Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharmik Parmar 'Dharmad'

Tragedy Inspirational

4.7  

Dharmik Parmar 'Dharmad'

Tragedy Inspirational

મૌન પાળ્યું છે !

મૌન પાળ્યું છે !

1 min
513

આ લુંટાઈ રહ્યો છે દેશ,

ને તમે મૌન પાળ્યું છે,

બદલી રહ્યાં છે સૌ વેશ,

ને તમે મૌન પાળ્યું છે,

ચર્ચાયા અનેક મુદ્દાઓ,

એ આઝાદ થયા પછી,

જ્યાં નાંખી ગાંધીએ ફ્લેશ,

ને તમે મૌન પાળ્યું છે.

રડી રહ્યાં છે આજે,

પાનાઓ એ ઈતિહાસના,

તિરંગે ચોંટી ગઈ છે મેશ,

ને તમે મૌન પાળ્યું છે.

આ સોનેરી ચકલીની,

પાંખો જાણે ગઈ કપાઈ,

આ સમયે રાખી ઉન્મેષ,

ને તમે મૌન પાળ્યું છે.

નજરો નજર વિંધાઈ રહી છે,

સંસ્કૃતિ જાણે,

કરી રહ્યો ભ્રષ્ટાચાર એશ,

ને તમે મૌન પાળ્યું છે.

મુઠ્ઠી બાંધી લો એ માટીની,

જે લલાટે લગાડી !

'ધર્મદ' કંઈ ન વધશે શેષ,

ને તમે મૌન પાળ્યું છે.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy