Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Romance

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Romance

જિંદગી...

જિંદગી...

1 min
420


પલ પલની હકીકતમાં એક મધુર સ્વપ્ન સમ હોય છે જિંદગી,

ભૂલી જવાની ભવ્ય આહુતિમાં જાણે એક મહાન યજ્ઞ છે જિંદગી,


સત્યના આચરણમાં તો હું જાણે રણમાં પણ ખીલેલું એક ગુલાબ,

ને જૂઠના સથવારે ભરી બહારો વચ્ચે પણ પાનખર આ જિંદગી,


પ્રણયમાં પારિજાતની મહેકને પણ શરમાવે ઘડી મિલનની,

નફરતની નનામીમાં અમથા અમથા અહંકારનો ટંકાર આ જિંદગી,


નિરાશાની પરિપક્વતા તો આંસુઓની ધાર બનીને ખરી પડી,

ને આશાઓના મૃગજળમાં કોણીએ ચોટેલો ગોળ આ જિંદગી,


વ્હેમના ગણિતમાં બાદબાકી ને ભાગાકારની જ છે પરિસ્થિતિ,

ને પ્રેમના પલાખામાં સ્નેહના સરવાળા ને ગુણાકાર આ જિંદગી,


"પરમ" હૃદય સંપતિ સ્નેહની મુઠ્ઠીભર પણ વહેચીને ખુશ થયો,

ને ખાલી દામન લઈને ખુદ ભીખ માંગે હવે આ "પાગલ " જિંદગી!



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational