Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

5.0  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

જીવનભરનો સાથ...

જીવનભરનો સાથ...

1 min
329


આંખોમાં આંખ છે બેયના હાથોમાં હાથ છે,

આ બે પ્રેમીઓનો તો જીવનભરનો સાથ છે,


જિંદગી અહીં એકબીજાની એકબીજાથી,

કદી ન આવે વિયોગ એવી આ મુલાકાત છે,


અંધારું તો ક્યારનુંય ભરી ગયું છે ઉચાળા,

પ્રેમ જ્યોતિનો જ્યાં કાયમ અજવાશ છે,


હું ને તું તું ને હું એ તો થઈ ગયો એક ભૂતકાળ,

એકત્વમાં જ સદા કાળ સ્નેહનો સહવાસ છે,


હર યુગે હર સમય હર જનમ તું જ સનમ,

બસ શાશ્વત મિલનની વસંતના અરમાન છે,


"પરમ" મંઝીલોના આ કાફલા જો તું કદમોમાં,

"પાગલ" રસ્તાઓ પણ પ્રેમથી મહેરબાન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance