અરસપરસ
અરસપરસ
દેખ્યું તમારા ચહેરા પરનું નૂર,
લાગી પ્રીત મને તમારા પ્રેમની હૂર,
ઈશારોની રમત કરી આપણે અહીં
થતાં સ્પર્શ તમારો, છૂટ્યા તરંગો ભરપૂર...
થઇ હું આ નવી અનુભૂતિથી પાણી પાણી,
તમારા ચહેરા પરની મુસ્કાનથી ખુશી જાણી,
દૂર થાયો તમે ત્યારે વહે યાદોમાં અશ્રુધારા,
બની જાઉં ભૂત, ભવિષ્ય ને વર્તમાન માણી...
અરસપરસ પર કર્યો પ્રેમ અધિક,
ના ભૂલાય યાદોની હારમાળા કદી,
નથી વિશ્વાસ કોઈ પર હવે તમારા સિવાય,
બનશે આપણો પ્રેમ આપણી પેઢીનો પ્રતીક...