સ્મરણ
સ્મરણ
તમે આવ્યા ને બધું વિસરાઈ ગયું,
મનને ફાવ્યા ને બધું વિસરાઈ ગયું.
હતા કંઈ કેટલીયે રાતના ઉજાગરા,
આંજણ વાવ્યા ને બધું વિસરાઈ ગયું.
અમસ્તા નહોતા પડ્યા રસ્તાને કાંઠે,
ભાળ લાવ્યા ને બધું વિસરાઈ ગયું.
કેટકેટલા ફંફોળ્યા'તા મોટા વેદ્યને,
સુકન આવ્યા ને બધું વિસરાઈ ગયું.
કડવી લાગવા માંડી'તી મીઠી વાનગી,
ઔષધ ભાવ્યા ને બધું વિસરાઈ ગયું.
અનંત મનથી કરું છું ઈશ સાધના,
તમે આવ્યા ને બધું વિસરી ગયું.