Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
કબર ક્યાંક તો છે
કબર ક્યાંક તો છે
★★★★★

© Hanif Sahil

Inspirational

1 Minutes   13.8K    4


Content Ranking

અનિમેષ જોતી નજર ક્યાંક તો છે,

મને પણ નશાની અસર ક્યાંક તો છે.

જો ઊઘડી આ આંખો તો પામ્યું ના કાંઈ,

જે જોયું હતું મેં ભીતર ક્યાંક તો છે.

હવા, રંગ, ખુશ્બુ, અરીસો, પ્રતિબિંબ,

બધામાંય એની અસર ક્યાંક તો છે.

અહીં હું છુ વિહ્વળ, પાને કોઈ વ્યાકુળ,

વિરહમાં આ મીઠી સાબર ક્યાંક તો છે.

હજી વ્રણ છે તાજા, હજી યાદ છે એ,

વ્યથામાં હજી એ કસર ક્યાંક તો છે.

પરસ્પર અમે એકબીજામાં શામિલ,

હું અણજાણ ને એ બેખબર ક્યાંક તો છે.

એ અણજાણ જગ્યા, એ પરવત એ ઝરણાં,

એ રસ્તા,એ મંઝિલ, સફર ક્યાંક તો છે.

ગઝલ પણ હવે આ પૂર્ણ થવામાં છે આ,

અને આંખ નિદ્રા સભર ક્યાંક તો છે.

બધા માટે જગમાં છે ધરતીનો ખોળો,

હનીફ, એમ તારી કબર ક્યાંક તો છે.

યાદ વ્રજ ઝરણાં સફર ગઝલ હનીફ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..