Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kinjal Pandya

Romance

2  

Kinjal Pandya

Romance

પગરવ

પગરવ

1 min
251



જાગું ત્યાંથી રવ સંભળાય..

તારા પગરવનો રવ સંભળાય..

સાચે જ છે કે ભ્રમ છે મારો!!??


જે કંઈ પણ હોય,

પરંતુ તારા પગરવ માત્રના એહસાસથી જ

મારા આનંદમાં વધારો થાય..


આવશે તું હમણાં જ મારી પાસે

સપનામાં પણ તારો રવ સંભળાય,

હવે તો નજીકમાં જ તારો પગરવ સંભળાય..


આવીને લઈ લે મને તું તારી પાસે

કે એકાકાર શ્વાસનો રવ સંભળાય..

સમાવી લે કાન મને તું તારામાં,

ને પછી તારી મોરલી અને મારા ઝાંઝરનો ઝણકાર સંભળાય..


હવે તો બ્રહ્માંડમાં રાસલીલાનો જ પગરવ સંભળાય...



Rate this content
Log in

Similar gujarati poem from Romance