વાતો તારી શબ્દસ સાચી દેખાય છે,
નિષ્ઠુર લોકો, કેવી લાગણીઓ ખાય છે,
નિ:સ્વાર્થ કામોમાં, ખામી શોધાય છે,
દીધેલ સમય, સ્નેહ, સત્વરે ભૂલાય છે,
પોતાના ફૂલ માટેજ, પાણી સિંચાય છે,
આપણી પરિસ્થિતિ, ક્યાં જોવાય છે?
નિયમોના અક્ષત, ફક્ત પલાળાય છે,
પોતાનો વારો આવે, મોં સંતાડાય છે,
સર્વે અંગત જીવનમાં કેવા હરખાય છે,
તારી એ વાણી ‘મા’ હવે પરખાય છે,
વાતો તારી શબ્દસ: સાચી દેખાય છે,
નિષ્ઠુર લોકો, કેવી લાગણીઓ ખાય છે.