એ ગાજી ને વરસી
એ ગાજી ને વરસી
એ ગાજી ને વરસી આજે,
હૈયે થાતી ટાઢક ટાઢક.
એના વરસાદે ભીંજાવા,
મન મારું જો ચાતક ચાતક.
નયનો ટપકે ધીમે ધીમે,
લાગે ઝીણી છાલક છાલક.
ઉઠી આવ્યા છે ચોકોરે,
પવનો આજે માદક માદક.
લપસી જાઉં ઊંડો જેમાં,
વાતો તારી ભ્રામક ભ્રામક.

