STORYMIRROR

anjana Vegda

Tragedy Others

3  

anjana Vegda

Tragedy Others

લાગણીઓના લશ્કર

લાગણીઓના લશ્કર

1 min
224

સુમનના ચમન તણી એ સુગંધિત ક્ષણો

યાદોની ફોરમથી અમે સુવાસિત થઈ ગયા.

હર હંમેશ મુલાકાતના બહાના શોધનારા

મેળાપના હેતુઓ કદાચિત થઈ ગયા.


દોષો સર્વ દબાઈ જતાં મસ્તી તોફાન હેઠળ

થઈ એક ભૂલને કેવા ગુનાહિત થઈ ગયા.

નર્યો તફાવત આવ્યો છે સંબંધોના ચોપડે

પ્રેમમાં ગઈ ખોટ વ્યવહારો હીસાબિત થઈ ગયા.


પ્રેમ અને વિશ્વાસના તાંતણે ગૂંથાયેલા હતા

અવિભાજ્ય સંબંધો વિભાજિત થઈ ગયા.

લાગણી અને અહમ વચ્ચેના સંઘર્ષ મહી

લાગણીઓના એ લશ્કર પરાજિત થઈ ગયા.


દોસ્તોના દિલમાં સ્થાન પામનાર અમે

જુઓ છતાં ઘરે આજે નિર્વાસિત થઈ ગયા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy