STORYMIRROR

Meera Parekh vora

Romance

3  

Meera Parekh vora

Romance

હવેતો આવી જા

હવેતો આવી જા

1 min
210

    

બાવીસ વર્ષ તો વિતાવ્યા મે તારી રાહમાં,

હવે તો તુ આવી જા,

ભણવાનું પણ પુરુ કર્યું તારી રાહમાં,

હવે તો તુ આવી જા.


કેટલા સપના જોઇ લીધાં તારી રાહમાં,

હવે એ પૂરા કરવા તો તુ આવી જા,

રસોઈ પણ ન શીખી તારી રાહમાં હવે તો આવડી ગઇ થોડી,

એ ખાવા તો તુ આવી જા.


કેટલા વરસાદ ચાલ્યા ગયા તારી રાહમાં,

આવતાં વરસાદ સુધીમાં સાથે ભીંજાવું છે હવે તો તુ આવી જા,

શિયાળામાં મોડી રાતે આઈસ ક્રીમ નથી ખાતી તારી રાહમાં

આવતાં શિયાળે આ ઇચ્છા પુરી કરવા તો તુ આવી જા.


ખૂબ ચાલી લીધુ મે એકલી એ જ તારી રાહમાં,

હવે તો હાથ પકડી ને સાથે ચાલવા તુ આવી જા,

બધાં જ મંદીરમાં ખૂબ દર્શન કર્યા તારી રાહમાં,

હવે એ દુઆ સાર્થક કરવા, તો તુ આવી જા.


ખૂબ જ જાગી છું તારી રાહમાં હવે મને તારા ખોળામાં સુવું છે

માંરી એ ઇચ્છા પુરી કરવા તો તુ આવી જા,

ખૂબ જ રડી છું તારી રાહમાં,

એ આંસુ લુછવા, તો તુ આવી જા.


થોડી ખબર રાખતાં શીખી છું તારી રાહમાં

માંરી કરતા પણ વધું માંરી ખબર રાખવા, હવે તો તુ આવી જા.

બહુ જ જીવી લીધુ છે મે એકલી એ જ તારી રાહમાં

હવે તારા સાથની જરુર છે એ જરુર પુરી કરવા, તો હવે આવી જા.


બહુ પૂજા કરી લીધી મે પથ્થરની તારી રાહમાં,

હવે પ્રેમની પૂજા કરવી છે તારી સાથે એ સાથ આપવા, હવે તો તુ આવી જા.

ખૂબ જ ચાહું છું તને તારી રાહમાં,

એ ચાહત પુરી કરવા તો તુ હવે આવી જા.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance