Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Ankita Mehta

Romance Thriller

1.0  

Ankita Mehta

Romance Thriller

યોગ-સંયોગ

યોગ-સંયોગ

15 mins
848


ગાડીની સ્પીડ સાથે મગજમાં એક પછી એક વાતો કોઇ મૂવીની જેમ ચાલતી હતી. પોતાનાથી વધુ સુખી કદાચ કોઇ નહી હોય કેમકે જે સંતોષ સાવલી અનુભવતી હતી એ સંતોષ બહુ ઓછા લોકો અનુભવતા હોય છે, બધુ હોવા છતા પણ હંમેશા ફરિયાદોમાં જ અટવાયેલા રહેતા હોય છે. પણ આ વાત તો સાવલીની છે જે જીવંતતાથી ભરપૂર છે. જીંદગીની એક એક પળ માંણી છે જેમાં ક્યાય અફસોસનો અવકાશ ન હતો. પ્રેમથી ભરપૂર ઘુઘવાતો દરિયો જેમા ઓટ આવતી જ નહી. તોફાની અને મસ્ત જીવન. નફરત જેવો શબ્દ એની ડિક્ક્ષનેરીમાં કદાચ હતો જ નહી. 


સાવલી, નામની જેમ થોડી શામળી પણ 'શામળો તોમાંરો કાનો પણ' એટલે પોતાના વાનમાંટે હંમેશા એને લગાવ જ રહ્યો હતો. નમણાશ એટલી કે ગોરો રંગ પણ પાણી ભરે. એની આંખોમાં કંઇક અલગ કશિશ હતી. એકવાર એની આંખોમાં કોઇ પડે એ એનામાંથી બહાર ન આવી શકે. હસતો ચહેરો, મસ્તીખોર આંખો અને એનુંં વ્યક્તિત્વ એને લાખો નહી પણ કરોડોથી અલગ કરતુંં હતુંં.

 

અને એ સાવલી ઉપર કેટલાય ફીદા હતા. પણ કોઇને ભાવ આપે એ સાવલી નહી. મોટા ભાઇનો જીવ એનામા વસતો અને ભાઇની આબરૂથી વધુ કઇ ન હતું. માતા પિતાનો ચહેરો તો યાદ પણ નથી. માતા પિતા કે ભાઇ બહેન.. જે કહે તે મોટો ભાઇ નમન જ હતો. સાવલી અને નમન એ જ પરિવાર. નમન અને સપનાનો પ્રેમ સંબંધ અછાનો ન હતો. પણ નમનની એક ટેક હતી કે સાવલીના લગ્ન કરી વિદાઇ કરી પછી પોતે સંસાર માંંડશે. અને સપનાનો સાથ પણ મળ્યો. સપના અને સાવલી વચ્ચે પણ નણંદ-ભોજાઇના સંબંધ અને બહેનપણાના પણ. સાવલી હતી જ એવી કે કોઇ ને પણ પોતાના બનાવી લે. અને સપના તો મોટાભાઈનો પ્રેમ. એટલે પૂછવું જ શું. 


જુવાનીના ઊંબરે સાવલીનું લાવણ્ય કોઇ ને પણ પાણી પાણી કરતું. પગ લપસતા વાર ન લાગે એવી ઊંમરના રસ્તા પર એ સાવધાનીથી આગળ વધતી હતી. કોલેજ પૂરી થતા જ સાવલી માટે કોઇ સારા ઘરના માંંગાની રાહ હતી નમન ને. અને થોડા જ સમયમાં એ દિવસ આવી ગયો.


સ્નેહ દિનેશભાઇ વૈધ, એક મોટી કંપનીમાં સેલ્સ એક્ઝીક્યુટીવ. માતા પિતા નું એક જ સંતાન. પિતા ને ગામ નો મોહ છુટતો ન હતો અને દિકરાની જોબ શહેરમાં. એટલે સ્નેહ એકલો રહેતો. કંપની તરફથી બંગલો, ગાડી, નોકર બધુ જ મળ્યુ હતું. અને પગાર પણ લાખોમાં. સ્નેહ પણ થોડો શામળો અને માપસર શરીર. ચશ્મા એના વ્યક્તિત્વને નિખારતા હતા. આમ જોઇએ તો સાવલી અને સ્નેહની જોડી લાગે.


વાત આગળ ચાલી. બંન્ને એ એક બીજાને પહેલી વાર જોયા. સામાન્ય વાત ચીત થઇ. વડીલોની ઈચ્છા મળી. એકવીસ વર્ષની સાવલી માટે ભાઇ નો નિર્ણય જ આખરી નિર્ણય હતો. અને સ્નેહ માટે ના કહેવાનું કોઇ કારણ પણ ન હતું. પહેલી મુલાકાતમાં જેટલા એક બીજા ને જાણ્યા એ પરથી તો બધુ ખૂબ સરસ હતું.


બીજા દિવસે મીઠી જીભ આપી અને એ સંબંધ પર મહોર લાગી. ઘડિયા લગ્ન લેવાયા કેમ કે સ્નેહ એકલો જ રહેતો હતો એટલે જલ્દીથી કોઇ સાથી એને સાથ આપે એ જ ઈચ્છા હતી.


સપના, નમન અને સાવલી એ મળી તૈયારી શરૂ કરી. ફૂલની જેમ સાવલી પણ ખીલી ઉઠી હતી. ભાઇના પ્રેમને પાલવના છેડે બાંધી અને કેટલીય મીઠી યાદોને સાથે લઇ સાવલી પોતાના નવા સંસાર તરફ એક એક ડગલુ આગળ વધે છે. ખૂબ ધામ ધૂમથી લગ્ન કરી સાવલીની પિયરથી વિદાઈ થઇ. 

સાવલી પણ કઇ કેટલાય અરમાનો સાથે નવી જીંદગી શરૂ કરી. અરેન્જ મેરેજમાં મેરેજ પહેલા થાય અને લવ પછી. અહી તો એક બીજા ની પૂરી ઓળખાણ પણ પછી થઇ. અને સમય સાથે એ વાત સમજાણી કે એક આગ હતું તો એક પાણી. બંન્નેમાં એટલુ અંતર હતું. સાવલી હસતી રમતી અને મસ્તીખોર અને સ્નેહ એટલો જ શાંત. સાવલીને હંમેશા કંઈક અખતરા અને નવુ કરવુ હોય તો સ્નેહ સીધી સાદી ઢબમાં વણાયેલો. સાવલી ઘુઘવાતો દરિયો અને સ્નેહ શાંત જળ. નાની એવી ક્ષણ પણ સાવલી મન ભરી નેમાંણતી અને એનો પ્રેમ એમા એટલી જીવંતતા ભરતો કે એ ક્ષણ પણ ખીલી ઉઠતી. સામાન્ય એવા દિવસ ને પણ સાવલી પોતાના સ્વભાવની ખાસિયત થી ખાસ બનાવી દેતી. અને સ્નેહને સાવલીનું આ રૂપ ખૂબ ગમતું. એના સ્વભાવ પ્રમાણે એ સરળતાથી વ્યક્ત ન હતો કરતો પણ એની આંખોમાં એના સ્મિતમાં ફક્ત સાવલી જ વસતી અને સાવલીને પણ આ વાત ખબર હતી કે સ્નેહ તેને કેટલુ ચાહે છે. નાની વાતમાં એ સાવલીનું ધ્યાન રાખતો, અને એને પુરી સ્વતંત્રતા આપી હતી. એક પણ બંધન નહી.માંન-સન્માન અને કાળજી. આનાથી વધુ બીજુ શુ જોઇએ.

નજરાય જાય એવુ જીવન. અને સમય સાથે પ્રેમ પણ ઘાટો થતો ગયો. 

'સાવલી, હવે થી મારે બહારગામ જવાનું વધી જશે. ક્યારેક સાત - આઠ દિવસ પણ થઇ જશે. તું એકલી મેનેજ કરી શકીશ ને?'

'મેનેજ તો કરી શકીશ. પણ સ્નેહ, મને ગમશે નહી તમારા વગર.'

સાવલી નાના બાળકની જેમ સ્નેહને વળગી પડી.

'સ્નેહ, એક વાત મનમાં આવે છે.'

'હા, બોલ ને.'

'આપણા લગ્ન ને ત્રણ વર્ષ થવા આવ્યા...'

'હ્મમમમમ..'

'તો હવે..'

'હવે શુ સાવલી?'

'બાળક...???'

સ્નેહ ખડખડાટ હસવા લાગ્યો.

'પહેલા તું તો મોટી થા..'

'સ્નેહ, તમે મસ્તી નહી કરો ને. તમે પણ આટલા દિવસો બહાર રહેશો. બા-બાપુજી ને પણ અહી ફાવતું નથી. હુ આખો દિવસ એકલી શુ કરીશ?'

'તું તારા બધા શોખ પુરા કરજે. હોર્સ રાઈડિંગ, સ્વિમિંગ  અને તારા ખતરનાક એડવેન્ચર. કેમ કે બાળક આવ્યા પછી તને એ મૌકો નહી મળે. થોડો સમય તું તારી જીંદગી જીવી લે. બાકી એવુ હોય તો ભાઇ-ભાભી ને રોકાવા બોલાવી લે. રાજુ અને લક્ષ્મી તો છે જ અહી.'


સાવલીએ પણ પ્રસ્તાવ સહર્ષ સ્વિકારી લીધો. ઘર થી 20-25 કિમી જ દૂર એક આવુ જ એડવેન્ચર પાર્ક હતું જ્યા બધુ જ શીખડાવતા.


સ્નેહ અને સાવલી બંન્ને સાથે ગયા બધી જાણકારી લેવા. બધુ એવુ જ લાગ્યુ જેવુ સાવલી ને જોતું હતું. અને 20-25 કિમી ગાડી ચલાવી ને જવુ એ તો સાવલી માટે રમત જેવી વાત હતી.


દિવસો અને મહીનાઓ જવા લાગ્યા. સ્નેહ ચાર દિવસ ઘરે તો આઠ દિવસ બહાર રહેતો. પણ એ અંતર હોવા છતા બંન્ને ના પ્રેમમાં તસ્સુભાર પણ ફરક ન પડ્યો. પણ એ વધતો ગયો.

રોજ સાંજ ની જેમ આજે પણ સાવલી હોર્સ રાઈડિંગ માટે ગઇ. અને હવે તો એને સારૂ એવુ ફાવી ગયુ હતું એટલે એકલી પણ એ જતી. અને એ પાર્ક ની અંદરથી જ જંગલ તરફનો રસ્તો હતો. જ્યા કાયમ પહેરેદાર બેઠા હોય. જંગલી પશુઓ એ ક્યારેય આતંક ન હતો કર્યો એટલે એ જંગલમાંથી અવરજવર થતી રહેતી. રોજ એક જ ઘોડા પર સવારી કરતી એટલે એ ઘોડો પણ સાથી બની ગયો હતો. પવન સાથે જાણે એ ઉડતી. એક જોમ સાથે. અને આજે ઘોડા ને લઇ જંગલ તરફ જતી રહી. અને જોગાનું જોગ ત્યારે કોઇ પહેરેદાર પણ ન હતા. સાવલી તો એની મસ્તીમાં આગળ ને આગળ ભાગતી ગઇ. અને ક્યારે એ જંગલમાં ભૂલી પડી ગઇ એ સમજાયુ જ નહી. ઘોડા ને લઇ તે આમ થી તેમ ફરતી ગઇ પણ કોઇ રસ્તો દેખાતો ન હતો. અને દિવસ પણ આથમી ગયો. અને સાવલી બીકથી ધ્રુજવા લાગી. 

'હવે શુ કરુ? કોની મદદ માંંગુ...' આંખોમાંથી ડર આંસુ બની વહેવા લાગ્યો.


ગમે તેટલી હિમત હોય પણ અંધકાર, જંગલ અને પોતે એકલી છે એ વિચાર બધી હિંમત તોડી નાખે. ઘોડો પણ થાક્યો હતો આમથી તેમ ફરી ને. શુ કરવુ એ સુજતું ન હતું. ત્યા કંઇક ખળભળાટ થયો. અંધારામાં કંઇ સરખુ દેખાતું પણ ન હતું. અવાજ પોતાના તરફ આગળ વધતો હતો. સાવલી બીકથી ધ્રુજવા લાગી. આંખો બંધ કરી દીધી જાણે કેમ આવનારી મુસીબત ત્યા જ થંભી જવાની. એના ખભા પર કોઇ એ હાથ રાખ્યો હોય એવુ લાગ્યુ પણ એને આંખ ખોલવાની હિંમત ન હતી. 

'અહી નજીક જમાંરુ નાનું ઝૂપડુ છે ત્યા ચાલો.'

સાવલી એ કંઇ જવાબ ન આપ્યો.


'અંધારુ થઇ ગયુ છે અને તમે ખૂબ આગળ આવી ગયા છો. કાલે વહેલી સવારે હુ તમને રસ્તો દેખાડી દઇશ.'

ફરી એ જ મૌન.

' આઈ થિંક યુ હેવ સમ બેટર ઓપશન, સો યુ વિશ'

એટલુ કહી તે ઘોડાને લઇ ચાલવા લાગ્યો.

સાવલી ચૂપચાપ એની પાછળ ચાલવા લાગી.

આઠ-દસ મિનીટ ચાલ્યા પછી ઝૂપડા જેવુ કંઇક દેખાયુ.

અટકાવેલા બારણા ને સહેજ અમથો ધક્કો માર્યો ત્યા ખૂલી ગયો.

એમાંણસ ફાનસ લેવા ગયો ત્યા સુધીમાં સાવલી એટલુ જ સમજી હતી કે કોઇ પહાડી અવાજવાળો અડીખમ પુરુષ હતો એ.

ફાનસ લઇ ને એ નજીક આવ્યો.

એ આછા ઊજાસમાં બંન્ને એ એક બીજા ને જોયા. 

છ ફૂટ હાઇટ, મજબૂત બાંધો, થોડા વધી ગયેલા દાઢી-મૂંછ. ત્રીસ વર્ષ આસપાસની ઉમર હશે. પીંગળી આંખો અને ચહેરા પર ના તેજ જોઇ ને ભણેલો ગણેલો અને કોઇ સારા ઘરનો લાગતો હતો. 


એણે સાવલી ને ખાટલો આપ્યો બેસવા અને પોતે મુંઢા પર બેઠો અને સીગરેટ ના કસ લેવા લાગ્યો.

અંધારી રાત નું મૌન ચીરી નાખે એવુ લાગતું હતું. સાવલી ને એ મૌન અકળાવતું હતું પણ પેલા ને કોઇ ફરક ન હતો પડતો. એ એના વિચારોમાં મસ્ત હતો. પણ સામેથી વાત કેમ કરવી અને શુ કરવી.


થોડીવાર પછી અચાનક તે ક્યાક ગયો અને એક ટોપલીમાં થોડા ફળ અને પાણીનો ગ્લાસ લાવી ને સાવલી પાસે રાખી દીધા. અને નાનું એવુ બેટરી થી ચાલતું ટેપ રેકોર્ડર ચાલુ કર્યુ. સાવલી એ શરમ બાજુ પર રાખી ખાવા લાગી. ફરી મૌન જ મૌન. સાવલી ને નવાઇ લાગી મનમાં બબડતી હતી 'કેવો છે સાવ.. નથી કઇ બોલતો કે નથી એને મારા હોવાથી કંઇ ફરક. આને બોલાવો પણ કેવી રીતે અને આમ આખી રાત કેમ પસાર થશે...'

જાણે પેલા ને સંભળાઇ ગયુ હશે કે કેમ

'મારુ નામ માધવ.'

'હુ સાવલી.'

ફરી મૌન. 

સાવલી જેવી છોકરી ને આવુ મૌન તો કેમ સહન થાય.

એણે હિમત કરી ને પુછ્યુ.. 'તમે અહી જ રહો છો?'

'મારૂ અડધુ ઘર આ જ છે.'

'તો બાકી નું અડધુ?' સાવલી થી ઊતાવળમાં વિચાર્યા વગર જ પુછાઇ ગયુ.

પણ માધવે કંઇ જવાબ ન આપ્યો.

થોડીવાર પછી માધવ બોલ્યો.. ' વાઇલ્ડ લાઇફ અને નેચરલ ફોટોગ્રાફી એ મારો શોખ પણ છે અને પ્રોફેશન પણ. અને બીજી વાત એ કે મને પ્રેમ છે.. આ નિરવ શાંતી સાથે, મારી એકલતા સાથે, આ જંગલ સાથે,મારી જંગલિયાત સાથે.'

અને સીગરેટ ના ધુમાડામાં એ ખોવાવા લાગ્યો.

'તમારુ ફેમીલી..?'

'મારા વિશે જેટલુ જાણવાની તમારે જરૂર હતી એટલુ જણાવી દીધુ. આનાથી વધારે જણાવવાની મને જરૂર નથી લાગતી.'

શુ બોલે સાવલી?માધવે આગળ વાત કરવાનો રસ્તો જ બંધ કરી દીધો હતો.

રાત વિતવા લાગી. અને સાવલી ક્યારે ઉંઘી ગઇ એ એને પણ ખબર ન રહી. સવાર નો કુણો તડકો આંખ પર અથડાવા લાગ્યો હતો. આંખ ખૂલતા જ પોતાને યાદ આવ્યુ કે પોતે ક્યા છે. એ ફટાક થી ઉભી થઇ ગઇ.માધવ ક્યાય દેખાયો નહી. દસ મિનીટમાં એ આવ્યો. અત્યારે જાણે કોઇક અલગ જ માધવ લાગતો હતો. કાલ કરતા કંઇક વધુ સોહામણો. એની આંખો જાણે સાવલીને આકર્ષતી હતી. બંન્નેની નજર મળતા જ સાવલી એ નજર ફેરવી લીધી. 


'ચાલો તમને રસ્તા સુધી મુકી જાવ.'

'તમારો આભાર કેવી રીતે માનું? કાલે રાતે તમે ન હોત તો મારુ શુ થાત. થેન્ક યું સો મચ'

માધવ કંઇ ન બોલ્યો. અને આગળ ચાલવા લાગ્યો.

હવે સાવલી ને ગુસ્સો આવ્યો પણ શુ કરી શકે.

સાવલી ને સલામત રીતે પાર્ક સુધી પહોચાડી એ તરત પાછો વળી ગયો. પાર્કવાળા પણ સાવલી ને જોઇ પોતે કેટલા હેરાન થયા ગોતવા અને શુ થયુ હતું એવી બધી વાતોમાં હતા. પણ સાવલી નું મગજ તો બીજે જ હતું.

બીજે દિવસે સ્નેહ આવવાનો હતો એટલે ઘરે જઇ ને તૈયારીમાં લાગી ગઇ.


આમ જ અઠવાડીયુ વિતી ગયુ. આજે સ્નેહ ચાર દિવસ માટે ફરીથી બહારગામ ગયો.

સાંજે નવરાશ મળતા ફરીથી મગજે માધવના વિચારોનો કબ્જો લીધો. એનું મન જાણે ખેચાતું હતું. એણે ગાડી કાઢી અને જંગલ તરફ ગઇ. દિવસે એને માધવ નું ઝૂપડુ સહેલાઇથી મળી ગયુ. પણ અંદર કોઇ ન હતું. બે કલાક રાહ જોઇ પણ માધવ ન આવ્યો. સાવલી એ પોતે અહી આવી હતી એવો કાગળ લખી ને ખાટલા પર રાખી નીકળી ગઇ.

પણ સાવલી ને એ ન હતું સમજાતું કે પોતાને એ આકર્ષણ શુ કામ હતું. બીજા અઠવાડીયે એ ફરીથી ગઇ માધવ ને મળવા. આ વખત એ મળ્યો. સાવલી ને જોઇ ને તેના ચહેરા પર કોઇ જ પ્રકાર ના ભાવ નહી. 

'હુ અહી તમને મળવા આવી છુ.'

'હમમ '

'તમે મને પુછ્યુ નહી કેમ આવી?'

'આવ્યા છો તો કહેશો જ ને..'

અને એ હસ્યો. એનું સ્મિત એની આંખથી પણ વધુ આકર્ષક હતું. સાવલી એનામાં ખેચાતી ચાલી. અને આમ પણ કહેવાય છે કે કોઇ ઇગ્નોર કરતું હોય તો એના તરફ વધુ આકર્ષણ થતું હોય છે.

માધવ ને હસતો જોઇ સાવલી ને થોડી હિમત આવી.

'ફ્રેન્ડ્સ?'

'ફોર શ્યોર...'

અને તે દિવસે ચાર કલાક એ માધવ સાથે વાતો કરતી રહી. પોતાની, એના શોખ ની અને માધવ અને પોતાના વચ્ચેની સામ્યતાની કે પોતાને પણ એડવેન્ચરિસ લાઈફ ગમે છે અને બીજી કંઇ કેટલીય. 


અને આ રીતે મળવાનો સીલસીલો ચાલુ જ રહ્યો. અને ક્રમશઃ વધતો ગયો. એ માધવમાં વધુ ને વધુ ઓતપ્રોત થતી ગઇ. એની આંખોમાં, એના હાસ્યમાં, એના ખડતલ શરીરમાં, એના પહાડી અવાજમાં, એના વિચારો, એનું જંગલીપણુ, એનું બધુ જ. હા, પોતે માધવ ના પ્રેમમાં પડવા લાગી હતી. આ તો કેવો સંયોગ.. શુ એક સમયે બે વ્યક્તિ સાથે પ્રેમ શક્ય છે? હા, સાવલી માટે આ જ હકિકત હતી. એક સાથે એ સ્નેહ અને માધવ બંન્નેના પ્રેમમાં હતી. કેવો યોગ અને કેવો સંયોગ.. હા, યોગ જ હતો આ રીતે માધવ નું મળવુ અને એ સંયોગ જ હતો એના પ્રેમમાં પડવુ...પણ આ જ વાસ્તવિક્તા હતી..


ક્યારેય પર્સનલ લાઈફ વિષે માધવે પુછ્યુ નહી અને સાવલી એ કહ્યુ પણ નહી કે એ પરણેલી છે.માધવ ને પણ સાવલીનો સાથ ગમતો અને પુરુષ સ્વભાવ પ્રમાણે એ પણ આકર્ષાયો હતો. અને સાવલીના મનની વાત પણ સમજતો હતો.


આજે એ ઘરે થી માધવ ને મળવા નીકળી. ત્યા પહોચી અટકાવેલા બારણા ને ધક્કો માર્યો અને અંદર થી માધવે પણ ખેચ્યો અને સાવલીનું બેલેન્સ ન રહ્યુ અને એ માધવ પર પડી. માધવે સાવલી ને પકડી એને પડવા તો ન દીધી પણ પોતાના તરફ વધુ ખેંચી. તેની મજબૂત પકડમાં સાવલી ઓગળવા લાગી. માધવ નો સ્પર્શ ઘણુ કહેતો હતો. માધવ ના ગરમ શ્વાસ ને મહેસુસ કરી શક્તી હતી. આંખોથી જ જાણે મૂક સંમતિ આપી હોય એમ બંન્ને વધુ નજીક આવ્યા અને થયુ ચાર અધરોનું મિલન. શ્વાસોનું મિલન. અને એ ચાલતું જ રહ્યુ જાણે વેરાન જમીન પર વરસાદનો પહેલો સ્પર્શ. જીંદગીની પહેલી કિસ તો ન હતી પણ જાણે પહેલી કિસ જ હતી જેમા આવો ગરમાવો હતો. સમય અને સ્પર્શ એ સીમાઓ ને તોડવા માટે પુરતા હતા. અને એક પછી એક આવરણો દૂર થતા ગયા. માધવ નું ખડતલ શરીર સાવલીના મનને મોહતું ગયુ. જેમ જેમ માધવનો સ્પર્શ તેના દરેક અંગો પર થતો હતો તેમ તેમ સાવલીની અંદર આગ વધતી જતી હતી. સામાન્ય પ્રેમ થી કંઇક અલગ હતો આ પ્રેમ. તેના તન બદન ને બાળી રહ્યો હતો. એક જનુંન હતું એ પ્રેમમાં. અને ટેપ રેકોર્ડરમાં વાગતું એ ગીત વધુ જનુંન ભરતું હતું.


ટૂટે તો ટૂટે તેરી બાહો મે એસે

જેસે શાખો સે પત્તે બેહયા

બીખરે તુંજ હી સે ઔર સીમટે તુંજ હી મે

તું હી મેરા સબ લે ગયા

ના ફીકર ના શરમ ના લીહાઝ..

એક બાર આયા...

આજ ફીર તુંમ પે પ્યાર આયા હે

બેહદ ઔર બેશુમાર આયા હે.....


 સાવલીના મનને જાણે કે વાચા આપી હોય. સાવલી પણ માધવના પ્રેમથી જાણે ટૂટીને એનામાં જ ક્યાક સમાતી જતી હતી. આ બંધ આંખોનો નહી પણ ખૂલી આંખોનો પ્રેમ હતો. રાતના એ અંધારાનો પ્રેમ ન હતો પણ આ તો ખીલતી સાંજનો પ્રેમ હતો. વાતાવરણ પણ એવુ.. જંગલનું એ સૌંદર્ય, આછી ગુલાબી સાંજ, ઠંડો પવન, સંગીત, જુવાન હૈયા અને મનગમતો સાથ... કશુય ખૂટતું ન હતું એક મેકમાં સમાવા માટે. બંન્ને આખી દુનિયાને ભૂલી ગયા હતા. આંખોમાં આંખો અને પ્રેમનો વરસાદ એકધારે વરસતો હતો. જેમા બંન્નેના હૈયા એક સરખા ભિંજાતા હતા. બસ પ્રેમ જ પ્રેમ. સંતોષ એવો કે જેને શબ્દો સમજાવી જ ન શકે. એક પૂર્ણતાનો અનુભવ...


સાવલી ક્યાય સુધી માધવની ખૂલી છાતી પર માંથુ રાખી એમ જ પડી રહી અને માધવ એના વાળમાં હાથ ફેરવતો રહ્યો. રાત પડવા આવી એટલે સાવલી અને માધવે નાછુટકે અલગ થવુ પડ્યુ. 


આમ જ સમય ચાલવા લાગ્યો. સાવલી માટે જંગલ એ એનું બીજુ ઘર થઇ ગયુ હતું. જ્યા એને અને એના મન ને એક સુકુન મળતું. તેના તન અને મનની તરસ છીપાતી. સાવલીની દબાયેલી અનેક ઈચ્છાઓ ત્યા સંતોષાતી.  


જ્યારે એ માધવ સાથે હોય ત્યારે સંપૂર્ણ માધવમય જ હોય અને જ્યારે સ્નેહ સાથે હોય ત્યારે તે સ્નેહને જ સમર્પિત હોય.

હા, સાવલી સ્નેહ અને માધવ ને એક સમાન પ્રેમ કરતી. સાવલી માટે એક હ્રદયનો ધબકાર હતો તો એક શ્વાસ. અને એમાથી એક ન હોય તો જીવવુ અશક્ય બની જાય એમ જ સાવલી માટે સ્નેહ કે માધવ કોઇના પણ વગર જીવવુ અશક્ય થઇ ગયુ હતું.

પોતે બરાબર જાણતી હતી કે આ વિડંબણા નો કોઇ ઉપાય નથી. 


સ્નેહને એક મહીના સુધી બહારગામ જવાનું ન થયુ. સાવલી માટે માધવથી આટલો સમય દૂર રહેવુ એ એક એવો સમય બન્યો જેમા એ સમજી શકી કે આ રસ્તો ખૂબ અઘરો છે. બંન્ને માટે ના પ્રેમમાં ક્યાય કચાશ નથી પણ આ વિરહ ન તો સહી શક્તી હતી ન તો કહી શક્તી હતી.


બે દિવસ પછી સ્નેહને ફરીથી બહારગામ જવાનું હતું. સાવલી સ્નેહથી પણ દૂર થવા ન હતી માંંગતી. આ તો કેવા આવેશો જે શમતા જ ન હતા. એની લાગણીઓ, એનો પ્રેમ ને બાંધી શકે એવુ કોઇ બંધન હતું જ નહી. એની તડપ એ કેમ શાંત કરે... 


 'સ્નેહ, હુ તમને ખૂબ ચાહુ છુ પણ હુ માધવ ને પણ એટલો જ ચાહુ છુ. અને તમને મારો પ્રેમ ક્યાય ઓછો લાગે તો મે બેવફાઇ કરી કહેવાય. મારી અંદર રહેલો લાગણી અને પ્રેમનો એ દરિયો હિલોળે ચડ્યો છે. હા, સુખી લગ્ન જીવન હોવા છતા પણ મને પ્રેમ થયો. પણ પ્રેમ કંઇ સંજોગો જોઇ ને થોડો થાય છે? એ તો બસ થઇ જાય છે.. નથી એ ઊંમર જોતો કે નથી એ રંગ-રૂપ કે નાત-જાત જોતો. નથી એ કોઇ પરિસ્થિતિ જોતો. બસ કોઇ વ્યક્તિ ને જોતા, એને મળતા લાગણીઓ બેકાબુ બની જાય એ જ તો પ્રેમ. એનો સહવાસની સતત ઝંખના એ જ તો પ્રેમ. પ્રેમ તો અખૂટ હોય. એને ગમે તેટલો લૂટાવો એ ક્યારેય પુરો નથી થતો. એ તો અવિરત વહેતું ઝરણુ છે. જે સતત એકધારુ વહ્યા જ કરે. બીજાની તો મને નથી ખબર પણ મારામાં એ ઝરણુ, ધોધ બનીને વહે છે. બસ, પ્રેમ જ પ્રેમ. લગ્ન પછી પ્રેમ થાય એટલે એક્સ્ટ્રા મેરિટલ અફેર કહેવાય. પણ એ પ્રેમ કંઈ એક્સ્ટ્રા નથી હોતો. પ્રેમનું કોઇ માપદંડ થોડુ હોય કે આટલાથી વધુ લાગણી કે પ્રેમના ઊન્માદો આવે છે એટલે હવે એને એક્સ્ટ્રા કહેવાનું. એ તો દરિયો છે અને દરિયામાં ક્યારેય એક્સ્ટ્રા પાણી હોય એવુ બન્યુ છે? હુ કઇ રીતે તમને માંરૂ મન સમજાવુ.. હુ શુ કરુ?'


મનની આ વાત મનમાં જ કરી લીધી. કાશ, આવુ હકિકતમાં કહી શકી હોત.

સાવલી બરાબર જાણતી હતી કે સ્નેહ તો શુ દુનિયા નો કોઇ પણ પતિ આવા સંબંધ ન સ્વિકારી શકે. આપણો સમાજ, આપણા જ લોકો આ સંબંધ માન્ય ન જ રાખે. પણ આવુ બનતું હોય છે, બસ ફરક એટલો કે એ અણકહ્યા અને પોતાની જ દુનિયામાં ક્યાક ધરબાયેલા જ રહી જાય છે.


સાવલી રોજ કરતા કંઇક અલગ મૂડમાં હતી. 

'આજ કંઇક વધુ જ પ્રેમ આવે છે મેડમ.. શુ વાત છે?' એક આંખ મિંચકારતા સ્નેહે પુછ્યુ.

'એ તો કાયમ આવતો જ હોય છે પણ વેલેન્ટાઇન ડે ના આપણે સાથે નહી હોય એટલે એડવાન્સમાં. પ્રેમ તો બસ કરી જ લેવાનો. એને કાલ ઉપર ના ઠેલવાય.'

સાવલી એ ગીફ્ટ આપતા કહ્યુ.

કેક કટ કરી.


થોડી જ વારમાં સ્નેહ બહારગામ જવા નીકળી ગયો અને સાવલી એને જતો જોતી રહી્... જીવ ભરી ને.

ઘર ને થોડુ વ્યવસ્થિત કર્યુ. એક નાની બેગ લઇ એ માધવ ને મળવા નીકળી ગઇ.

કેક અને મોટુ ટેપ રેકોર્ડર એણે માધવ ને ગીફ્ટ આપવા લીધુ હતું.

માધવ ને મળતા જ એના મજબૂત બાહુપાશમાં સમાઇ ગઇ જાણે કે બસ હવે જીંદગી થંભી જવાની. માધવ સાથે કેક કટ કરી અને કલાકો સુધી વાતો કરી.

'સાવલી, રાત થવા આવી. તારે જવુ નથી?'

'ના, આજ તો હુ આખી રાત તારી સાથે જ રહેવાની. તને કંઈ વાંધો હોય તો કહે.'

માધવ કંઇ બોલે એ પહેલા જ એણે ટેપ રેકોર્ડર શરૂ કર્યુ.

એ જ ગીત.... અને એ જ જનુંન...


આજ ફીર તુંમ પે પ્યાર આયા હે

બેહદ ઔર બેશુમાર આયા હે.......


સાવલી સંપૂર્ણ પણે માધવમય બની ગઇ હતી અને માધવ પણ સાવલીમાં ઓળઘોળ થઇ ગયો હતો. એ કીસમાં એટલો જ ઊન્માદ હતો જેટલો પહેલી કીસમાં હતો અને કદાચ એનાથી પણ વધારે. અને પ્રેમના એ વરસાદમાં બંન્ને મન ભરીને ભિંજાતા હતા. પરમ સંતોષ ને અનુભવતા હતા. સાવલી માધવની છાતી પર સુતી હતી. પણ એક સંતોષ અને ખૂશી એની આંખમાં છલકાતી હતી.


'સાવલી, આટલા સમય થી આપણે સાથે છીએ પણ તારૂ આ રુપ મે પહેલી વાર જોયુ... શુ વાત છે સાવલી?'

'માધવ, આ ક્ષણ ને મને મન ભરી ને માંણવા દે... આવી ક્ષણ ફરી આવે કે ન આવે..'

'કેમ આવી વાત કરે છે? તું મને.....'

માધવ આગળ કંઇ બોલે એ પહેલા જ સાવલી એ એના હોઠ પર પોતાના હોઠ રાખી દીધા.

આખી રાત એ માધવ ને નિરખતી રહી.. એનામાં જ ક્યાક સમાતી રહી.

વહેલી સવારે માધવ ની આંખ લાગી. માધવ ને કપાળ પર કીસ કરી સાવલી નીકળી ગઇ. એ જાણતી હતી માધવ ની નજર સામે એ કદાચ નીકળી નહી શકે.

ગાડીમાં બેસતા જ વિચારો નું વાવાઝોડુ શરુ થયુ.


'પ્રેમ તો પ્રેમ હોય... લગ્ન પછી ન જ થવો જોઇએ એવી સમજણ એને નથી એટલે જ એને આંધળો કહેવાય છે. પણ શુ આવી પરિસ્થિતિ કોઇ પણ સ્ત્રીના જીવનમાં અથવા પુરુષના જીવનમાં નહી આવી હોય? હા, કોઇ પણ પતિ અથવા પત્નિ આ વાત સ્વિકારે નહી એટલે જ આ બાબત પર ક્યારેય મન ખોલી ને વાત જ નથી કરતા. પણ મને એટલી જ ખબર છે કે હુ ન તો સ્નેહ વગર જીવી શકીશ ન તો માધવ વગર...મારા જેટલુ નસીબવાળુ કોઇક જ હશે જેને ડબલ પ્રેમ મળ્યો. નથી મને કોઇ અફસોસ કે નથી કોઇ ખેદ. પણ મારે આ જ ખૂશી જોઇએ છે જીવનભર... એટલે એ ખૂશીનો કદાચ પણ ક્યારેય અંત આવે એ પહેલા જીવનનો અંત આવે એ મને મંજુર છે.'

સાવલીના ચહેરા પર અદમ્ય શાંતિ હતી. સંપૂર્ણ તૃપ્તિ હતી. અને મનનો વિચાર પણ દ્રઢ હતો. એણે ગાડીની સ્પીડ વધારી.. સ્ટીઅરીંગ પરથી હાથ લઇ લીધો... આંખો બંધ કરી અને એ દરેક પળ ને એ ફરીથી જીવવા લાગી જે પળ એણે સ્નેહ અને માધવ સાથે ગાળી હતી. મન ના એક ખૂણામાં એ માંફી પણ માંંગતી હતી... પોતાના જીવનના એ ત્રણે પુરુષની.. મોટાભાઇ, સ્નેહ અને માધવની... હોઠ પર સ્મિત અને અંતરમાં સંતોષ... અને થોડી જ ક્ષણોમાં ગાડી ફંગોળાઇ ગઇ ખીણમાં...

અને સાવલીની એ ખૂશી જીવનભરની બની રહી....!


Rate this content
Log in

More gujarati story from Ankita Mehta

Similar gujarati story from Romance