Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama

સ્મરણોના રિસામણાં..

સ્મરણોના રિસામણાં..

1 min
207

તું જાય એનો તો મને કોઈ વાંધો નહિ,

તારી યાદ અચાનક રિસાય તો શું કરું,

સ્મરણોના રિસામણે આ દ્વિધા કેવી,

કે મારો મહાયલો પીસાય તો શું કરું,

સ્વપ્નમાં તમે શૃંગાર સજી આવો-ને,

ત્યારેજ પાંપણ ખુલી જાય તો શું કરું,

આ તે કેવી તમને મળવાની તાલાવેલી

ને આ ખલીશો મને ખીજાય તો શું કરું,

દર્દને ખુલ્લી હવા ભલે ને આપો તમે,

ને તોય આ ઝખ્મો ન રુઝાય તો શું કરું,

એકલતાના આ મહા વિસ્તીર્ણ રણમાં,

ઝાંઝવાથી મારૂં મન ભીંજાય તો શું કરું,

"પરમ" પ્રેમ માં મળી ભેટ તન્હાઈની,

"પાગલ" દુનિયાને ન સમજાય તો શું કરું?

Rate this content
Log in

Similar gujarati poem from Drama