સ્વીકાર
સ્વીકાર


પ્રેમ વિશે કોઈ કબૂલાત,
નથી જોઈતી મારે,
બસ તમારા મુખમંડલે ખુશીની,
રજૂઆત થાય તોયે ઘણું.
શબ્દોનો કોઈ ઉલ્કાપાત નથી,
નથી જોઈતો મારે,
બસ તમારી સાથે મીઠી વાત,
થાય તોયે ઘણું.
રોજબરોજ તમારી મુલાકાત,
નથી જોઈતી મારે,
બસ તમારા સ્વપ્ને થોડી,
નિરાંત થાય તોયે ઘણું.
તમારી સાથે ભીંજાવા મેઘલી રાત,
નથી જોઈતી મારે,
લાગણીઓના વહેણમાં તણાવાની
શરૂઆત થાય તોયે ઘણું.