Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rahul Parmar

Fantasy

4  

Rahul Parmar

Fantasy

તો સારું...

તો સારું...

1 min
285


આમતો સમય ખુબજ ઝડપી છે,

પણ આ રાત વિતે તો સારું;

હજારો ફૂલ ખીલે છે આ બાગમાં,

હવે ગુલાબ ખીલે તો સારું ;


યાદમાં વિતાવ્યા દિવસરાત,

હવે મુલાકાત થાય તો સારું;

દર વખત પ્યાલામાં ઘોળાયો છું હું,

હવે જામ બની છલકાવ તો સારું;


ચિતા સરીખો સળગ્યો હું,

હવે રાખ બની ઊડું તો સારું;

અંતરમનથી ઘુંટાયો બહું,

હવે અશ્રુ થઈ સરું તો સારું;


ધન-દોલત બધી લૂંટી મારી,

હવે કોઈ દિલ લૂંટે તો સારું;

નયનથી સ્વપ્ન જોયા મે,

હવે વાસ્તવિકતા દેખાય તો સારું;


વર્ષોથી ઘાયલ થઈ ફરું છું હું,

હવે જખમ રૂઝાય તો સારું;

ભટક્યો છું હું 'રાહ'થી,

હવે મંઝિલ મળે તો સારું.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy