રહેતો હતો. ટૂંકા આવકના સોત્રમા પણ તેઓ આનંદથી રહેતા. ‘સોનૂ’એ અને તેના મિત્ર સમીરે શાળાનો અભ્યાસ પતાવ્યો,’સમીર’ હવે કોલેજમાં આવેલો, પરંતુ તેની સાથે સ્કૂલમાં ભણતા ‘સોનૂ’નો સાથ નહતો. ‘સોનૂ’ હવે મુંબઈના પરા વિસ્તારની ગીચ અને વ્યસ્ત ગલીઓમા સિગારેટ જોકર બની ‘તાજ છાપ’ સિગારેટના બેનર-વેર પહેરી સિગારેટ વેચવાનું કામ કરે છે. પરંતુ બંનેની મિત્રતામાં કોઈ ઓટ નહીં ‘સોનૂ’ અને સમીર રોજ સાંજે અચૂક મળતા. એક સાંજે સમીર ‘સોનૂ’ને મળવા ના આવ્યો,’સોનૂ’ ને નવાઈ લાગી.. બીજોદિવસ પણ વિત્યો ‘સમીર’ ન આવ્યો એટલે ‘સોનૂ’ ત્રીજે દિવસે કોલેજ ઉપર ‘સમીર’ને મળવા ગયો, અને જાણ્યુંકે તેની છેલ્લા બે સત્રની ફી નથી ભરાઈ એટલે કોલેજે નોટિસ આપી છે. ‘સમીર’ કોલેજમાં ઉદાસ હતો, તેને ‘સોનૂ’ ને કહ્યું કે માં પાસે કામ છૂટી ગયું છે અને હવે પૈસા આપવાની ના પાડે છે અને તે ભણવાનું છોડી કોઈ કામમાં લાગવા કહે છે.

‘સોનૂ’ તેના જિગરી દોસ્તને નારાજ જોતાં દૂખી થાય છે અને વિચારે છે કે કેવી રીતે તે ‘સમીર’ની ફી ભરીને તેનો કોલેજનો અભ્યાસ પૂરો કરાવે. રૂમ ઉપર આવી ભાઈ ‘ભીમા’ને મળે છે. ‘ભીમા’એ કઈક મદદ કરીશ એવી હયા ધારણ આપી અને તેણે એક સ્થાનિક ‘પ્રેમાં’ નામની વેશ્યા પાસેથી રકમ લઈ ‘સોનૂ’ને સાતસો રૂપિયા ‘સમીર’ની સહાય માટે આપે છે.’ગ્રાન્ટ-રોડ’ના રેડ લાઈટ એરિયામાં રહેતી ‘પ્રેમા’ને કાસમ નામનો બુલેગર હેરાન કરતો હતો, અને ‘ભીમા’એ તેને તેની ચુંગલમાંથી છોડાવી હતી. તે દિવસથી ‘પ્રેમા’ ભિમાની “ઋણી” થઈ ગઈ હતી, આમ ‘પ્રેમા’ જ્યારથી નેક દિલ ‘ભીમા’ના સંપર્કમાં આવી ત્યારથી તે ‘ભીમા’ની દિલેરી ઉપર વારી ગઈ હતી, મનોમન તેણે કંથનાં સ્વરૂપે અપનાવી ચૂકી હતી . ‘ભીમો’ ઘણું ખરો ‘પ્રેમા’ને અચૂક મળતો અને ‘ભીમા’ અને ‘પ્રેમા’ના દિલ મળેલા હતા. શરૂઆતમાં ‘સમીર’ કોઈ વેશ્યા પાસેથી આવેલી સહાય સ્વીકારવા માટે માનતો નહતો પણ ‘સોનૂ’ની સમજાવટ પછી તેનું મન બદલી અને તેની સહાય સ્વીકારે છે.

સમય જતાં,’સમીરે’ હવે ગ્રેજ્યુએશન પતાવી UPSC,ની પરીક્ષા આપતા પહેલાંસરકારી કોલેજમાંથી સોશિયોલોજી વિષય સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન અને એમફીલકર્યું.UPSCના પરિણામ પછી, ‘સમીર’ને પહેલું પોસ્ટિંગ મુંબઈમાં પોલીસ ખાતામા મળતા, તેના જીવનમા ઊગતા સુખના સુરજથી તેનો આનદ સમતો નહતો તે સરકારી ચાર બેડરૂમના કોટેજમાં રહેવા જાય છે, ત્યારે સોનૂનું 'ઋણ' ભૂલતો નથી. તેણે’સોનૂ’ને પોતાની વગથી પટાવાળા તરીકે સરકારી શાળામાં કાયમી નોકરી અપાવે છે.’સોનૂ’ પણ હવે વ્યવસ્થિત ઠરીઠામ થઈ શાળા તરફથી મળેલ એપાર્ટમેંટમા રહે છે. અને વાર તહેવારે તેઓ હળી મળી આનંદમા રહે છે.

‘સોનૂ’ હવે વ્યવસ્થિત ઠરીઠામ હોઈ, પોતાની મિત્રતાને સગપણની ગાંઠ વડે વધુ મજબૂત બનાવવાના આશયે, ‘સમીરે’ તેની બહેન ‘સાધના’ના લગ્ન ‘સોનૂ’ સાથે કરાવવા માટે ‘ભીમા’ને વિનવે છે. ‘ભીમા’એ પણ સમીર અને ‘સોનૂ’ની મિત્રતાને મજબૂત બનાવતી ‘સમીર’ની વિનંતીને સ્વીકારી મંજૂરી આપતા હવે બે કુટુંબ વચ્ચેનો સ્નેહ વધુ મજબૂત બન્યો હતો. ‘ભીમો’ હવે તેના ભાઈના સંસાર ને જોઈ સંતોષ અનુભવતો હતો, ‘સોનૂ’ ભીમાનો જન્મો-જ્ન્મનો “ઋણી” હતો, તેના હૃદયમાં ‘ભીમા’નું સ્થાન પિતા સમાન હતું. તે ભાઈને હવે હમેશા વિનવતો કે હવે ખોટા કામો છોડી, તે પ્રમાણિક જીવનનો રાહ પકડે, પરંતુ ખોટા કામોની દુનિયામાં “વન વે એન્ટ્રી” હોય છે તે વાતથી ‘સોનૂ’ બે’ખબર હતો !

આખરે ‘ભીમા’ના હૃદયે સોનુંના બોલ વસ્યા અને ‘જયચંદ’ પાસે કામથી નિવૃતિ માગી ત્યારે જમાનાના ખાધેલ ‘જયચંદે’ કોઈ પ્રતીભાવ ના આપ્યો, પણ તે ‘ભીમા’ જેવા ચાલક અને કાબેલ આંગળિયોનાં કલાકારને ગુમાવવા જરા પણ તૈયાર નહતો. એણે સહાનુભૂતિનું હથિયાર ચલાવી, તેણે ‘ભીમા’ને કીધું. રે ગાંડા ‘’ તું તારા સ્વપ્નની દુનિયા સજાવી અને માણી શકે છે. તું ચાહે ત્યારે તારો હિસાબ લઈ જઈ શકે છે. ‘ના, જયચંદ, તે મારા અને મારા ભાઈ ઉપર અગણિત ઉપકાર કરેલા છે, હું તારો “ઋણી” છું. તને અધ-વચ્ચે રખડાવી, એમજ છોડી જઈ ના શકું. મારે તને ટાઈમ આપવો પડે. જયચંદે તેના મનોવિજ્ઞાનીક – પાસા ફેકયા અને કીધૂ, તું તો મારા દીકરા જેવો છું, પરંતુ હાલ મારા ગોવા સ્થિત પિતાજી બીમાર છે.એટલે મારે ત્યાં રહેવું પડે તેમ છે. હું આવું પછી તું જાય તો સારું.

‘ભીમા’ના ગયા પછી ‘જયચંદ’નું મગજ સક્રિય થયું, તેને તેની બુધ્ધિનો ગેર ઉપયોગ સરસ રીતે કરી, ‘ભીમા’ને પોતાની પાસે રોકી તેનું જીવન બરબાદ કરવાનો કારસો ઘડે છે.બીજે દિવસે એકતરફ ‘જયચંદે’ ‘ભીમા’ને ફોન કરીને બોલાવ્યો.અને બીજી તરફ કાસમ જે સ્થાનિક બુલેગર હતો તેને બોલાવ્યો. પૂર્વ-નિયોજન મુજબ, ‘જયચંદે’ કતલખાનેથી લાવેલા ઢોરોના લોહીને બે પ્લાસ્ટિકની થેલીમાં ભરી ‘કાસમ’ને એક થેલી તેની છાતીએ અને બીજી થેલી તેના પેટ ઉપર બાંધવા આપી, અને ‘જયચંદે’ તેનો શેતાની પ્લાન ‘કાસમ’ને બરાબર સમજાવ્યો. ‘કાસમ’ને તો બેકારીમાં “બગાસું ખાતા પતાસું આવી જડ્યું હતું”, તેને કંઈજ કરવાનું નહતું, માત્ર અને માત્ર “ઘાયલ થઈ મારવાનું નાટક કરવાનું હતું” અને તેના તેને બે હજાર રૂપિયા પૂરા મળવાના હતા.અને ઉપરથી ભીમા સાથેનો જૂનો હિસાબ પણ અહી અંકે થતો હતો, તે વધારાનું બોનસ મળતું હતું.

યોજના પ્રમાણે ‘ભીમો’ જ્યારે ‘જયચંદ’ પાસે આવ્યો ત્યારે, ‘જયચંદ’નું ‘કાસમ’ સાથે ઝ્ગડાનું નાટક ચાલતું હતું, ‘જયચંદે’ ‘ભીમા’ને જોયો અને ‘કાસમ’ બુટલેગરને ઈશારો કર્યો, એટલે ‘કાસમે’ અવાજમાં ત્રીવ્રતા આણી અવાજ કરડો કરી તેણે કેડેથી ચમકતો ધારદાર છરો કાઢી ‘જયચંદ’ને મારવા દોડ્યો.આગળ ‘જયચંદ’ અને પાછળ કાસમ, ‘જયચંદ’ના અડ્ડે થતી ઝપાઝપી ભીમાં માટે આ અણધારી બીના હતી, તે કોઈ પણ હાલતમાં નિષ્ક્રિય રહી શકે તેમ નહતો. આ ‘જયચંદ’ને લીધે તેનું તેના ભાઈનું આ દુનિયામાં અસ્તિત્વ હતું. તેણે કોઈજ વિચાર વગર બંનેની તકરારમાં જંપલાવ્યું ત્યારે, ‘જયચંદ’ દાઢમાં હસી સ્વગત બોલ્યો, બેટમજી, તારે સાહુકાર બનવું છે ને.. આવ...”જો તારા માટે આસન રસ્તો રસ્તો બનાવી રાખેલ છે”.

ત્યાર પછી “કપટની દુનિયામાં પણ પ્રમાણિકતાની વિરુધ્ધ ક્યારેક છળ પણ હોય છે”!. તેનાથી બેખબર ‘ભીમા’એ પૂરી તાકાતથી સામનો કરી ‘કાસમ’ બુટલેગરને જયચંદથી અળગો કર્યો. થોડી સક્રિય ઝપાઝપી અને શોર-હકોટા પછી, ભજવાઈ રહેલા નાટકના ફાઈનલ અંકમાં ‘કાસમે’, ‘ભીમા’ને એટલો ઉશ્કેરયો કે તે તેના મગજ ઉપર કાબૂ ખોઈ બેઠો, અને ઝપાઝપીના અંતિમ ચરણમાં ‘કાસમે’ છાતીએ અને પેટે બાંધેલી કતલખાનેથી લાવેલી તાજા લોહીને કોથળીઓ ફાડી નાંખી. અડ્ડાના આછા અજવાળામાં એકાએક ‘કાસમ’ને લોહી નીતરતો જોવાથી ભીમો ડઘાઈ ગયો, તે વધુ કઈ વિચારે તે પહેલા. ‘કાસમે’ તેનો લોહિયાળ છરો ‘ભીમા’ના હાથમાં થમાવી દીધો અને તે ‘ભીમા’ના ખોળે ફસડાઈ પડી, તે બેહોશીનું આબાદ નાટક ભજવી ગયો..

બધી બીના પલકારમાં બની હોવાથી ‘ભીમા’ના હૃદયના ઘબકારા વધી ગયા હતા. હવે પછીનું નાટક ‘જયચંદ’ના ભાગે આવતું હોઈ તે ઝડપથી ‘ભીમા’ પાસે લપકી આવી બોલ્યો... અરે ‘ભીમા’ તે તો ભારે કરી !.. આ મોટા ગુંડા ‘કાસમ’ને “ચપટીમા ચોળી નાખ્યો”, તે તો, તે નરાધમને જીવતોજ વાઢી નાખ્યો.. પણ ખૂનની સજા ફાંસી છે તે ભુલી ગયો મારા દીકરા ?, ભીમો મનો વૈજ્ઞાનિક દબાવ ખાળવા થોડીક વાર રોકાયો.. ત્યાસુધીમાં શિયાળ જેવા લુચ્ચા ‘જયચંદે’, ‘ભીમા’ના મગજનો કંટ્રોલ લઈ લીધો હતો. આખરે ‘ભીમો’ હવે ‘જયચંદ’નું ચાવી ભરેલું જીવતું રમકડું બની ગયો. ‘જયચંદે’ સો રૂપિયાનું કડકડતું એક બંડલ અને ગાડીની ચાવી થમાવતા ‘ભીમા’ને ગોવા ભાગી જવા કીધું અને પોતે અહીં ‘કાસમ’ની લાશને ઠેકાણે કરી પાછળ તેને ગોવામાં મળશે તેવું કીધું.

‘ભીમો’ કુદરતની ક્રૂરતા ઉપર પોતાને કોસતો રૂપિયા અને ગાડી લઈ ‘જયચંદ’ના અડ્ડેથી સીધો ગોવા જવા નીકળી ગયો.આમ વાતવાતમાં સિંહ જેવો ‘ભીમો ભરાડી’ હવે કાયમ માટે ‘જયચંદ’નો ગુલામ બની બિલાડી થઈ ગયો હતો,જેનો ‘જયચંદ’ને આનંદ હતો. તેણે ‘કાસમ’ને બે હજાર આપી ફરી આ તરફ નહીં ફરકવાની તાકીદ કરી રવાના કર્યો. 

રાતના બે વાગીચુક્યા હતા, ’સોનૂ’ તેના ભાઈ ભીમાની રાહ જોતા થાકી ગયો, તેને આખરે ‘સોનૂ’એ, ‘જયચંદ’ને ફોન લગાવ્યો. જમાના ના ખાધેલ જયચંદ, ભીમા માટે તેના ભાઈનો ફોન આવે તો શું કહેવું તે ગોઠવીને બેઠો હોવાથી, અરે, નાનકા, ઘણા વખતે કઈ આ મોટાને યાદ કર્યો છે ? સોનૂ..ક્યાં છે તારો ભાઈ ભીમો,તેની તબિયત તો ઠીક છે ને ? ત્યારે સોનુએ તેની મુઝવણ વ્યક્ત કરતાં કીધું, ભીમો હજુ ઘર પહોચ્યો નથી. ત્યારે જઈચંદે સ્વસ્થતાતી અને ઠંડે કલેજે નામક્કર જઈ કીધું, હું પણ ભીમાને મળવા માંગુ છું મારે તેને પૈસા આપવાના છે. આમને આમ એક અઠવાડિયું વીતવા આવ્યું પણ ભીમાના કોઈ સગડ નહતા મળતા. ‘સોનૂ’ તેના ભાઈ ની ચિંતાથી પરેશાન હતો અને છેવટે સમીરને મળી પોલીસ કંપ્લેઈન લખાવી.

દિવસો અઠવાડિયાઓ મહિના વીતી. હવે ભીમાને ગુમ થયે આજે પૂરું એક વરસ થયું હતું. આ સમય દરમ્યાન કહોવયેલી કે કૂચડાયેલી અગણિત બિનવારસી લાશો ‘સમીરે ‘સોનૂ’ને બતાવી હતી. પરંતુ ‘સોનૂ’નું મન માનવા તૈયાર નહતું કે ‘સિંહ’ જેવી છાતીવારો તેનો ભાઈ ‘ભીમો’ આવી રીતે એકાએક કોઈ દરમાં ઘૂસી છું થઈ જાય. 

હવે આ બાજુ ‘ભીમા’ની કાબેલિયતને બીજી જગ્યાએ વાપરવાના ભાગ રૂપે ‘જયચંદે’,હવે બોગસ પાસપોર્ટ બનાવડાવી ‘ભીમા’ને દુબઈ જતી સ્ટીમરમાં ચડાવી દીધો, અને નાના છૂટ પુટ ગુના કરવા બંધ કરી હવે તેને સોનાની દાણચોરીનો નવો કારોબાર ચાલુ કર્યો. ‘ભીમો’, ‘જયચંદ,નું જૂનું વણ-ચૂકવેલ “ઋણ” હેઠળ, “ચામડાનું તાળું” બની, તેની સેવામાં લાગી ગયો હતો.પરંતુ સમય એક સરખો ક્યારેય કોઈનો જતો હોતો નથી. એક દિવસ ભીમો દુબઈની સડકો ઉપર ફરતો હતો, ત્યાં કોક ગઠિયાએ તેના ખીસા ઉપર હાથ અજમાવ્યો. ખીસા કાપવામાં “ડોકટેરેટ, એવા ભીમાએ , તે કલાકાર તેના હાથનો કસબ બતાવે તે પહેલા તેને દબોચી લ્ઈ બોચી પકડી મોઢું જુવે છે... તે તેને ૧000 વોટનો કરંટ લાગ્યો હોય તેવો ઝટકો લાગ્યો, તે મુંબઈનો ‘કાસમ’ હતો. શુટ ટાઈ, વધારેલી દાઢી, ગાળામાં મબલખ સોનાની ચેનો અને આંખે ગોગલ્સ પહેરી, કડક મોંઘા પરફુયમથી મહેકતા ‘ભીમા’ને, ‘કાસમ’ ભલે ઓળખી ના શક્યો, પરંતું ‘ભીમા’એ કાસમને જીવતો ભાળી, હવે તેને જયચંદની શેતાની દિમાગની પૂરી કુંડળી ચોખ્ખી ચટાક દેખાતી હતી. ઉશ્કેરાવાથી બાજી બગાડે છે, તેનો અનુભવ થઈ ચૂક્યો હતો એટલે તેને પણ, ડબલ ગેઈમની બાજી ના પાનાં ગોઠવતા એક ખતરનાક છટકું ગોઠવવાનું નક્કી કર્યું,.તેણે પાકીટમાંથી ૧00 દીરમની કડક નોટ કાઢી કાસમ તરફ ફેંકી મિત્ર બનાવવાની પહેલ કરી.

ભીમાને હવે ‘જયચં’દની ગતિવિધિની રજે રજ માહિતી નિયમિત મળતી થઈ હતી. ‘ભીમા’નું મગજ હવે કોમ્પુટર માફક ચાલતું હતું. તેણે એક યોજના બનાવી. ‘જયચંદ’ને દુબઈ તેડાવ્યો. અને મોટો હાથ મરવા માટે ઉકસાવ્યો અને યોજના પ્રમાણે નાની ચાર્ટર સ્ટીમરમાં દુબઈથી સોનું ભરી ભારત લઈ જવું અને ત્યાં લોકલ ડીલરને તે વેચવું. ‘જયચંદે’ તેની આખી જીંદગીની કમાણી આ સોદામાં લગાવી મુંબઈમાં વેચાણ બુક કરી, મોટી રકમ અડ્વાન્સ લોકલ પન્ટરો પાસેથી એકઠી કરી હતી. અને યોજના મુજબ જયચંદ દુબઈ આવ્યો અને માલની ડિલિવરી લઈ નક્કી કરેલી સ્ટીમર ભરીને સોનાની પાટોની ડિલિવરી લીધી. ‘જયચંદ’ તે પછી દુબઈના ટૂંકા રોકાણ પછી સોનાની પાટોની પેટીઓ સાથે સ્ટીમરમાં ભારત જવા દુબઈથી નીકળ્યો .ભીમએ ‘ડબલ ગેઈમ’ બાજીનો હુકમનો એક્કો ઉતરતા,બીજી બાજુ ‘કાસમ’ને સ્ટીમરભરેલા સોનાની આવેજીમાં ‘જયચંદ’ની સોપારી આપી તેજ સ્ટીમરમાં કૂક બનાવી ચડાવ્યો હતો. ‘જયચંદ’ને એક ના ચાર થવના હતા એટલે ખુબજ ખુશ હતો, અને સફર દરમ્યાન ફુલ દારૂ પી ને પડ્યો રહેતો હોવાથી તેનો કાંટો કાઢવો ‘કાસમ’ માટે આસન હતું. એક દિવસ તેણે ‘જયચંદ’ની દારૂની બોટલમાં ઊંઘની ગોળી મિલાવી રાખેલ અને ‘જયચંદે’ તે બોટલ ખાલી કરતાં, તેનું ઢીમ મુંબઈ આવે તે પહેલા મધ દરિયે ઢળી ચૂક્યું હતું. જે હાલત ‘જયચંદ’ની હતી તે હવે ‘કાસમ’ની હતી તેની પાસે પણ કોઈ કામ ના હોવાથી આખો દી દારૂપીને પડ્યો રહેતો હતો અને આટલા બધા સોના નો તે એકલો માલિક હોવાથી મોજમાં હતો.

મુંબઈ વરસોવા ક્રાઈમ બ્રાન્ચમાં ‘સમીર’ સિગારેટના કસ કાઢી તેની જિંદગીના લેખાં જોખાં જોતો હતો. ત્યાં ફોનની રિંગ રણકી, સામે છેડેથી આવાજ આવ્યો અને બોલ્યો – ઈન્ફોર્મર – સવાલ ૫૦૦ કરોડના સોનાનો છે સાહેબ. ‘સમીરે’ સતર્ક થતાં નામ પૂછ્યું, સામેથી ઠંડો ઉત્તર આવ્યો, “મિસ્ટર સમીર”,” મારૂ નામ જાણવા -નહીં જાણવાથી સ્ટીમરમાં ભારત આવતું સોનું કઈ લોખંડ નહીં થાય”, “તમે કેરી ખાવ, ગોટલીની ફિકર છોડો “ સમીરે લપન- ચ્છપન છોડી, ખેપ અંગેની વિગત જાણી. તે સમજી ચૂક્યો હતો કે કોઈ અંગત વેરની વસૂલાત લાગે છે. મહદ અંશે આંતરિક વિખવાદ હંમેશા પોલીસનું કામ આસાન કરતાં હોય છે....

‘કાસમ’ની સ્ટીમર વરસોવાની ખાડીના પડાવે આવી ઊભી, ત્યારે તેના સ્વાગત માટે ‘સમીર’ અને તેની પોલીસ પાર્ટી બેંડ વાજા અને હાથ કડીના ઝાંઝરિયા સાથે તૈયાર હતી આખરે મુદ્દામલ સાથે કાસમની ધડપકડ થઈ. ‘કાસમ’ને જેલમાં ધકેલી દેવામાં આવે છે.કાયદાએ કાયદાનું યોગ્ય કામ કર્યું અને કાસમને ઉમરકેદની સજા થઈ.

‘સમીર’ છેલ્લા બે દિવસથી પકડેલા સોનાના “લોકલ કનેકશન”ના પગેરા માટે ઈન્ફોર્મરના ફોનની રાહ જોઈ રહ્યો હતો અને આખરે, તેને કુરિયરથી એક લીલા રંગની નાની ડાયરી મળી જેમાં દુબઈ અને ભારતના ડીલર અને તેઓના નેટવર્કનો પૂરો ચિતાર હતો. ‘સમીર’ના હાથમાં જીવતો બોમ્બ આવી ગયો હોવાથી, ડરી ગયો. તેણે તરત ડાયરી કમિશનરને સુપ્રત કરી,બીજા સર્વેલન્સના રૂટિન રાઉન્ડ પતાવી અને ઘેર ગયો.

‘સમીર’ ઘેર પહોચ્યો ત્યાંરે રાત્રિના એક વાગ્યાનો સમય થવા જતો હતો. તેના ફોન ઉપર ઈન્ફોર્મરનો ફોન આવ્યો અને ખબર મળ્યા કે તે સરકારી શાળા નંબર ૩૨૪ માં ‘સમીર’ને રૂબરૂ મળવા માંગે છે. સ્કૂલ નંબર ૩૨૪ નું નામ કાને પડતાં એક સામટી કેટલી બધી યાદો ઊભરી આવી, ચલ ચિત્રની પટ્ટી માફક ‘સમીર’ના દિલના પડદે ૭૦ એમએમની મૂવી રિલ ચાલી ગઈ. આખો જન્મારો ‘સમીર’ને એક પળમાં તાજો થઈ આવ્યો અને ‘ભીમા’એ કરેલી મદદ નું “ઋણ” યાદ પણ આવીતા તેની આંખ ભીની થઈ આવી... પણ તે વખતે ‘ઈન્ફોર્મર’ના ફોનનો અવાજ યાદ આવી જતાં.. ‘સમીર’ને એક આંધળો જુગાર રમવાનું મન થઈ આવ્યું, તેણે પોતાની જીપ બહાર કાઢી તે પહેલા ‘સોનૂને’ સ્કૂલ નંબર ૩૨૪ માં ‘સાધના’ સાથે અને ‘મીઠાઈનુ’ પેકેટ અને બે હાર લઈ પહોચવા કીધું.

ચોવીસે કલાક ધબકતી મહા નગરી મુંબઈમાં રાત્રિના લગભગ દોઢ વાગે સોનૂએ, સમીરની સૂચના મુજબ તેની પત્ની સાધના અને મીઠાઈ લઈ સ્કૂલે જવા નીકળ્યો. આ બાજુ ‘સમિરે’ તેની ગાડી ગ્રાન્ટ-રોડના રેડલાઈટ એરિઆમાં લઈ ગયો, અને રાતના સમયે પોલીસનું વાહન પહોચ્યું ત્યારે આખા એરિયામાં ફફડાટ વ્યાપી ગયો હતો. તેણે ‘પ્રેમા’ અંગે પૂછપરછ કરતાં જાણ્યું કે ‘પ્રેમા’એ તેનો જૂનો દેહનો વેપાર છોડી દીધો છે અને તે અહીં, આંગણ વાડી ચલાવી બીજી ગણિકાઓના બાળકોને ભણાવે છે. સમીરે આખરે તેની જીપ ‘પ્રેમા’ને ત્યાં ઊભી રાખી,’પ્રેમા’ પાસે પહોચી ‘પ્રેમા’ને પાનેતર પહેરી સ્કૂલ નબર ૩૨૪ પહોચવા કહી, તે સીધો સ્કૂલ પહોચ્યો ત્યારે સ્કૂલમાં કોઈ હતું નહીં, ક્ષણભર તેને પોતાની મૂર્ખામી ઉપર હસવું આવતું હતું, પણ ના, તેની ભૂલના હોઈ શકે, તેની યાદ શક્તિ મુજબ તે અવાજ ‘ભીમા ભરાડી’ વિના બીજા કોઈનો હોઈ ના શકે.

‘સમીર’ને એકદમ યાદ આવ્યું કે તેને અહીં એકલા આવીને ભૂલ કરી છે. અવડા મોટા કેસના ‘ઈન્ફોર્મર’ને એકલા મળવા ન અવાય. તેણે તરત તેના સેટેલાઈટ ફોન દ્વારા પોલીસની વોચ ડોગ સ્કોવોર્ડને SOS મેસેજ મોકલી કુમક માંગવી લીધી અને ત્રણ મિનિટમાં કુમક આવી ગઈ હતી. બીજી બાજુ ‘સોનૂ’ અને ‘સાધના’ પણ હાર અને મીઠાઈ લઈને આવી પહોચ્યા અને ત્યાં સુધીમાં ‘પ્રેમા’ તૈયાર થઈ તેના ભાઈની સાથે તે પણ આવી પહોચી હતી. એકલ દોકલ વિહીકલને બાદ કરતા સ્કૂલનુ સંકૂલ અને આસપાસનો રસ્તો સૂમસામ હતો. ‘સોનૂ’ અને ‘પ્રેમા’ના ‘મન,માં સંશય હતા, કેમ ‘સમીરે’ અહીં બધાને મોડી રાત્રે ભેગા કર્યા ?. એક માત્ર ‘સાધના’ને પોતાના ભાઈની કાબેલિયત ઉપર ભરોસો હતો, કે ભાઈ વિચાર્યા વગર કઈ ના કરે.

‘સમીર’ની ઈંતેજારીનો અંત આવ્યો, એક ગાડી આવતી જોઈ, અને સ્કૂલ પાસે ધીમી પડી ઊભી રહી અને ડ્રાઈવર સાઈડનુ બારણું ખૂલ્યું અને તેમાથી એક મહિલા ઉતરી આમતેમ જોઈ જગ્યાનો તાગ લેતા હોય તેમ લાગ્યું અને ‘સમીર’ ઉપર નજર પડતાં તેનાથી કોઈ સરનામું પૂછ્યું ગાડીમાં બેસી આગળ નીકળી ગઈ. સમીરની ચાલક નજરે તે કાળા રંગની પિજોત ગાડીનો એમએસયુ-01-2232 રજીસ્ટ્રેશન આદત મુજબ નોંધિ લીધો . હવે દૂરથી એક ટેક્સી આવતી હતી અને તે સ્કૂલ પાસે રોકાઈ, તેમાથી ઓવેરકોટ પહેરેલ એક વ્યક્તિ ઉતરી, તેને જોતાં ‘સમીર’ને તેના કાન ઉપર મન થઈ આવ્યું, હા તે ‘ભીમો ભરાડી’ હતો. ‘સમિર’ સાથે ‘ભીમા’એ તેના ભાઈ ‘સોનૂ’ને જોયો ત્યારે તેની આંખમથી હર્ષ-આંસુ ઉમટી આવ્યા. થોડીવાર ચારેય જણા સ્કૂલના નાકે ઊભા ઊભા આરોસ-પરોસ મૂક નજરોની “ઋણાંજલિ”ની આપ-લે રહ્યા, આખરે ‘સમીરે’ બધાની ભાવ સમાધિ તોડતા, ‘ભીમા’ને કહ્યું, સ્કૂલ નંબર ૩૨૪ માં આવેલા મંદિરમાં કોઈ ખાસ વ્યક્તિ હજાર છે, અને તે પણ તેની રાહ જોઈ રહેલી છે માટે. તે તેના ભાઈ ભાભી સાથે મંદિર પહોચે પોતે ગાડી પાર્ક કરી આવે છે.

સમીરે પોલીસની વોચ ડોગ સ્કોવોર્ડને હકીકતની જાણ કરી મોટા કેસના ઈન્ફોર્મરની સેફટી જાળવવા તલબ કરી અને તે પણ સ્કૂલના સંકૂલ દાખલ થયો તે વખતે ગોળીઓ ચાલવાના અવાજ આવ્યા . દોડી જુવે, ત્યા સુધીમાંતો ભીમાને ગોળીઓ લાગી ચૂકી હતી અને ભીમો ઢળી ચૂક્યો હતો, કાબેલ પોલીસ કર્મીઓએ ગોળી ચલાવી ભાગતા ત્રણ વ્યક્તિઑ માથી એક ને ઝડપી લીધો હતો. જ્યારે બાકીના બે એક કાળી પિજોત ગાડીમાં બેસી ફરાર થઈ ગયા હતા. સમીરે તાત્કાલિક એમ્યુલન્સ બોલાવી ‘ભીમા’ને તાકીદની તબીબી સહાય હેતુ હોસ્પિટલાઈઝ કરાવ્યો. પળ પહેલાની ખુશી હવે શોકમાં પરિણામતી હતી તેનાથી બધા આવક થઈ, ભગવાનને ‘ભીમા’ને આશિષ આપવા પ્રાર્થના કરતાં હતા.

 જ્યારે ‘સમીર’, ‘સોનૂ’,’સાધના’ અને ‘પ્રેમા’ અને તેનો ભાઈ, હોસ્પિટલ પહોચ્યા ત્યારે, ડોક્ટરે ‘ભીમા’ના શરીરમાંથી બે ગોળી બહાર કાઢી નાંખી હતી. પણ હજુ તે ખતરાની બહાર નહતો, આગામી ૨૪ કલાક હવે ‘ભીમા’માટે ભારે હતા. ડોકટરે તેમનું કામ પતાવી દીધું હોઈ,તેનો કેસ હવે ઉપરવારાને હાથ હતો.

 પોલીસે સ્કૂલમાંથી ઝડપેલા વ્યક્તિની ઊલટ તપસ ચાલુ હતી. તેમજ સમીરે પણ કાળી પિજોત ગાડીની વિગત મેળવી હતી તેના દ્વારા સાંપડતી માહિતી અનુસાર, ૫૦૦ કરોડ રૂપિયાની પોલીસે કરેલી જપ્તીની પાછળ ભીમો સીધો સંકળાલો હતો. અને તેથી મુંબઈના બુલિયન બઝારના માંધાતાઓએ ‘ભીમા’ને મારી નાખવા લોકલ બુટલેગરને ‘ભીમા’ની સોપારી આપેલી હતી. પોલીસે આ માહિતીના આધારે કાર્યવાહી ચાલુ કરવા ચક્રો ગતિમાન કરી દીધા હતા.

 બીજે દિવસે સમીર જ્યારે હોસ્પિટલ પહોચ્યો ત્યારે ભીમાની હાલતમાં સુધારો હતો.તે ખુશ હતો, તેનું પ્રમાણિક જીવનનું સપનું હવે પુરુ થતું હતું, એકતો તેને સરકાર તરફથી પકડાયેલા સોનાના ૧૦ટકા નો રિવોર્ડ મળવાનો હતો. આ પૈસા તેના બાકી જીવનની પ્રમાણીક શરૂઆત માટે પૂરતા હતા,જેમાં તેને ‘પ્રેમા’ના ‘પ્રેમ’નો ભરપૂર સાથ મળવાનો હતો. ‘ભીમા’ને પચીસ વરસ પહેલા મોસાળમાં મામીના રોજ બરોજના ત્રાસથી ભાગી,તેના ભાઈ સોનૂને લઈ રેલવેની માલગાડીમાં અહીં મુંબઈ આવ્યો હતો તેનું દ્રશ્ય યાદ આવતા તેની આંખ રોતી હતી, હા ‘ભીમો’ પરમ કૃપાળુની અસિમ કૃપાથી ગદગદિત થયેલ હતો,તે આજે જગત પિતાનો “ઋણી” હતો. તેમનીજ કૃપાથી સૌ સારા વાના થયા હતા અને તે એક ભાઈની ફરજ યોગ્ય રીતે બજાવી શક્યો હતો. માનવીના જીવન માં સુખ પણ જોડું બની આવતું હોય છે, ‘ભીમો’ સ્વસ્થ થઈ હોસ્પિટલથી ડિસ્ચાર્જ થવાનો હતો ત્યાં, સમાચાર આવ્યા કે સમીરને દેશ વ્યાપી. ઈન્ટરનેશનલ દાણચોરીનુ રેકેટ ક્રેક કરવા બદલ ડેપ્યુટી કમિશ્નરનુ પ્રમોશન મળ્યું ત્યારે શરૂ થતાં “ઋણ”ના બીજા ચક્રને ફરતું જોતાં ‘ભીમા’ને એક જીવતા ‘દેવ’ના રૂપમાં જોતો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Drama