ભીના છે નૈન...
ભીના છે નૈન...
યાદ આવે છે,
વસંતી વાયે વ્યોમ,
ભીનાં છે નૈન..
પ્રેમે શું જોવું,
અમથી હૈયા હોળી,
ભીનાં છે નૈન..
ના વિસરાય,
પાલવ કેરો સ્પર્શ,
ભીનાં છે નૈન..
ઝાકળ સંગે,
આજ થયો વિરહ,
ભીનાં છે નૈન..
નથી મિલન,
ખોવાણી પ્રિયે મારી,
ભીનાં છે નૈન..
શિયાળે ઠંડી,
મુજને કોરી ખાય,
ભીનાં છે નૈન..