મેળાપ
મેળાપ
ટુ યું,
વર્ષોથી આશ સંઘરી ને બેઠી છું કે તુંં આવીશ, ક્યારેક તો આવીશ જ... પણ સાચુ કહું તો એ આશમાં ક્યાંક કયારેક શંકા પણ ભળી હતી. વર્ષોના વ્હાણા વિતતા ચાલ્યા પણ તુંં ન આવ્યો તો ન જ આવ્યો અને હવે એવી બીક લાગે છે કે શું મેળાપ થતા પેલા જ જિંદગી એની માયા સંકેલી તો નહી લે ને....
જિંદગી પણ અજબ છે ને.. એવા રસ્તે લાવી ને મૂકે છે કે આપણે ક્યારેય ન ધાર્યું હોય એવા વળાંકોમાંથી નીકળવું પડે છે. તારૂ અને મારૂ ના, આપણુ અલગ થવું, અલગ થઈ આટલો સમય પણ ગયો છતા આશા એમ ની એમ જ. કહે છે ને કે એક આશા પર જિંદગી જીવી જવાય. અને જો એવું જ થયું. આપણા મેળાપની આશામા જ જિંદગી વિતી ગઈ.
પણ એ સાંજે જ્યારે દરિયાકિનારે બેઠી આથમતા સૂરજ ને તાકતી હતી ત્યારે તને મળવાની શક્યતાઓને પણ આથમતા જોઈ રહી હતી પણ ત્યા જ મારા ખભે કોઈ એ હાથ મૂક્યો... અને મારી દુનિયા જાણે કે થંભી ગઈ... એ જ સ્પર્શની રાહમાં કાઢેલા આટઆટલા વર્ષો ક્ષણભરમાં ઓગળી ગયા. હૃદયનાં ધબકારા એટલા તો વધી ગયા કે સંભાળવા મૂશ્કેલ થઈ ગયા ક્યાંક ધબકતા ધબકતા બહાર ન આવી જાય.. હું કંઈ સમજુ કે વિચારુ એ પહેલા જ તુંં સામે આવી ને ઊભો રહી ગયો અને આથમતી સંધ્યાના એ ધૂંધળા પ્રકાશમા પણ જાણે સો સો સૂરજનુંં તેજ ભર્યું હોય એવું લાગતું હતું. પણ મારી અંદર
શૂન્યતા વ્યાપિ ગઈ... કેમ ? મારા આટલા વર્ષો ના સાથી ક્યા? જે સાક્ષી હતાં મારી તપસ્યા ના..એ અજંપો, એ વેદના, એ અકળામણ બધુ તારા મા સમાઈ ગયું... મારી સાથે રહી ને કદાચ એ પણ તારા આગમન માટે આતુર હશે કે તારા આવતા જ વર્ષો નો સાથ ક્ષણ ના છઠા ભાગ મા મૂકી દીધો...પણ શું આ સપનું તો નથી ને? ના ના સપનું ક્યાથી હોય.. તારો સ્પર્શ મે અનુભવ્યો, તારી નજરે મને જોઈ એ અનુભૂતિ તો સપનું ક્યાંથી હોય...મારા રોમ રોમ તારૂ મિલન અનુભવી રહ્યા હતાં અને તે પૂછ્યું "તું કેમ છે?" શું જવાબ આપુ તને કે હું કેમ છું... તારા વગર ની દરેક પળ તને કેમ સમજાવું.. તારા વગર ના મારા જીવન ની તુંં કલ્પના પણ નહી કરી શકે પણ મે તો એ જીવન જીવ્યું છે, બસ એક આશા ના સહારે કે ક્યારેક તો તુંં આવીશ. ખૂબ લડવું-જગડવું હતું, ખૂબ વાતો કરવી હતી, ફરિયાદો કરવી હતી, કેટકેટલુ તો વિચારી રાખ્યું હતું કે તુંં મળીશ ત્યારે શું કરીશ. પણ આ શું..... એ હજારો-લાખો શબ્દ ક્યા વિલોપ થઈ અને મૌન બની ગયા.. મૌન ની એ પરિભાષા આંખો ના એ મિલન મા પોતાની કથા કહેતી હતી. તારી એક જ નજરે મારી વર્ષો ની ફરિયાદો ને ફંગોળી તારા બાહુપાશ મા સમાવી ધબકારાનું મિલન કરાવી દીધુ..
હવે નથી કોઈ ફરિયાદ કે નથી વિયોગ. છે તો બસ મિલન જ મિલન.
ફ્રોમ મી.