કાગળના રંગ
કાગળના રંગ
કાગળનો રંગ સાવ સફેદ છે
શાહી સાથે મળે, તો ધમાલ છે.
પ્રેમની બે લાઈન, તો પ્રેમપત્ર છે.
ભરુ જો રંગ, તો કુદરતની કમાલ છે.
શેરો, શાયરી લખું, તો ગઝલ છે.
કલ્પનાની ઘટના લખું, તો વાર્તા તાલ છે.
સુંદર વિચાર લખું તો, સુવિચાર છે,
છાપ પડે રૂપિયાની, તો લક્ષ્મી માત છે,
કાગળ પાલનહાર તો વિદ્યાનો સાગર છે
બાળક બનાવી રમે, તો હોળી, વિમાન છે.
કાગળ બહુ મુલો, પસ્તીમાં પણ લક્ષ્મી છે
કાગળનો સફેદ રંગ પૂરાય તો રંગોળી છે.