STORYMIRROR

Jay D Dixit

Fantasy

4  

Jay D Dixit

Fantasy

બે કાંઠા ને તોય છલોછલ

બે કાંઠા ને તોય છલોછલ

1 min
492

બે કાંઠા ને તોય છલોછલ

ખળખળતાં વહેતા જળ,

સરિતા સોહામણી નવવધૂ,

ને મર્યાદામાં મ્હાલતા જળ.


રોજેય નવેલી થઈને જીવે,

રોજેય એ જ નીરને પીવે,

રત્નાકરની રાહ પર મીંટ જેની,

ભળે પ્રિયતમમાં એના જળ.


જાણે શ્વાસ ને ધબકાર છે,

લક્ષણો સ્ત્રીના અસરદાર છે,

રિસાયેલી ક્યારેક લાગે ને,

ક્યારેક ઉછળતા મદમસ્ત જળ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy