Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kinjal Pandya

Romance

3  

Kinjal Pandya

Romance

રંગોત્સવ

રંગોત્સવ

1 min
429


હું તો રંગાઈ તારા રંગે

પછી કયાં અબીલની જરુર છે ?


તને જોતા જ હું આનંદમાં આવી જઈ

મારા ગાલ ગુલાબી કરું,

પછી કયાં ગુલાલની જરુર છે ?


તારા સ્પર્શ માત્રથી જ મારા તનમાંથી

ચંદનની સુગંધ આવે

પછી કયાં કેસુડાની જરુર છે ?


તારી આંખની મીચકારી એજ હું ભીંજાઇ

પછી કયાં પીચકારીની જરુર છે ?


તારા પ્રેમના રંગે રંગાઈ હું તો

પછી કયાં આજે જ રંગ લગાડવાની જરૂર છે ?


કાના તારા સંગ મારે તો રોજ જ હોળી

ને રોજ જ દિવાળી,,

પછી કયાં એક જ તહેવાર ઉજવવાની મજા છે ?


આ રંગ ભીની રાધા ને હવે

કયાં રંગે રંગવાની બાકી છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance