Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sharmistha Contractor

Romance Tragedy

4.5  

Sharmistha Contractor

Romance Tragedy

તું ગયો પણ..

તું ગયો પણ..

1 min
1.3K


તું ગયો પણ હું નિહારું ક્યાં સુધી ?

સ્પર્શનો આ સ્પર્શ માણું ક્યાં સુધી ?


રોમરોમે છે હજી ઝણકાર એ..

વાત દિલની ફોક માનું ક્યાં સુધી ?


મોગરા સમ મ્હેકતો આ પ્યાર છે,

ના કહું. પણ, હું સમાવું ક્યાં સુધી ?


બારસાખે ઝુલતી થૈ યાદ કૈ' ,

બારણે અટકળ ભિડાવું ક્યાં સુધી ?


સાત પગલાં સંગ ઢોળી વેદના..

આયખું આખું ઉજાળું ક્યાં સુધી ?


હાથ તારો હાથથી છુટી ગયો..

બોલને ! ધડકન નિભાવું ક્યાં સુધી ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance