STORYMIRROR

Neha Desai

Romance

4  

Neha Desai

Romance

લાવ્યો છું

લાવ્યો છું

1 min
349

આંસુઓને આજ, ત્રાજવે તોલી આવ્યો છું,

લાગણીઓની, હું કિંમત કરી લાવ્યો છું,


સમયને એનો પથ, ભુલાવી આવ્યો છું,

એક ક્ષણ હું, મારા માટે ચોરી લાવ્યો છું,


ચંદ્રમાંથી, થોડી ચાંદની લઈ આવ્યો છું, 

જીવનને રંગવા, રોશની ચોરી લાવ્યો છું, 


ઉગતા સુરજની, લાલિમા લઈ આવ્યો છું,

ગાલો પર, ગુલાબી લાલી ભરી, લાવ્યો છું,


ઢળતી એ સાંજની, ઉદાસી ભરી આવ્યો છું,

જખ્મોને વર્ણવે એ, રચના રચી લાવ્યો છું,


ફુલોની નજાકત, શબ્દોમાં લઈ આવ્યો છું,

ગઝલ રચવા, શાયરી, લખી લાવ્યો છું,


ચાહવાને ખુદને, “ચાહત”, ભરી લાવ્યો છું,

શ્વાસોમાં એમ, જિંદગીને, ભરી લાવ્યો છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance