Ankita Mehta

Drama

3  

Ankita Mehta

Drama

સંગાથ

સંગાથ

9 mins
902


ખૂબ વરસી ને થાકી ગયેલા આકાશ મા હજુ ઊઘાડ નથી થયો. અપર્ણા બાલ્કની ના ઝૂલા પર બંધ આંખે હ્રદય ના ઓરડા ને સંઘરેલી યાદો થી સજાવતી હતી. વર્ષો પહેલા મન ના એક ખૂણા મા દાટેલી એ લાગણીઓ જાણે કે આજ કુંપળો બની રહી રહી ને ફૂટી રહી હતી.

વર્ષો પછી આજ પોતાના માટે સમય કાઢવાનું બની શક્યુ છે...નહી તો રોજિંદી જંજાળમાથી પોતાના માટે સમય મળતો નહી અને કદાચ પોતાને એ સમય કાઢવો પણ ન હતો..એ પોતાના મન ને ખૂબ સારી રીતે જાણતી હતી કે જો હ્રદય નો એ બંધ દરવાજો ખૂલશે તો લાગણીઓ ના વાવાઝોડામા પોતે જ ફંગોળાય જાશે. પણ આજ તો પોતે મનોમન એ નક્કી કરી લીધુ હતુ કે આજે તો હ્રદય ના એ ખૂણા મા ફરી થી થોડુ જીવી લેવુ છે અને અપર્ણા પચ્ચીસ વર્ષ પહેલા ના સમય મા સરી ગઈ.

ખૂબ તેજસ્વી અને મહત્વકાંક્ષી આદિત્ય ને જ્યારે પેલી વાર જોયો ત્યા જ તેના પ્રેમ મા પડી ગઇ હતી. આદિત્ય, પોતાના ના નામ જેવું જ તેજ, આંખો માં કંઈક કરી બતાવવા ની ઘેલછા પણ સાથે સાથે સમજદારી પણ એટલી જ. એટલે તો નાના એવા રામપુર થી ભણવા માટે મોટા શહેરમાં એના બાપુએ મોકલ્યો હતો. તો નિર્દોષ સૌંદર્ય ની મૂર્તી સમી અપર્ણા ને જોતા જ આદિત્ય એનો થઇ ચૂક્યો હતો. અપર્ણા, તામ્ર વર્ણી વાન, કાળી આંખો, લાંબા વાળ. એના માં એવું કશુંક તો હતું જ કે એને જે જોવે તે આકર્ષાયા વગર ન રહે. પહેલી નજર નો એ પ્રેમ એક નહી પણ જન્મો જન્મ નો સંગાથ થઈ ચૂક્યો હતો. આદિત્ય અને અપર્ણા જાણે એક બીજા માટે જ બન્યા હતા. કોલેજ ના પેલા વર્ષ ની શરૂઆત મા જ એક બીજા પ્રત્યે નો પ્રેમ વ્યક્ત કરી દીધો હતો. સાથે ભણતા , સાથે હરતા - ફરતા. કોલેજ મા હોય એટલી વાર બંને સાથે જ હોય. આમ બે વર્ષ ક્યા વિતી ગયા ખબર પણ ન પડી. આદિત્ય ખૂબ હોશિયાર હતો ભણવા મા જ્યારે અપર્ણા કઇ ખાસ નહી. એ હંમેશા કહેતી "મારે બહુ ભણવા ની ક્યા જરૂર છે તુ આપણા બંને ના ભાગ નુ તો ભણે છે. તુ ભણી ને ખૂબ પૈસા કમાજે અને હુ વાપરીશ" અને બંને ખડખડાટ હસી પડતા અને પોતની વૈવાહિક જીંદગી ના સપના જોતા. સપના થી સજાવેલા પોતાના નવા સંસાર ને જલ્દીથી હકીકત માં માણવું હતું..

કોલેજ નુ ત્રીજુ વર્ષ પણ પૂરૂ થવા મા હતુ . હવે બંને ને પોતાની ઘરે કેમ વાત મૂકવી એ વિચાર મૂંજવતો હતો. એક વરસાદી સાંજે બંને કોલેજ ના એ નાના એવા બગિચા મા બેઠા હતા. આમ પણ ત્રણ દિવસ ની રજા પડવા ની હતી, પરીક્ષા પહેલા નો રીડિંગ ટાઈમ. એટલે થોડો સમય વધુ સાથે રહેવું હતું. ખૂબ વરસાદ પછી સંધ્યા પણ ખૂબ ખીલી હતી. એ વાતાવરણ મા બે પ્રેમીઓ અને એકલતા, પહેલા ચુંબન માટે નુ આનાથી

સાનુકુળ વાતાવરણ બીજુ શુ હોય શકે....? બસ નજર મળી અને આપોઆપ જાણે એકમેક તરફ ખેચાઇ ગયા, એ અધરો નુ મિલન થયુ અને નજર ઢળી ગઇ. અને જાણે કેટ કેટલા જન્મો પછી નો એ મેળાપ હતો. અને જ્યારે ફરી નજર મળી ત્યારે પ્રેમ નો રંગ વધુ ઘાટો થઇ ગયો હતો .. આંખો મા સ્નેહ ની સાથે સંતોષ પણ ઝરતો હતો. અંધારૂ પણ થઈ ગયુ હતુ અને હવે ઘર મા વાત કરવા મા વધુ સમય નથી કાઢવો એટલે ત્રણ દિવસ પછી બંને કોલેજ આવે એ પેહલા પોતપોતાને ઘરે વાત કરી લેશે એવુ નક્કી કરી અને છૂટા પડ્યા.

પણ ત્યારે ક્યાં એવી ખબર હતી કે આ છેલ્લું મિલન થઈ રહેવાનું હતું.. વિધાતા એ કંઇક બીજા જ લેખ લખ્યા હતા....

કાશ!!! માણસ પોતાના ભવિષ્ય ને જાણી શક્તો હોત તો કદાચ દુનિયા અલગ જ હોત. પણ અફસોસ કે પછી ની ક્ષણ પણ જીંદગી શું લઇ ને આવાની એ ક્યાં કોઈ ને ખબર છે….

આદિત્ય હોસ્ટેલ પહોંચી , સામાન લઈ પોતાના ગામ રામપુર જવા નીકળી ગયો. મન મા કેટલાય સપના લઈ ને કે અપર્ણા સાથે લગ્ન ની વાત માતા પિતા સ્વિકારી લેશે અને પછી… પછી તો બસ ખૂશી જ ખૂશી હશે જીવનમાં…. આપણુ વિચારેલું થતું હોત તો ક્યાં કઈ દુઃખ હોત.

અપર્ણા પણ પોતાની સખી રીયા સાથે ઘર તરફ ચાલી. અપર્ણા અને રિયા બાજુ બાજુ માં જ રહે. કોલેજ એક પણ ક્લાસ અલગ હતા. બંને નાનપણથી સાથે મોટી થઈ હતી . એક બીજા થી કઇ છુપાવે નહીં. આદિત્ય સાથે નો પ્રેમ પણ એના થી છૂપો ન હતો.

અપર્ણા ઘરે પહોંચી ત્યારે તાળું જોઈ રિયા ની ઘરે પહોંચી કે શારદામાસી ને તો ખબર હશે જ કે મમ્મી પપ્પા આવા ટાઈમે ક્યાં ગયા હશે. ત્યાં જ શારદામાસી સામે મળ્યા એ સમાચાર આપવા કે અપર્ણા ના પપ્પાને અચાનક છાતી માં દુખાવો ઉપડ્યો એટલે હોસ્પિટલ લઈ ગયા છે. અપર્ણા માટે તો જાણે જીવન ના નવા વળાંકો ની શરૂઆત થઇ ગઇ હતી. ભાગતી એ હોસ્પિટલ પહોંચી અને મમ્મીને મળી ત્યાં તો મમ્મી ના એ ચોધાર આંસુ ઘણું બધું કહી ગયાં. અપર્ણા ના પપ્પા પાસે હવે બહુ સમય બચ્યો ન હતો. રાજીવભાઇ ને અપર્ણા એ એક જ પુત્રી. એટલે સ્વભાવિક છે કે એમને પોતાની દિકરી ની ચીંતા થતી જ હોય. એમાં પણ જ્યારે ખબર પડે કે હવે બહુ સમય નથી બચ્યો ત્યારે તો વધુ ચીંતા કોરી ખાય.

થોડા ભાન મા આવતા જ રાજીવભાઇ પરિસ્થિતિ પામી ને મિત્ર શૈલેષ ને તાબડતોડ મળવા બોલાવ્યા. રાજીવભાઇ અને શૈલેષભાઈ ખાસ મિત્રો. શહેરો નુ અંતર ક્યારેય મન નુ અંતર ન.બન્યું. અને પોતાની ચિંતા વ્યક્ત કરી અને અપર્ણા માટે એના પુત્ર અથર્વ નો હાથ માંગ્યો… શૈલેષભાઈ એ પણ વાત સહર્ષ સ્વિકારી લીધી અને બીજા જ દિવસે સવારે મંંદિર મા રાજીવભાઇ ની હાજરીમાં અપર્ણા અને અથર્વ ના લગ્ન ગોઠવવા નુ નક્કી થઈ ગયું. બધું એટલું જલ્દી બની ગયું કે અપર્ણા પાસે કંઈ કહેવા કે વિચારવા નો સમય જ ન હતો.. અને કહેવુ પણ કોને અને શું? મરણપથારીએ પડેલા પિતા પાસે કેવી રીતે પોતાનું મન ખોલે. એની ઈચ્છા નો કેમ વિરોધ કરી શકે… આદિત્ય પણ ગામ માં ન હતો. અપર્ણા તો જાણે આત્મા વગર નુ શરિર બની યંત્રવત જે થતું હતું તે થવા દેતી હતી…

આજ ની રાત બસ રહી હતી … કાલે સવારે તો એ પોતાના અને આદિત્ય ના સપનાઓ ને બાળી એ જ અગ્નિ ની સાક્ષી એ કોઈ બીજા ની થઇ જવાની હતી હંમેશ માટે… જ્યારે કોઈ વ્યક્તિ સાથે જીંદગીભર નો સાથ થવાનો જ નથી તો શું કામ કૂદરત એને આપણી જીંદગીમાં મોકલે છે.. અને જે પણ કંઈ બન્યું એમાં દોષ પણ કોનો??? અપર્ણા ખૂબ રડી.. હૈયુ ફાડી ને રડી.. એ સંબંધ ને વિંટળાઈ ને રડી કે જે એણે જીવ્યો હતો, માણ્યો હતો, ચાહ્યો હતો હવે થી કદાચ એ આ સંબંધ માટે રડી પણ નહીં શકે.. કેટલી પિડા!!! જ્યારે બધું જ આપણું છતાં પણ આપણે કંઇ ન કરી શકીએ.. સંબંધ આપણો, જીવન આપણું, ઈચ્છાઓ આપણી અને એ બધું જ આપણા હાથમાં થી સરતુ જતું હોય છતાં પણ આપણે કંઈ જ ન કરી શકીએ….

કંઈક વિચાર આવ્યો અને એ ઊભી થઈ ને દોડી…...

દોડીને આદિત્યની પાસે એના ગામ જવા.. પણ એ ઘર નો ઊંબરો ઓળંગવા જતી હતી ત્યાં જ એમ્બ્યુલન્સ આવી ને ઊભી રહી. રાજીવભાઇ ની ઈચ્છા પ્રમાણે એ હવે ઘરે થી જ સારવાર કરાવશે અને જે પણ કંઈ થાય તે પોતાના ઘર ની ભૂમિ પર જ થાય.. અને અપર્ણા એ ઊંબરો ન ઓળંગી શકી.

આદિત્ય ને પત્ર લખવા બેઠી પણ શબ્દો પણ રિસાઈને દૂર થઈ ગયા હતા. એ કંઈ જ ન લખી શકી , બસ એના આંસુ એ પત્ર ને પલાળતા રહ્યા. અને સમય રેતી બની સરી ગયો.

આજ ની સવાર માં પણ અપર્ણા ને તો ફક્ત અંધકાર જ દેખાતો હતો.. અને થોડી જ વાર માં તો એના ગળામાં અથર્વ ના નામ નુ મંગળસૂત્ર લટકતું હતું….બધું જ પૂરું થઈ ગયું, પોતાના સપનાઓ નો ધુમાડો એની આંખો માં ગજબ બળતરા કરાવતો હતો. અપર્ણા હજી પોતાના મન ને સમજે ત્યાં તો રાજીવભાઇ એ દેહ પણ છોડી દીધો. એક સાથે બે બે વ્યક્તિ ની પોતાના જીવન માં થી વિદાય થઈ ગઈ…..

કોલેજમાં પરિક્ષા શરૂ થઇ ગઇ. નક્કી થયા પ્રમાણે આદિત્ય પોતાની ઘરે વાત કરી અને સહર્ષ મંજૂરી પણ લઈ આવ્યો હતો.. એ અપર્ણા ને શોધતો હતો પણ એ ક્યાંય ન દેખાઈ.. પરિક્ષા નો બેલ પણ વાગી ગયો. અપર્ણા ને કદાચ મોડું થઇ ગયું હશે એવું વિચારી એ પરિક્ષા ખંડ માં ગયો. પેપર પણ એ જ ઉત્સાહ થી પૂરુ કર્યું કે જલદી એ અપર્ણા ને મળી આ સારા સમાચાર આપે અને આવા જ સમાચાર સામે સાંભળવા મળે.. પણ અપર્ણા ક્યાંય ન મળી. હવે આદિત્ય ને ચિંતા થવા લાગી કે એવું તો શું થયું કે અપર્ણા પરિક્ષા આપવા જ ન આવી… ચીંતા સાથે તરફડાટ પણ વધી ગયો. પણ પોતે શું કરે, કોને પૂછે કંઈ સમજાતું નહોતું. બેબાકળો બની એ આમ થી આમ એને શોધતો રહ્યો.. કોલેજ બંધ કરવા ના સમયે પટ્ટાવાળા ના કહેવાથી બહાર નીકળ્યો.. બીજા ત્રણ દિવસો પણ આવું જ બન્યું.. આદિત્ય માટે હવે પરિસ્થિતી અસહ્ય બની ગઇ ..એની તડપ હદ પાર કરી ગઇ હતી.. સતત એક જ વાત કે એવું તો શું થયું ? અપર્ણા ની વફાદારી પર તો એને પૂરો ભરોસો હતો તો પછી શું થયું એવું??? ત્યાં એને રિયા દેખાઈ. એ દોડી ને રિયા પાસે પહોંચ્યો અને એને જ્યારે હકીકત ખબર પડી એના પગ નીચે થી જાણે જમીન ખસી ગઇ.. કોઇ જ પ્રતિભાવ વગર એ ફસડાઇ પડ્યો. અને જ્યારે આંખો ખોલી ત્યારે….

આંખો ખોલી ત્યારે અપર્ણા એના થી કાયમ માટે દૂર થઈ ગઇ હતી. આ આઘાત પચાવવો ખૂબ અઘરો હતો. પહેલા તો ખૂબ ગુસ્સો આવ્યો ..

જે સપના ચાર આંખો થી જોવાયા હોય.. જે સંબંધ ને બે હ્રદયે સાથે મળી સિંચ્યો હોય.. જેમા હંમેશ ના સાથ માટે પરસ્પર વચનો દેવાયા હોય... જે સંબંધ એકબીજાને સાથે રાખી વાવ્યો હોય...

એ સંબંધ ને પૂરો કરવા નો નિર્ણય કોઈ એક જ વ્યક્તિ કેવી રીતે કરી શકે?? પણ આદિત્ય પોતાની અપર્ણા ને જાણતો હતો.. એ ગુસ્સા અને નારાજગી સામે પોતાના પ્રેમ ની જીત થઈ. એની મજબૂરી ખૂબ સારી રીતે સમજી શક્યો. હવે એને પોતાની તકલીફ કરતાં અપર્ણા ની તકલીફો વધુ પિડા આપવા લાગી. કોઈ ની પત્ની બની એણે આખી જીંદગી સંસાર નિભાવવા નો હતો એ પણ કોઈ ફરિયાદ વગર, હસતા ચહેરા સાથે….

એને મનોમન નક્કી કર્યુ કે એ હવે ક્યારેય અપર્ણા ને નહીં મળે… એ કાયમ માટે ન્યુ યોર્ક જતો રહ્યો. અને અહીં અપર્ણા એ પણ પોતાની જાત ને વચન આપ્યું કે તે અથર્વ ને અને પોતાના સંસાર ને પૂરી નિષ્ઠા અને વફાદારી થી નિભાવશે...

સમય નુ ચક્ર ફરવા લાગ્યું.. બંન્ને એ પોતાની જાત ને એટલી વ્યસ્ત કરી દીધી કે જાણે આ જન્મે જ બધી જવાબદારી પૂરી કરી હવે ના બધા જન્મો બસ એકબીજા માટે ના જ થઇ રહે…..

પણ, આજ પચ્ચીસ વર્ષ પછી એ લાગણીઓ કેમ તોફાને ચડી આટલા વર્ષો ની તપસ્યા ને ડગમગાવતી હતી.. મન માં સખત અજંપો અને તરફડાટ.. આ તે કેવી બેચેની. પોતાનું મન આજ આદિત્ય ને વિંટળાઈ ને કેટલી સંવેદના ઓ માં અટવાવા લાગ્યું. આંખો ના આંસુ આજે રોકાવા નું નામ ન હતા લેતાં જાણે આટલા વર્ષો થી બાંધેલો દરિયો આજ ગાંડોતૂર બની બસ બધું તબાહ કરી નાખશે…..

ત્યાં ડોરબેલ વાગી. પોતાની જાત ને માંડ સંભાળતી એ દરવાજો ખોલવા ગઇ. સામે કોઈ સાવ અજાણ્યો માણસ હાથ માં મોટું એન્વેલપ લઇ ને ઊભો હતો. “તમે અપર્ણા મેડમ?”, અપર્ણા એ ફક્ત હકાર માં માથું હલાવ્યું. “હું આદિત્ય સર નો સેક્રેટરી”, આદિત્ય નું નામ સાંભળતાં જ અપર્ણા સ્તબ્ધ થઈ ગઈ. મન માં એક સાથે હજારો વિચારો આવ્યા અને ગયા. “મેડમ, આદિત્ય સર છેલ્લા ત્રણ મહિનાથી ન્યુયોર્કથી અહીં પોતાના વતન આવ્યા છે. જીંદગી ની છેલ્લી ક્ષણો એ અહીં વિતાવવા ઇચ્છતા હતા. સર ની બંન્ને કિડની ફેઇલ થઈ ગઇ હતી. અહીં આવી એમણે સારવાર પણ બંધ કરી દીધી હતી. એમની ઇચ્છા પ્રમાણે એમના ગયા પછી તમને આ એન્વેલપ અને આ લેટર દેવાનું કહ્યું હતું. એ સાવ છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા અને હવે તો કદાચ ……”

અપર્ણા એ એન્વેલપ સાઇડમાં મૂકી લેટર ખોલ્યો …..

અપર્ણા,

મારી કહેવાનો હક નથી રહ્યો એટલે ફક્ત અપર્ણા થી જ સંબોધી. જે પણ કંઈ થયું એ આપણા નસીબ નો ખેલ હતો. તુ તારી જાત ને જરા પણ દોષી ન માનતી અને આ પ્રોપર્ટી ના પેપર્સ સ્વિકારી લેજે. મારી જીંદગીમાં તારું સ્થાન કોઈ ન લઈ શક્યું. એ સ્થાન તારુ જ હતું અને દરેક જન્મમાં તારું જ રહેશે. આ જન્મમાં આપણો સંગાથ લખાયો જ નહીં હોય પણ હવે દરેક જન્મ માં તારા જ સંગાથની રાહ માં…

આદિત્ય.

આટલું વાંચતાં જ અપર્ણા પણ નીકળી પડી આદિત્ય ની રાહ પર જન્મોજન્મ ના સંગાથ માટે…..


Rate this content
Log in

Similar gujarati story from Drama