તૃપ્તિ
તૃપ્તિ
કોઈ કાગડોળે રાહ જુએ છે તારી..
બસ પ્રિત ને આધારે
રાધા જીવે છે તારી..
આવ કાના આવ તું જલદી,
મારું જીવન ગયું છે અટકી,
તું નહીં આવે તો
હવે ચીર નિદ્રાંધીન થશે
આ રાધા તારી..
બ્રિજવન માં બેઠી હું તો હૈયે દીપ જલાવી,
તને ન જોઉં માધવ ત્યાં સુધી
મને "તૃપ્તિ "નથી થવાની..
આવ કાના આવ જલદી
રાહ જુએ
પ્રેમ દિવાની રાધા તારી.