ખુશ્બુ જેવું લાગે
ખુશ્બુ જેવું લાગે
મને મુખ તારું આજે પુનમના ચંદ્ર જેવું લાગે,
મને તારી આંખોનું કાજળ રાતરાણી જેવું લાગે,
એવો ખુશીથી થયો છે તારો ચહેરો ગુલાબી કે
મને તો એ રૂપેરી સવારની લાલી જેવું લાગે,
ગુંથાયેલા કેશમાં તે ટાંક્યુ છે ગુલાબ જોને
મને એ ઊગતા સુરજની તસવીર જેવું લાગે,
ઉમંગથી ચળકતી કાળી ભમ્મર આંખો તારી
મને પેલી તણખલે બેઠેલી ઝાકળ જેવું લાગે,
તું ચાલે 'ને થાય પગમાં ઝાંઝરનો રણકાર એ
મને મારા હૃદયે વાદળના ગડગડાટ જેવું લાગે,
રવાની સુણી તારા ઝુમખાં, ચુડી ને કંગનની
મને કોયલના મીઠાં મધુરાં ટહુકાં જેવું લાગે,
સરકે જ્યારે કોઈ ગીત તારા હોઠેથી મીઠડું
મને ખીલતી કોમલ છોડની કુંપળ જેવું લાગે,
તારા જ ચહેરાને સજાવતું હાસ્ય નખરાળું
મને બારેમાસ પ્રેમની 'વર્ષા' જેવું લાગે,
આવી છે કોઈ પરી આભેથી શણગાર સજી
મને રૂપ એનું 'ભરતવર્ષ'ની ખુશ્બુ જેવું લાગે.

