STORYMIRROR

Ashish Panchal

Romance Others

4  

Ashish Panchal

Romance Others

યાદો મૂકી ને આવ્યા

યાદો મૂકી ને આવ્યા

1 min
6.0K

શબ્દોની સવારી કરી તમે સારથિ બનીને આવ્યા,

જાણવા અનેરા જવાબ તમે સવાલો લખી આવ્યા.


યાદોની આ સફરમાં તમે વિચાર બનીને આવ્યા,

મને હેરાન કરવા છેક મારા સપને ચાલી આવ્યા.


વાત ન કરવાને બહાને ગેટે તાળું મારી આવ્યા,

નજીક આવીને જોયું તો તમે લાસ્ટસીન બંદ કરી આવ્યા.


ડેલી ખખડાવીને જોયું તો તમે સરનામું બદલી આવ્યા,

અમે પાછળ ફરતા ત્યાંજ બધી યાદો મૂકી આવ્યા.


શબ્દોની સવારી કરી સારથિ બનીને આવ્યા,

જાણવા અનેરા જવાબ તમે સવાલો લખી આવ્યા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance