Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiten Patel

Tragedy Inspirational

4  

Hiten Patel

Tragedy Inspirational

બા નું વસિયતનામું

બા નું વસિયતનામું

1 min
1.5K


એક દિ ઘરડાં બા તો, જીવતું પિંજરુ બન્યા !

શહેરે વસતા પુત્રો, સાંભળી ગામડે આવ્યા ;

કામમાં અટવાયેલા, રાઘવાયા યંત્રો સર્વે,

નિરસ ઘડી શા થૈને, આવ્યા તે ખોડીયે હવે !


વિસરાયેલ મૂર્તિઓ, વિચારોમાં મગ્ન તને,

બેઠા એ નર્વસો બાના ઢોલિયા પાસ ક-મને ;

રહ્યા ઘડીક તો મૌન, બાને બેભાન જોઈને,

અજાણતા મળેલા તે, ડૂબી ગયાં ગુસપૂછે ;

"બિચારાં બા હવે ઝાઝું નહિ જીવે કદાચ તે,

ને છૂટીશું અહીંથી તો ",બોલ્યો આ એક આસ્તે;

"ઢોર, ઢાખર ને શેઢો, સઘળું વેચીને જલ્દી ;

શ્વાસ નિરાંતનો લેશું ", બોલ્યો બીજો સમજીને !


"રહ્યું સહ્યું ગયું જાણો, જંજાર ભાગશે પછી -

શહેરમાં નિરાંતેથી ", ભાખી ડાહી વહુ વળી !

સાંભળી સર્વેનું છેલ્લે, બોલી છાણી વિચારીને ;

"બાએ વસિયત નામું, કોને નામ લખ્યું હશે ?"


વિમાસણે પડ્યા જાણે આફત પડી જંગમ,

મૂંજવતો પ્રશ્ન સૌને -"કોણ બાને વ્હાલું હશે ? "

પથારીએ પડ્યાં બાએ, તમાશો સાંભળ્યો કરણે

હલાવી હાથને ધીમે, કાણસ્યાં દુઃખી સ્વરે ;

થવા વ્હાલા ઊઠી એકે પાયું ગંગા તણું જળ !


ઝંખતા ધનને લેવા, બેઠા હવે ચિંતાતુર ;

"ભર્યા તમ શહેરે રે, ઓચિંતો કાળ ત્રાટક્યો ?

કે આ સઘળું લેવાને, આવ્યા યંત્રો બની- દયા ?

વર્ષો વીત્યાં, ગયા દા'ડા ને હવે ચાકરીએ શે ?

કયા છૈયે ગ્રહી હાથ, દીધી આ તનને હામ ?"

અગ્નિ શાં વેણ સુણીને, થંભ્યા હૈયા અચાનક,

રે ગર્જતી પડી વીજ, જાણે ફેંક્યું ઇન્દ્રે વજ્ર !


"દીધું વસિયત નામું, ભીખલા દૂધવાળાને,

પાયા દૂધ જીર્ણ કાયે ", વેણ સરી પડ્યાં અંતે ;

ભરી છેલ્લો દમ, બા તો ધ્રુવ દેહે ઢળી ગયાં !

ને તૂટેલા કંઠે યંત્રો, જર્જરિત રડી પડ્યાં !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy