જીંદગી છે ખાસ!
જીંદગી છે ખાસ!
જીંદગીના ત્રાસ વચ્ચે બેસાડો પ્રાસ,
આ જીંદગી છે ખાસ,જાણે મુખવાસ,
મૂકો કંકાસ અને લો ઊંડો શ્વાસ,
કેવો મોગરો ખીલ્યો!કેવી સુવાસ!
હજુ છીએ જીવતા નથી મરેલી લાશ,
જીવવાનું જલસાથી બાકી બધું બકવાસ,
અંધારું હશે જો તો આવશે ઉજાસ,
રોજ રોજ ના હોય કોઇ દી' અમાસ,
નથી કરવા ઉપવાસ,નથી થવું દાસ,
ના મૂકશો આશ,તું થા તારો પ્રકાશ,
આ નથી કારાવાસ,નથી કાયમી નિવાસ,
મુક્તિ નક્કી છે દોસ્ત,લોકો કરશે કાગવાસ,
એના પહેલાં,
જીંદગીના ત્રાસ વચ્ચે બેસાડો પ્રાસ,
આ જીંદગી છે ખાસ,જાણે મુખવાસ.