એ શિક્ષક
એ શિક્ષક
કોરી, કાચી વેલને શણગારે એ શિક્ષક,
પાટી, પેન ને દફતર સજાવે એ શિક્ષક,
અબૂધ જીવને જ્યોતિ પ્રગટાવે એ શિક્ષક,
હારેલ હામને શૂરાતન ચઢાવે એ શિક્ષક,
કાચી માટીમાં સુશાસન લાવે એ શિક્ષક,
બંધ મુઠ્ઠીમાં ભાગ્ય ભરે એ શિક્ષક,
જગને આધાર અપાવે એ શિક્ષક,
કર્મ થકી મર્મને સમજાવે એ શિક્ષક,
સંસાર ભ્રમણા ભાંગી અલખ જગાવે એ શિક્ષક,
"રાહી" યુગ ઉજાગર સાહસિકો સર્જે એ શિક્ષક.

