Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

હામ

હામ

1 min
206


ચરણ, રસ્તો, મંઝિલ ને આશા છે બધું ફિઝુલ, જો હૈયામાં હામ નથી !

શુંં કામના સમરાંગણે વાગતા સર્વ બ્યુગલ, જો હૈયામાં હામ નથી !


ફક્ત આંખ પક્ષીની નીરખીને, છે સરળ અહીં અર્જુન બનવું,

શુંં કામના એ ભાથામાં લક્ષ વેધી બાણ, જો હૈયામાં હામ નથી !


કર્મની કલમથી જ ઉભરે અહીં તથ્યની હસ્તરેખાઓ નિરંતર,

શું કામના તકદીરના જૂઠા સિક્કાઓ,જો હૈયામાં હામ નથી !


સુવા દો એ નસીબને મનભરીને આળસના ઓશીકે સોડ તાણી,

શું કામના એ આવડત ને એ બધાં અનુભવ, જો હૈયામાં હામ નથી !


અભિમાન ને અહંકાર તો એની રાજ રમત આમ જ રમવાના,

શુંં કામના નિયમો સઘળા સજગતાના, જો હૈયામાં હામ નથી !


હવે હળવેકથી નિઃશબ્દને શબ્દોમાં કહેવાની આ ક્ષણ ને હું,

શું કામના તારા એ ખામોશ ચિત્કારો ને ચીસો, જો હૈયામાં હામ નથી !


હવે અનંતની અંતિમ "પરમ" તૈયારી તો ક્યારનો કરીને બેઠો,

શું કામના એ "પાગલ" પગલાના અણસાર, જો હૈયામાં હામ નથી !



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational