STORYMIRROR

Krupa Soni

Drama

4  

Krupa Soni

Drama

બહાદુર

બહાદુર

1 min
399

હૃદયમાં ભાર રાખનાર નહી,પરંતુ;

સ્મિતથી હૃદય જીતનાર બહાદુર છે.


નિરાશાને દિલમાં લેનાર નહી,પરંતુ;

પુનઃખંતથી માર્ગ જોનાર બહાદુર છે.


મિથ્યાભિમાનમાં રાચનાર નહી,પરંતુ;

સ્વમાન ખાતર ઝઝૂમનાર બહાદુર છે.


સ્થિતિથી પલાયન થનાર નહી,પરંતુ;

પણ, સમાયોજન સાધનાર બહાદુર છે.


કિસ્મતની રાહે બેસનાર નહી,પરંતુ;

અથાગ પરિશ્રમ કરનાર બહાદુર છે.


શૌર્યની વાર્તાઓ કરનાર નહી,પરંતુ;

શૂરવિરનાં પંથે ચાલનાર બહાદુર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama