સમયાંતર-3
સમયાંતર-3


'હેય મીસ બ્યુટીફૂલ...'
કોલેજથી ઘર તરફ જતી આર્શીને રસ્તામાં જ આંતરી ને એ બાઈક પર બિન્દાસ થઈ બેઠો હતો.
આર.પી. મેડિકલ કોલેજ ની સામે આવેલી આર.પી.કોમર્સ કોલેજનો એમ.બી.એ.નો સ્ટુડન્ટ હતો. એક જ કોલેજ પણ ડિપાર્ટમેન્ટ અલગ.. એટલે કોલેજની કરીક્યુલર એક્ટિવિટીમા સાથે હોય.. આર્શી એને ઓળખી ગઈ. આ એ જ હતો જેને ગયા વર્ષે સ્ટુડન્ટ ઓફ ધ યરનો અવોર્ડ મળ્યો હતો. ભણવામાં, સ્પોર્ટસમાં, અને બીજી દરેક એક્ટિવિટીમાં એ આગળ હોય. પર્સનાલિટી પણ એવી હતી કે એને જોઈ ને કોઈ પણ છોકરી આકર્ષાયા વગર રહી જ શકે. અને આર્શી પણ સામાન્ય છોકરીઓ ની જેમ એના તરફ આકર્ષાયેલી જ હતી પણ ક્યારેય સામેથી વાત કરવાની હિંમત ન થઈ. ઊંચો અને ભીનાથી થોડો ઉજળો વાન, ભૂરી અને પારદર્શક આંખો.. એની આંખો મા એક નશો હતો... એક આખી અલગ દુનિયા જાણે એની આંખોમાં સમાયેલી હતી... પવન થી ઉડતા એના રેશમ જેવા વાળ.. કાળા વાળ મા કંઈક ભૂરી ઝાંય પડતી.. એનુ સ્મિત.. કોઈ ને પણ મોહ લગાડી દે એવુ તોફાની અને રમતીયાળ.. અને એ સ્મિત સાથે જ એક ગાલમાં પડતો ખાડો એને વધુ આકર્ષક બનાવતો હતો. એનુ શરીર સૌષ્ઠવ એટલે જાણે કોઈ કારીગરે માપી માપી ને બનાવેલી કોઈ મૂ્ર્તી.. પ્હોળી છાતી, ગોળ ખભ્ભા, મજબૂત બાવળા, સપાટ પેટ... અને એણે પહેરેલા કોલર વાળા હાફ સ્લીવના ટી શર્ટમાંથી એનો બાંધો સ્પષ્ટ દેખાતો હતો. એની સ્ટાઈલ અને વાત કરવાની એની છટાથી કોઈપણ પાણી પાણી થઈ જાય.
આર્શી એને નિષ્પલક જોઈ રહી હતી..
આર્શી પણ એટલી જ સુંદર હતી.. તન થી પણ અને મન થી પણ. સાવ સાદી સીધી.. એકદમ નિર્દોષ અને માસુમ.. જેને દુનિયદારીની સમજ ન હતી.. ચાલાકી અને છળકપટથી સાવ પરે હતી.. સંબંધોમાં ચાલતી રમતથી બેખબર... એની માટે આ દુનિયા અને દુનિયામાં રહેતા માણસો ને પણ પોતાના જેવા સમજતી. એની કથ્થાઈ આંખોમાં કેટલાય સપનાઓ રમતા હતાંં... ગોરો વાન.. ગોળ ચહેરો.. ઊંચી અને પાતળી.. કમર સુધી ના વાળ જેને એ કાયમ બટરફ્લાયથી બાંધી ને રાખતી.. ગુલાબી હોઠ અને નીચલા હોઠ નીચે ડાબી બાજુ એ નાનો એવો તલ.. હસતી ત્યારે એકસરખા ગોઠવાયેલા એના દાંત કોઈ માળામાં ગોઠવાયેલા મોતી જેવા લાગતા. એના ચહેરા પર માસુમિયત છલકતી. સલવાર અને કમીઝમાં પણ એના શરીર ના વળાંકો સ્પષ્ટ દેખાતા.
'ઓ હેલ્લો મીસ, મને જીવ ભરી ને થોડી વાર પછી જોઈ લેજો.. અત્યારે મારી સાથે કોફી પર આવશો? '
આર્શી થોડી ઝંખવાય ગઈ.
'પણ કેમ?' એને કંઈ સુજ્યુ નહી કે શુ જવાબ આપવો..
'કેમકે મને ભૂખ લાગી છે અને તમારા જેવી બ્યુટીફૂલ કંપની મળતી હોય તો એકલુ શુ કામ જવુ? સો પ્લીઝ એક ભૂખ્યાની મદદ કરો..' કહેતા બંને ખડખડાટ હસી પડ્યા હતાં. એણે બાઈક પર બેઠા બેઠા જ આર્શી તરફ હાથ લંબાવ્યો..અને આર્શી કંઈ વિચારે એ પહેલા એણે આર્શી નો હાથ પકડી પોતાની તરફ ખેંચી.. અને આર્શી પણ ખેંચાઈ આવી.. એણે બીજા હાથે હળવેથી એના વાળમાંથી બટરફ્લાય કાઢી પોતાના ટી શર્ટ ની ખુલ્લા બટનની બટનપટ્ટી પર ભરાવી દીધુ. આર્શી ના વાળ પવન થી અસ્તવ્યસ્ત થઈ ગયા. એણે આંખના ઈશારાથી જ બાઈક મા બેસવા કહ્યુ અને આર્શી જાણે તંદ્રામા હોય એમ એના કહેવા પ્રમાણે કરતી ગઈ. આર્શી ને હજુ પણ આ એક સપનુ જ લાગતું હતું.
એની વાતો મા આર્શી વહેતી જાતી હતી. એક ક્ષણ પણ એવુ ન લાગ્યું કે એ પહેલી વખત મળે છે. વર્ષો થી જાણે ઓળખતા હોય એટલી લાગણી અને પોતાનાપણા થી એ વાત કરતો હતો. બાઈક મા એક વ્યવસ્થિત દૂરી રાખી આર્શી બેઠી હતી. સંકોચાઈ ને.... આવી રીતે કોઈ છોકરા પાછળ બાઈક પર એ પહેલી વખત બેઠી હતી. થોડો સંકોચ, થોડી શરમ એના ગોરા ચહેરા ને ગુલાબી બનાવતા હતાં.
કોફી શોપ સુધી ના રસ્તામાં એ સતત વાતો કરતો હતો. ત્યાં પહોંચી એણે બે કોફી અને સેન્ડવિચ નો ઓર્ડર કર્યો.
અને જાણે બે જૂના મિત્રો વર્ષો ષછી મળ્યા હોય અને વાતો ના ખૂટે એમ વાતો ચાલતી હતી. એક અજાણ્યો માણસ થોડી કલાકો મા એક મિત્ર બની ગયો હતો.
એના વર્તન મા ક્યાય આછકલાઈ ન હતાં. એક સન્માન દેખાતુંં હતું આર્શી ને પોતાના માટે એની આંખોમાં.
'તમે મેડિકલ વાળા આટલી કલાકો ભણી કેવી રીતે શકતા હશો? '
'ભણવુ એ એક શોખ છે, મજા છે...'
'મજા માટે આ દુનિયામાં ઘણી બીજી વસ્તુઓ પણ છે.. આવા થોથા ઉથલાવવામાં શુ મજા..'
'આ થોથા ઉથલાવી ને જે જ્ઞાન મળશે એના થી કોઈ ની મદદ થશે... અને ત્યારે એના ચહેરા પર ની ખુશી એ જ જીવન ની સાચી મજા..'
આર્શી ના વિચારો કદાચ એને સ્પર્શી ગયા.
ક્યાય સુધી બંને એ કોલેજ ની, મિત્રો ની અને આડી અવળી કેટલીયે વાતો કરી. આર્શી ને એના ઘર સધી પહોચાડી અને ફોન નંબર પણ એક્સચેન્જ થઈ ગયા.
એણે જતા જતા આર્શી તરફ હાથ લંબાવ્યો 'ફ્રેન્ડ્સ???'
અને આર્શી એ પણ સ્મિત સાથે હાથ મીલાવ્યો.
અને એક સામાન્ય મૂલાકાત જિંદગીનું રૂપ બદલવાની હતી. બંનેના ચહેરા પર સ્મિત હતુંં.
અત્યારે પણ આર્શીના ચહેરા પર એ જ સ્મિત આવી ગયું હતું.
'મેડમ, બધા રિપોર્ટ્સ આવી ગયા.છે... બ્લડ પણ અવેલેબલ છે.. ઓ.ટી. મા બધી તૈયારી થઈ ગઈ છે... ડો. માથુર પણ આવવા જ જોઈએ.. શેલ વી ગો મેડમ?' સિસ્ટર ડીસુઝા એ આર્શી ને તંદ્રામાથી જગાડી.
'યેસ સિસ્ટર.. લેટ્સ ગો.'
એના ફોનમાંથી લાસ્ટ કોલ પર ફોન કરી ને એક્સીડેન્ટ વિષે પોલીસ જાણ કરી રહ્યા હતાં. એનો કોઈ મિત્ર હતો સામા છેડે.
સ્ટરલાઈઝડ કરેલુ લીલુ ગાઉન, માથે ટોપી, ગ્લોવ્ઝ પહેરેલા આસિસ્ટન્ટ સાથે આર્શી પણ જોડાઈ. એણે રિપોર્ટ અને એક્સ રે ધ્યાન થી જોયા. ડો. માથુર પણ આવી ગયા. એની સાથે થોડું ડિસ્કસ કર્યુ. ડાબા હાથનું ઓપરેશન કરી પ્લેટ બેસાડવાની હતી. પગ ના હાડકામાં ક્રેક હતી એટલે ત્યાં પ્લાસ્ટર, માથા નો ઘા ખૂબ ઊંડો હતો. ટાંકા લેવા પડે એમ હતાં. બાકી છોલાઈ ગયુ હતું ત્યાં ડ્રેસિંગ કરી પાટા બાંધવાના હતાંં. બ્લડ ખૂબ વહી ગયુ હતું એટલે બ્લડ ચડાવવાનુ શરૂ કરી દીધુ હતું. ઓક્સિજન માસ્ક વગર શ્વાસમાં તકલીફ પડતી હતી. બી.પી. અને ધબકારા મપાતા હતાં.
આર્શી ના હાથ પહેલી વખત ધ્રુજ્યા. એક ન સમજાય એવી મુંજવણ અને ગભરાટ થતી હતી.
ઓપરેશન પૂરુ થયુ ત્યાં સવારના સાડા પાંચ થઈ ગયા હતાં.
'પેશન્ટ ને આઈ.સી.યુ.માં શીફ્ટ કરી અને ફાઈલ ડો. મેહુલની ચેમ્બરમાં રાખી દેજો.'
એક દિવસની લીવ લઈ આર્શી સડસડાટ ઘર તરફ નીકળી ગઈ.