Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahebub Sonaliya

Drama Fantasy Tragedy

3  

Mahebub Sonaliya

Drama Fantasy Tragedy

આશનું છેલ્લું કિરણ ડૂબી જશે

આશનું છેલ્લું કિરણ ડૂબી જશે

1 min
14.2K


આશનું છેલ્લું કિરણ ડૂબી જશે,

સંતનું જયાં આચરણ ડૂબી જશે,


એક ખોટી લાલસાની હામમાં,

આદમીનું ભવતરણ ડૂબી જશે,


ફક્ત ટહુકે ઘરમાં જ્યારે દિકરી,

શોકનું વાતાવરણ ડૂબી જશે,


એ વિચારે ઈશ્વરે ટાળ્યો પ્રલય,

ક્યાંક બસ ચકલાંનું ચણ ડૂબી જશે,


પૂર છે શિક્ષણ નાં બસ વેપારનું,

આખરે આ બાળપણ ડૂબી જશે,


ઝાંઝવા જેવી રૂપાળી લાલસા,

મન સમું જેમાં હરણ ડૂબી જશે,


એ જ છે 'મહેબુબ' ની ઇચ્છા ફકત,

લઇને એ તારી શરણ ડૂબી જશે.




Rate this content
Log in

Similar gujarati poem from Drama