STORYMIRROR

"Komal Deriya"

Romance

4  

"Komal Deriya"

Romance

જન્મદિવસ

જન્મદિવસ

1 min
645

આજે છે વહાલી તારો જન્મદિવસ, 

મળે ખુશીઓ અપાર તને હરદિવસ,


દોસ્ત તું મારી એકદમ હસમુખ અને ક્યુટ,

ક્યારેક બહુ બોલકી અને કયારેક તો મ્યુટ,


ખુબ નખરાળી અને ઉપરથી જિદ્દી પણ,

છતાંય જો મને તારા પર ખુબ વ્હાલપણ,


મારી કવિતા બધી તારા સ્મિતની કહાણી,

અને ઉપરથી તું મારા નખરાંની છે રાણી,


તું જ્યાં હોય ત્યાંથી જાણે નફરત છુમંતર,

બધા માટે અનંત પ્રેમ તારા હૃદયની અંદર,


અવાજ તારો કોમલ મારા હ્દયની ધકધક,

તારી સામે જ નથી અટકતી મારી બકબક,


હોય બધી જ વાતો તારી નિરાળી,

ને હસે એટલે લાગે તું બહુ રૂપાળી,


મારા બગીચાની તું જાણે વસંત બહાર,

પરીઓના જેવો સુંદર તારો રૂપ નિખાર,


મારી મોટી બહેન જેવી પરમ મિત્ર આમ,

હોઠને બોલવું ગમે એવું સુંદર તારુ નામ,


હું શું ભેટ સોગાદ તને આપું જન્મદિવસની,

ચહેરા પર તારા ખુશી લાવીશ રોજ મજાની,


મારા વર્તન પર તો જાણે માત્ર તારી જ અસર,

તો દોસ્તી નિભાવવામાં હું કેમ રાખુ કોઈ કસર !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance