ચણતાં રહો
ચણતાં રહો
નાજુક સમય ચણતાં રહો;
બાકી વરસ ગણતાં રહો.
આ જિંદગીના જામને..
બસ મોજથી પીતાં રહો.
મન મારવા કરતાં ભલા;
મન ચાહે તે કરતાં રહો.
પથ્થર બની ના થંભશો;
નૌકા બની સરતાં રહો.
હો ભીડ કે એકાંત હો,
ખુદ જાતને મળતાં રહો.
ના કો' સળી કરશો 'દિલીપ'
સુખી માળા બનતાં રહો.